રાજ્યના 67 આઈએએસ ઓફિસરોની બદલી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંઘની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડેને અમદાવાદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે અવંતિકા સિંઘને રોજગાર તાલીમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા છે. આ સાથે અન્ય IAS અધિકારીઓની રાજ્યમાં જ આંતરિક બદલી કરવામાં આવી હતી.
 • સાબરકાંઠાના કલેક્ટર પી.સ્વરૂપને UGVCLના MD તરીકે ચાર્જ સોંપાયો.
 • ભરૂચના કલેક્ટર સંદીપ સાંગેલાની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી.
 • જૂનાગઢના કલેક્ટર રાહુલ ગુપ્તાને રાજકોટના કલેક્ટર બનાવાયા.
 • એસ.એલ.અમરાનીની ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર બનાવાયા.
 • સુરત કલેક્ટર એસ.એમ પટેલને શહેરી આવાસમાં જવાબદારી સોંપાઈ.
 • અરવલ્લીના કલેક્ટર સાલીની અગ્રવાલને વડોદરા કલેક્ટરનો ચાર્જ સોંપાયો.
 • રંજીથ કુમારની આદિવાસી વિસ્તાર વિકાસ નિગમના કમિશનર બનાવાયા.
 • નવસારીના કલેક્ટર રાહુલ અરોરાને ભરૂચના કલેક્ટર તરીકે બદલી.
 • આઇ.કે.પટેલની ખેડાના કલેક્ટર તરીકે બદલી.
 • ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એમ.આર કોઠારીની રેવન્યૂ વિભાગમાં બદલી.
 • આણંદના કલેક્ટર ધવલ પટેલને સુરતના કલેક્ટર બનાવાયા.
 • પોરબંદરના એ.વી કાલરીયાને ગાંધીનગરના માહિતી વિભાગમાં બદલી.
 • આઈ.કે.પટેલને ખેડાના કલેક્ટર બનાવાયા.
 • પંચમહાલના કલેક્ટર એસ.કે લાંગાની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી઼.
 • બનાસકાંઠાના કલેક્ટર દિલીપકુમાલ રાણાની આણંદ કલેક્ટર તરીકે બદલી.
 • ગુજરાતના અનેક જિલ્લાઓના DDOની પણ બદલી કરવામાં આવી હતી.