મૌલવીની નીચતા, ૧૧ વર્ષની બાકીને પણ ન છોડી, કર્યું કાળું કર્મ

મૌલવીની નીચતા, ૧૧ વર્ષની બાકીને પણ ન છોડી, કર્યું કાળું કર્મ

મૌલવી હોય કે કહેવાતા ધર્મ ગુરૂઓ, ફરી રહ્યા છે શેતાનના સ્વરૂપમાં

 

 

તાજેતરમાં બનાવોમાં બહુ બોલકી હીરોઇનો તથા અનસન કરનાર સ્વાતિ માલીવાલ ગુમઃ કપિલ મિશ્રાઃ દિલ્હીના ગાજીપુરની ઘટનાઃ બાળકીને ડ્રગ્સ આપીને ગેંગ રેપઃ પોકસો હેઠળ કેસ નોંધાયો, પણ પોલીસે કંઇ કાર્યવાહી ન કરતા લોકોનો આક્રોશ ફાટયોઃ ચારેકોર દેકારા કરનારા કેમ મૌન?: મૌલવીને ફાંસી આપોઃ લોકો આક્રમક હિન્દુ સંગઠનોએ ગાઝીયાબાદમાં બેનર લગાવ્યા રાહુલ ભૈયા ‘અહીંયા કેન્ડલ માર્ચના કરો!

 

નવી દિલ્હી તા. ૨૬ : કઠુઆ ગેંગરેપ, આસારામ કેસમાં દેકારા કરનારી જમાત સામે પ્રશ્ન ખડો થાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના ગાજીપુરમાં ૧૧ વર્ષની એક બાળાને મદરેસામાં લઇ જઇને મૌલવી અને એક વિદ્યાર્થીએ ગેંગરેપ કર્યો છે. આ સામે લોકોમાં પ્રચંડ આક્રોશ ઉઠયો છે.

વિગત એવી છે કે, ગાજીપુરમાંથી ૧૦-૧૧ વર્ષની બાળકી ગૂમ થઇ ગઇ હતી, ફરિયાદ બાદ પોલીસે એક મદરેસામાં તપાસ કરતા ત્યાંથી બાળકી મળી આવી હતી. પોલીસે મદરેસાના મૌલવીની ધરપકડ કરી છે. બાળકીને ચાર દિવસ ગોંધી રાખી હતી.

બાળકીના પરિવારજનો કહે છે કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. લોકોનો પ્રચંડ આક્રોશ ઉઠતા પોલીસે મૌલવી સામે પોકસો કલમ ઉમેરવી પડી હતી. પીડિતાનો પરિવાર કહે છે કે, મૌલવીના ઇશારે દુષ્કર્મ થયું છે. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકી પર ત્રણ – ચાર લોકોએ દુષ્કર્મ કર્યું છે, પરંતુ પોલીસ મૌલવીને બચાવી રહી છે.

આ ઘટનાએ ગરમાવો લાવી દીધો છે. હિન્દુ સંગઠનોએ જબ્બર પ્રદર્શન કરીને ગાજીયાબાદમાં જામ લગાવી દીધો હતો. લોકોની માંગણી છે કે, દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એ મદરેસાને બંધ કરવામાં આવે. મૌલવી સહિત ગેંગરેપમાં સંડોવાયેલા રાક્ષસોને ફાંસી અપાય.

મૌલવીના કાંડે સમાજનો રાજનીતિનો ચહેરો પણ ઉઘાડો કરી દીધો છે. ‘આપ’ના બાગી નેતા કપિલ મિશ્રાએ જણાવ્યું છે કે, મૌલવીએ બાળકી પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવી, પણ કેજરીવાલની બોલતી બંધ છે, સ્વાતિ માલીવાલની આંખમાં આંસુ ન આવ્યા. બળાત્કાર કેસમાં પણ ધર્મ જોઇને વિરોધ કરાય છે.

દરમિયાન સાંસદ મહેશગિરિએ પીડિતાના ઘેર જઇને વિગતો જાણી હતી. તેમણે સીબીઆઇ તપાસની માંગણી કરીને આરોપીને ફાંસી આપવા માંગણી કરી છે. હિન્દુ સંગઠનોએ ગાજીયાબાદમાં બેનર લટકાવ્યા છે કે, રાહુલ ભૈયા ‘અહીંયા કેન્ડલ માર્ચના આયોજનો કરો