મેં ક્યારેય અભ્યાસની અવગણના કરી નથી અને કરવાનો નથી: યશ સેહગલ

કોન્ટીલો પ્રોડકશન્સનો બિગ મેજિક પરથી પ્રસારિત થતો અનોખો ફેન્ટસી શો રુદ્ર કે રક્ષક શરૂ થયો અને પ્રસારણ શરૂ થયું ત્યારથી દર્શકો દ્વારા તેને ખૂબ પ્રેમ મળ્યો છે. દરેક એપિસોડમાં રોમાંચક વારતારેખાએ દર્શકોને તેમના ટેલિવિઝન સેટ્સ પર જકડી રાખ્યા છે. શોમાં પ્રતિભાશાળી નાના છોકરાનું પાત્ર દર્શકોનું મનોરંજન કરવા માટે કોઈ કસર બાકી રાખતું નથી.

બાળકો આશોનું હાર્દ છે. મુખ્ય પાત્ર યશ સેહગલ અવીની ભૂમિકા ભજવી રહ્યો હોઈ આટલી યુવા વયે પણ તેના કામમાં સંપૂર્ણ સમર્પિત છે. અભિનય માટે તેના પ્રેમ છતાં તેણે અભ્યાસ પરથી ધ્યાન ક્યારેય હટાવ્યું નથી. વાસ્તવમાં તે અભ્ચાસને પ્રથમ અગ્રતા રાખે છે. તે કામ અને અભ્યાસ વચ્ચે કઈ રીતે સમતુલા જાળવે છે તે જાણવા અમે તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું, મને અભિનય ગમે છે તે છતાં અભ્યાસ મારી ટોચની અગ્રતા છે. મેં ક્યારેય અભ્યાસની અવગણના કરી નથી અને કરીશ નહીં. શૂટના બ્રેક્સ અને કામ પછી હું મારા શાળાનો અભ્યાસક્રમ પૂરો કરવાનો હંમેશાં પ્રયાસ કરું છું.

વારુ, નાનું બાળક આટલી કુમળી વયે પણ એકસાથે બે કામ કઈ રીતે કરે છે તે જોવાનું અદભુત લાગે છે.

તો યશ સેહગલનો અવી તરીકે અદભુત પરફોર્મન્સ જોતા રહો, રુદ્ર કે રક્ષક, દર સોમવારથી શુક્રવાર, સાંજે 6.30, ફક્ત બિગ મેજિક પર.