વડા પ્રધાન મોદીને સંસદમાં હંગામાના વિરોધ સ્વરૂપમાં 12 એપ્રિલે કરશે ઉપવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં વિપક્ષી પાર્ટીઓના હંગામાના વિરોધ સ્વરૂપમાં 12 એપ્રિલે દિવસભર ઉપવાસ ઉપર બેસશે. બીજી તરફ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં સાંકેતિક ધરણા ઉપર બેસશે. જ્યારે બીજેપીના બીજા સાંસદો દેશના વિવિધ વિસ્તારોમાં ઉપવાસ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના કેટલાક નેતા એક દિવસ પહેલા જ રાજઘાટ ઉપર સાંકેતિક ઉપવાસ ઉપર બેઠા હતા. આવી સ્થિતિમાં ભાજપના આ પગલાંને વિપક્ષી કોંગ્રેસના જવાબના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ઉપવાસ ઉપર બેસવાનો પીએમ મોદીનો આઇડિયા
બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે, ઉપવાસનો આઇડિયા વડાપ્રધાન મોદીએ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસદના વિક્ષેપથી થયેલા નુકસાનને લઇને પાર્ટી ચિંચિત છે. આ અંગે આખા દેશને અવગત કરવાનો છે. આ સાથે રાવે જણાવ્યું કે આજ કારણ છે કે એનડીએના દરેક સાંસદોએ બજેટ સત્રના 23 દિવસોના પોતાના પગારને છોડવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન મોદી નહીં લે બજેટ સત્રનો પગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ માર્ચથી અત્યાર સુધી ચાલેલા બજેટ સત્રનો પગાર નહીં લે. આ રકમ આશરે 79,752 રૂપિયા છે. પીએમ મોદીએ આ પહેલા ભાજપ સાંસદોને સંસદમાં થઇ રહેલા વિરોધ અને વિપક્ષના હંગામાના કારણે કામ ન થવાના કારણે પગાર છોડી દેવા કહ્યું હતું.

અનંત કુમારે પણ છોડ્યો પગાર
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યું હતું કે સત્તારૂઢ રાજગના સાંસદ વર્તમાન બજેટ સત્રમાં એ 23 દિવસનો પગાર નહીં લે જ્યારે કોંગ્રેસ અને અન્ય રાજકિય દળોએ વિરોધ પ્રદર્શનના કારણે સાંસદની કાર્યવાહી થઇ ન શકી. કુમારે સંસદના બંને ગૃહોમાં હંગામાના કારણે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. અને કહ્યું હતું કે, તે લોકતંત્ર વિરોધી રાજનીતિ કરી રહ્યા છે.

આઠ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સત્ર
ઉલ્લેખનીય છે કે આ વખતનું બજેટ સત્ર ખુબ જ હંગામાવાળું રહ્યું હતું. પ્રોડક્ટિવીની રીતે આ છેલ્લા આઠ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સત્ર રહ્યું હતું. આ દરમિયાન બીજેપીએ કોંગ્રેસ ઉપર બંને સદનોમાં વિક્ષેપ ઉભો કરીને મુખ્ય બિલોને અટકાવવાનો આરોપ લગાવ્યો હતો.

સોમવારે રાહુલ ગાંધી સહિત અનેક કોંગી નેતાઓ બેઠા હતા ઉપવાસ પર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેમની પાર્ટીના કેટલાક નેતાઓ દેશમાં થઇ રહેલા કથિત દલિત અત્યાચાર અને સાંપ્રદાયિક હિંસા સહિત વિવિધ મુદ્દાના વિરોધમાં સોમવારે ઉપવાસ ઉપર બેઠા હતા. જોકે, કોંગ્રેસનો આ ઉપવાસ કેટલાક વિવાદોના કારણે સમાચારોમાં રહ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે ઉપવાસ રાખવા માટે રાજઘાટ ઉપર પહોંચેલા જગદીશ ટાઇલરને પાર્ટી નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસ પહેલા દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકન અને અરવિંદ સિંહ લવલીની છોલે ભટૂરે ખાતા તસવીરને લઇને અનેક સવાલો ઉભા થયો હતો.