the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મોદી-જિંગપિંગ વચ્ચેની મિટિંગ પર વિશ્વના દેશોની નજર કેન્દ્રિત

ચીનના વુહાનમાં બંને નેતાઓ વચ્ચે આજથી ફરી અનૌપચારિક મિટિંગ
મોદી-જિંગપિંગ વચ્ચેની મિટિંગ પર વિશ્વના દેશોની નજર કેન્દ્રિત
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, સરહદી વિવાદોને ઉકેલવા, નિરવ મોદી સહિતના મુદ્દા ચર્ચાશે : અમેરિકાના કઠોર વલણ બાદ ચીન ઉપર હાલ સંકટ

નવીદિલ્હી, તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પ્રવાસે રવાના થઇ રહ્યા છે. ચીનના વુહાન શહેરમાં નરેન્દ્ર મોદી ૨૭મી અને ૨૮મી એપ્રિલના દિવસે ચીની પ્રમુખ શી જિંગપિંગ સાથે વાતચીત કરનાર છે. આ મિટિંગના પરિણામને લઇને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચ પર તર્કવિતર્કોનો દોર ચાલી રહ્યો છે. અટકળો ચાલે તે સ્વાભાવિક છે. ચાર વર્ષના ગાળામાં બંને નેતાઓ વચ્ચેની આ ચોથી મિટિંગ છે પરંતુ વાતચીતના વિષય છેલ્લા ચાર વર્ષથી એક સમાન રહ્યા છે છતાં પણ વૈશ્વિક રાજનીતિના વર્તમાન દોરમાં બંને દેશોના રાષ્ટ્રપ્રમુખ વાતચીત બાદ એક મંચ પર આવી રહ્યા છે જેથી મોટી બાબત જોવા મળી રહી છે. ચીનની ચીજવસ્તુઓ ઉપર અમેરિકાએ અભૂતપૂર્વરીતે પ્રતિબંધ મુકી દીધા બાદ ચીન પર સંકટના વાદળો ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં તેને પરિસ્થિતિનો સામનો કરવા વધારે મિત્રોની જરૂર પડી રહી છે. દલાઈલામા, ડોકલામ, સરહદી વિવાદ સહિતના મામલા બંને દેશો વચ્ચે રહેલા છે.
આવતીકાલની ચીની પ્રમુખ શિ ઝિનપિંગ સાથેની વાતચીત પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ અનૌપચારિક વાતચીતમાં સરહદી મુદ્દા સહિત વિવિધ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં અન્ય પાસા પર ચર્ચા થશે. હાલમાં બન્ને દેશો વચ્ચે સંબંધમાં તિરાડ પડ્યા બાદ દ્ધિપક્ષીય સંબંધોને મજબુત કરવા માટે આ મુલાકાતને ખુ ઉપયોગી ગણવામાં આવે છે. આના પર વિશ્વના અન્ય દેશોની પણ નજર છે. મોદીની વાતચીત ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા રચનાત્મક દિશામાં આગળ વધી રહી છે. મોદીએ થોડાક સમય પહેલા જિંગપિંગને ફોન કર્યો હતો ત્યારબાદથી તેની અસર પણ જોવા મળી છે.મોદી-ઝિનપિંગ વચ્ચેની વાતચીત બાદ અમેરિકાની સંરક્ષણવાદની નિતીને અસર થશે કે કેમ તે અંગે પુછાતા નિષ્ણાંતો હકારાત્મક સંકેતો આપી રહ્યા છે. તમામ મુદ્દા પર બન્ને વચ્ચે વાતચીત થશે. જો કે સરહદી મામલો સૌથી ઉપર પ્રાથમિકતાની યાદીમાં છે. રાષ્ટ્રપતિ જિંગપિંગ અને મોદી વચ્ચે વુહાનમાં ૨૭મી અને ૨૮મી એપ્રિલના દિવસે અનૌપચારિક શિખર બેઠક થશે. ગયા વર્ષે ડોકલામમાં બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી લશ્કરી ગતિરોધની સ્થિતિ રહ્યા બાદ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પોતાના ચીની સમકક્ષ વાંગ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપર અને સંબંધોમાં સુધાર માટે ઉચ્ચ સ્તરીય સંવાદની ગતિવિધિને તીવ્ર બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. ચીનની યાત્રા દરમિયાન હાલમાં હોંગકોંગમાં છુપાયેલા કારોબારી નિરવ મોદીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ચીની પ્રમુખ ઝિનપિંગ સાથેની વાતચીત દરમિયાન તેઓ આ મુદ્દો ઉઠાવી શકે છે. બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉપરાંત નિરવ મોદીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવી શકે છે.કહેવા માટે તો ચીને આ મામલા હોંગકોંગ લોકલ ઓથોરિટી પર છોડી દીધો છે પરંતુ તમામ લોકો જાણે છે કે અંતિમ નિર્ણય તો ચીન જ કરનાર છે. રિપોર્ટસ મુજબ નિરવ મોદીના હોંગકોંગના અબજોપતિઓ સાથે ખુબ મજબુત સંબંધ રહેલા છે. નિરવ મોદીને ભારત લાવવાના પ્રયાસ અને ભારત લાવવાથી સરકારની છાપમાં વધારો થશે. મોદીની ચીનના પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે આ સપ્તાહમાં ચીનમાં ફરી એકવાર વાતચીત થશે. બેજિંગમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા આ મુજબની માહિતી અપાયા બાદ તૈયારી ચાલી રહી છે. કેટલાક રાજદ્વારીઓ માની રહ્યા છે કે, બંને દેશોએ સરહદી મુદ્દાને બાજુ પર મુકીને વેપાર અને અન્ય સંબંબધો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.