મેં શક્તિપીઠ કે ભૈરવ માટે હમણાં સુધી લગભગ 50થી 60 ગેટ-અપ ધારણ કર્યાં છે: રોહિત બક્ષી

બિગ મેજિક પર ઉત્સુકતાસભર ધાર્મિક શો શક્તિપીઠ કે ભૈરવને તેની રોચક વારતારેખાને કારણે દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. આ શોમાં કુશળ કલાકારો હોવા સાથે જોવાની દષ્ટિથી પણ સુંદર છે, જેને લીધે ટેલિવિઝન પર આ અત્યંત વહાલી સિરીઝમાંથી એક બની છે. પ્રતિભાશાળી અભિનેતા રોહિત બક્ષી શોમાં મુખ્ત પાત્ર ભગવાન ભૈરવની ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેના ઉત્તમ કામને લીધે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રોહિત સાથે આ વિશે વાતચીત કરતાં તેણે આ શોમાંથી શું શીખ્યું તે બાબતે વટાણા વેરી નાખ્યા હતા. તે કહે છે, દરેક પાત્રની પોતાની ખૂબીઓ હોય છે, પરંતુ પડકાર ઝીલવાની અને તેને ન્યાય આપવાની કલાકારની ઈચ્છાશક્તિ પર તે બધું આધાર રાખે છે. ભૈરવની ભૂમિકા વ્યાપક છે અને તેમાં ઘણી સમર્પિતતા અને ધીરજ આવશ્યક છે, જેને લીધે આ પ્રવાસમાં મને ઘણું શીખવા મળ્યું છે.

ભગવાન ભૈરવ ઉપરાંત મેં શોમાં અન્ય 50થી 60 ગેટ-અપ્સ ધારણ કર્યા છે. ભૈરવ ખુદ સાધુ, બ્રાહ્મણ, નટેશ્વર વગેરે જેવા અવતાર ધારણ કરે છે, જેથી લોકો તેને ભૈરવ તરીકે ઓળખી નહીં શકે. આ અત્યંત પડકારજનક હતું, પરંતુ રોમાંચક પણ તેટલું જ છે, કારણ કે મને ઘણું બધું જાણવા મળ્યું છે અને નિખાલસતાથી કહું તો મને દરેક ભાગ ભજવવાની મજા આવી છે.

ખરેખર જો તમે પાત્રને ચાહો તો પડકારો ઝીલવાનું પણ મોજીલું બની જાય છે. રોહિત બક્ષીનો ભગવાન ભૈરવનો અદભુત રોલ જોવા માટે જોતા રહો શક્તિપીઠ કે ભૈરવ, દર સોમવારથી શુક્રવાર, સાંજે 7, ફક્ત બિગ મેજિક પર.