the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

યૂપીએસે અમદાવાદમાં ઇંટીગ્રેટેડ લાજિસ્ટિક્સ સુવિધાની શરૂઆત કરી

• ગુજરાતમાં બિઝનેસ માટે અમેરિકા અને યૂરોપને ૪૮ કલાકની ડિલીવરી ટાઇમલાઇન આપનારી એકમાત્ર લાજિસ્ટિક્સ કંપની
• આ સુવિધા અર્વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, બીઆરટીએસ સ્ટેન્ડ, ૧૩૨ ફીટ રિંગ રોડ, રાણીપની સામે, અમદાવાદ ૩૮૨૪૮૦ એ સ્થિત છે.

એપ્રિલ, ૨૦૧૮ : આજે યૂપીએસે વિશ્વમાં વેપારનો વિસ્તાર કરવાની ઇચ્છુક ગુજરાતની બિઝનેસ અને એસએમઇ (સ્માલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ)ને સપોર્ટ કરવા માટે વિશાળ ઇંટીગ્રેટેડ લાજિસ્ટિક્સ સુવિધાનું ઉદ્દઘાટન કર્યુ. યૂપીએસ એકમાત્ર લાજિસ્ટિક્સ કંપની છે જે ગુજરાતની એસએમઇને અમેરિકા અને યૂરોપમાં ૪૮ કલાકની ડિલીવરી ટાઇમલાઇન આપશે, જેનાથી બજારમાં તેની ગતિનો વિસ્તાર થઇ શકશે.

યૂપીએસ માટે ભારતીય ઉપમહાદ્વીપના મેનેજિંગ ડિરેક્ટર, રશીદ ફેરગાટીએ કહ્યું, “અમે એકમાત્ર કંપની છીએ, જે ૪૮ કલાકમાં ગુજરાતથી અમેરિકા અને યૂરોપમાં શિપમેન્ટ પહોંચાડી શકીએ છીએ. ગુજરાત ટેક્સટાઇલ્સ, ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ મેન્યુફેક્ચરિંગ અને સહયોગી ઔદ્યોગિક સેગમેન્ટ્‌સ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, જેને સપ્લાય ચેનમાં એફિશિયન્સી લાવવા માટે લાજિસ્ટિક્સ પાર્ટનરોની જરૂરીયાત છે. યૂપીએસ ગ્લોબલ ટ્રેડ સંભવ બનાવે છે અને આ કનેક્ટિવિટી, ટેકનોલોજી અને એફિશિયન્સીની બાબતમાં મજબૂત સ્થિતિમાં છે, જેના દ્વારા આ ગુજરાતના બિઝનેસોને પોતાના ઉદ્દેશ પૂરા કરવા માટે સ્માર્ટ બિઝનેસ નેટવર્ક આપશે. સ્માલ પેકેજ, સપ્લાઇ ચેન સાલ્યૂશન્સ અને લાજિસ્ટિક્સની ત્રણ ટોચની સેવાઓના કાન્સોલિડેશન અને યૂપીએસના યોગ્ય ટેકનોલોજી સમાધાન બજારમાં લાગનાર સમયને ઓછો કરીને ખર્ચમાં કપાત કરશે અને અહીંના બિઝનેસોની એફિશિયન્સી વધારશે.

અમદાવાદમાં સ્થિત આ સુવિધા વાક-ઇન રિટેલ ગ્રાહકો માટે ખૂબ જ સરળ પહોંચમાં છે. યૂપીએસ આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ તીવ્ર અને અસરકારક પહોંચ માટે સ્માલ પેકેજ, સપ્લાઇ ચેન સમાધાનો અને કાન્ટ્રેક્ટ લાજિસ્ટિક્સની ઇંટીગ્રેટેડ સેવાઓ આપશે. યૂપીએસ અમદાવાદની એસએમઇને અમેરિકા માટે તે દિવસે ક્લીયરેન્સ આપશે.

આ નવી સુવિધા ગ્લોબલ ઇંટીગ્રેટેડ નેટવર્કમાં યૂપીએસના રોકાણની કાર્યયોજનાનો ભાગ છે. આ નેટવર્ક રોજ ૨૨૦ દેશો અને ક્ષેત્રોમાં દુનિયાના સફળ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ ટકા સ્થળાંતર કરે છે. એક સદીથી વધુ સમયના અનુભવની સાથે યૂપીએસ સ્માર્ટ ગ્લોબલ લાજિસ્ટિક્સ નેટવર્કના નિર્માણ માટે ક્ષમતા અને ટેકનોલોજીમાં રોકાણ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય વેપાર માંગને પૂરી કરે છે. અમદાવાદ આ વિકસિત થતા નેટવર્કમાં સૌથી નવો ભાગ છે.

જાન- પ્રાંસ્વા કોંદમીન, યૂપીએસ પ્રેસિડેન્ટ, ભારતીય ઉપમહાદ્વીપ, મિડલ ઇસ્ટ અને આફ્રીકા (આઇએસએમઇએ)એ કહ્યું, “યૂપીએસ વૈશ્વિક વેપારને આર્થિક વૃદ્ધિ માટે શ્રેષ્ઠ તક માને છે અને અમે દરેક આકારના ભારતીય બિઝનેસો, ખાસકરીને એસએમઇને ગ્લોબલ માર્કેટપ્લસનો ફાયદો લેવામાં મદદ કરીએ છીએ. લગભગ ૭.૧ ટકાની આર્થિક વૃદ્ધિએ ભારતને ઝડપથી વધતી જી૨૦ અર્થવ્યવસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડી દીધું છે. ગુજરાત ભારતના ગૂડ્‌સ નિકાસમાં એક ચતુર્થાંશનું યોગદાન આપે છે અને એક વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો વિકાસ કરી લીધો છે. ભારતીય અર્થવ્યવસ્થાના ઝડપથી વિકાસ કરવાની સાથે ગુજરાતની એસએમઇ વિકાસ કરતા દેશની સીમાઓથી આગળ વધી રહી છે. આ રોકાણ ભારત અને અહીંના બિઝનેસો માટે વૃદ્ધિ પાર્ટનર રૂપે યૂપીએસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એસએમઇ ભારતની જીડીપી વૃદ્ધિમાં આર્થિક વિકાસના એન્જિન અને યોગદાનદાતા છે. માઇક્રો, સ્માલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એસએમઇ) મેન્યુફેક્ચરિંગ જીડીપીમાં લગભગ ૬ ટકા, સર્વિસેઝની જીડીપીમાં ૨૫ ટકા અને ભારતના મેન્યુફેક્ચરીંગ આઉટપુટમાં ૩૩ ટકાનું યોગદાન આપે છે.

લાજિસ્ટિક્સ વિભિન્ન દેશોની વચ્ચે વેપાર અને પ્રતિસ્પર્ધી ફાયદા ચાહનારા બિઝનેસો માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ઇઝ આફ ડૂઈંગ બિઝનેસ, ટેકનોલોજીને ઝડપથી સ્વીકારવા તથા ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને સહયોગી ઔદ્યોગિક સેગમેન્ટ્‌સના સેક્ટરોના વિકાસથી ગુજરાત વૈશ્વિક વેપાર માટે પસંદીત સ્થાન બનતું જઇ રહ્યું છે.

ગ્રાહકોને યૂપીએસ દ્વારા એડવાન્સ્ડ ટેકનોલોજી સમાધાનો જેમકે ડીઆઇએડી (ડિલીવરી ઇન્ફોર્મેશન એક્ઝિબિશન ડિવાઇસ), વર્લ્ડશિપ, યૂપીએસ કંપ્લીટ વ્યૂ, એડવાન્સ્ડ શિપિંગ ટેકનોલોજીઝ અને કનેક્ટશિપ સેવાઓ વગેરેનો લાભ મળશે. આ સમાધાન શિપિંગની પૂરી પ્રક્રિયામાં વિઝિબિલિટી અને પ્રેડક્ટેબિલિટી આપશે, જેનાથી આયાતકારો અને નિકાસકારો માટે લાજિસ્ટિક્સ વધુ પારદર્શક, તીવ્ર અને સરળ બની જશે.

યૂપીએસ ભારતમાં ૧૯૮૯ થી કામ કરી રહ્યું છે અને આ ટેકનોલોજીથી સુસજ્જિત અને વધતા વૈશ્વિક વેપારની દુનિયામાં ઇંટીગ્રેટેડ બિઝનેસ સેવાઓની આપૂર્તિ કરવામાં સૌથી આગળ છે. યૂપીએસ ટોચના ભારતીય શહેરો જેમકે મુંબઇ, દિલ્લી, ચેન્નઇ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકત્તા, અમદાવાદ, પુણે, ચંડીગઢ, લુધિયાણા તથા વિકસિત થતા નિકાસ સ્થળો જેમકે જામનગર, કાનપુર, ઇન્દોર, કરુર, મુરાદાબાદ, તિરુપુર, કોયમ્બટૂર, વડોદરા અને ભદોહીથી લઇને આંતરરાષ્ટ્રીય સ્થળોને એકબીજા સાથે જોડે છે.

આ સુવિધા અર્વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, બીઆરટીએસ સ્ટેન્ડ, ૧૩૨ ફીટ રિંગ રોડ, રાણીપની સામે, અમદાવાદ ૩૮૨૪૮૦ એ સ્થિત છે.