મુન્ના ભાઇને નવો સર્કિટ મળ્યો!

 

ટેલિવિઝન હોટ્ટીઝ સૌમ્યા ટંડન અને નેહા પેન્ડસેના આ સીઝનમાં બેનડવેગનમાં જોડાવા સાથે કલર્સ પોતાના લોકપ્રિય શો,એન્ટરટેનમેન્ટ કી રાત @9  લઇને પાછું ફરવા સુસજ્જ છેજયારે કોમેડિયન્સ મુબીન સૌદાગરબલરાજ અને બાળ કલાકાર દિવ્યાંશ આની બીજી સીઝનમાં પણ દર્શકોને ગલગલિયા કરાવવાનું ચાલુ રાખશે.

નવી સીઝનની શરૂઆત બોલીવુડના સુપરસ્ટાર સંજય દત્ત સાથે થશે અને વધુમાં શું છે – દર્શકોને સંજુ બાબા તથા તેમના નવા સર્કિટને તેઓની વિખ્યાત બાઇક પર પ્રવેશ કરતાં જોશે. નવો સર્કિટ કોણ છે? – આ બીજું કોઇ નહીં પણ મુબીન સૌદાગર જ છે!

ખેરસંજયની આઇકોનિક ફિલ્મ્સમાંની એક – મુન્ના ભાઇ એમ.બી.બી.એસ.ને સમર્પિત સર્કિટની નકલ કરતાં મુબીન સાથે સંજુ બાબા સ્ટેજ પર પ્રવેશ કરતાં ખુશ હતાં. સુપરસ્ટાર મુબીનની પ્રતિભા અને સર્કિટ, ગોવિન્દા તથા પોતાની પણ નકલ ઉતારી રહેલ હોવાથી ખૂબ જ પ્રભાવિત હતાં. દર્શકોને મુબીન અને સંજય દત્તને “નાયક નહીં ખલનાયક હું મેં” ગીત પર ચાલતાં પણ જોવા મળશે.

આના પર ટિપ્પણી કરતાં, મુબીને કહ્યું “હું સંજય દત્તનો ભારે મોટો પ્રશંસક છું અને મારા માટે એમની સાથે એક જ મંચ પર હોવાનું ખૂબ જ ગર્વની બાબત છે. તે એટલા તો ખેલદિલ છે અને શો પર એમના સર્કિટ બનવું મઝાનું હતું.

વધુ જાણવા, 21મી એપ્રિલથી શરૂ થતું એન્ટરટેનમેન્ટ કી રાત કરી @9 સાથે સાથે જોડાયેલા રહો, દર શનિવાર અને રવિવાર રાત્રે ફક્ત કલર્સ પર.