વડોદરા ટેકનોલોજી સેન્ટરના વિસ્તરણ સાથે કેશલેસ એજન્ડાને વેગ આપતું માસ્ટરકાર્ડ

વડોદરા, 12 એપ્રિલ, 2018: માસ્ટરકાર્ડ દ્વારા આજે વડોદરામાં વિસ્તરણ કરાયેલા ટેકનોલોજી સેન્ટરને ખુલ્લું મૂકીને વિશ્વ સ્તરની ટેકનોલોજી અને વાણિજ્યની તકો મજબૂત કરવાની નિષ્ઠા સુદ્રઢ કરી છે.

 

આ નવા સંકુલ દ્વારા કંપનીએ ભારતની ડીજીટલ ક્ષમતા વધારવાની સરકારની પહેલને સમર્થન આપ્યું છે. 65,000 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલી આ અદ્યતન સુવિધા 700થી વધુ ડેવલપર્સ અને ટેકનોલોજીસ્ટ માટે નેચરલ કોલાબરેશન સેન્ટર તરીકે કામ આપશે.

 

આ પ્રસંગે પ્રતિભાવ આપતાં માસ્ટરકાર્ડના કો-પ્રેસિડેન્ટ, એશિયા પેસિફિક, શ્રી અરી સરકારે જણાવ્યું હતું કેડીજીટાઈઝેશન ક્ષેત્રે ખૂબ મોટી સંખ્યા અને પ્રતિભાઓને કારણે માસ્ટરકાર્ડ માટે ભારત વ્યૂહાત્મક બજાર અને ઈનોવેશનનું હબ બની રહ્યું છે. વડોદરામાં અમારા ટેકનોલોજી સેન્ટરનું વિસ્તરણ એ બજારમાં ડીજીટલ ભાવિ અને લેસ-કેશ સોસાયટીના સરકારના એજન્ડાને સહયોગ પૂરો પાડી વૃધ્ધિને નવા ઉંચા સ્તરે વિસ્તરણ કરવાનો છે.

 

માસ્ટરકાર્ડનું વડોદરા કેન્દ્ર એ ભારતમાં અને અન્યત્ર રોકડના ઓછા વપરાશનું વિશ્વ રચવા કંપનીના વિઝનનો એક હિસ્સો છે. વિતેલા થોડા વર્ષોમાં વડોદરામાં જે પ્રોગ્રામ્સ અને ટેકનોલોજી વિસ્તારવામાં આવી તેનાથી મેક ઈન ઈન્ડિયા અને ડીજીટલ ઈન્ડિયા ઝુંબેશને યોગદાન અપાયું છે. વર્ષ 2017માં માસ્ટરકાર્ડે ભારત સરકાર સાથે સહયોગ કરીને ભારત QR નામની એક એપ્લિકેશન રજૂ કરી હતી, જે સ્થાનિક નાના અને મધ્યમ કદના એકમોને કોઈપણ મોબાઈલ ફોન દ્વારા ડીજીટલ પેમેન્ટ સ્વિકારવા માટેનો ઓછો ખર્ચ ધરાવતો ઉપાય બની રહ્યો છે.

માસ્ટરકાર્ડના પ્રેસિડેન્ટ, ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી, એડ મેકલાફલીન જણાવે છે કે રોજે રોજ અમારી ટીમ અથાગ પ્રયાસો કરી રહી છે અને એ દ્વારા રિયલ વર્લ્ડ ટેકનોલોજી ઉપલબ્ધ કરીને અવરોધો તોડી લોકોનું રોજબરોજનું જીવન આસાન, વધુ કાર્યક્ષમ અને સરળ બનાવે છે. આ પરિબળને કારણે અમારી ઓફિસ મહત્વની બની રહી છે. અમારી વડોદરાની ટીમ નવા યુગની ડીજીટલ સર્વિસીસ અને સોલ્યુશન્સ માટે મહત્વની પુરવાર થઈને માસ્ટરકાર્ડને દુનિયાભરમાં અમલી બનાવશે.

 

વિશ્વ વાણિજ્યને સહાયરૂપ થનાર માસ્ટરકાર્ડ દ્વારા વિવિધ ઈનોવેશન બહાર પાડીને ચૂકવણીની પ્રક્રિયાને સરળ અને સલામત બનાવાઈ છે, જેમાં QR કોડ, બાયોમેટ્રિક્સ અને વેરેબલ્સનો સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીને ફોર્ચ્યુન્સ મેગેઝીન દ્વારા વિશ્વની સૌથી વધુ પ્રગતિશીલ અને નવતર પ્રકારની કંપની તરીકે બિરદાવીને ગ્રાહકોને ઉત્તમ અનુભવ પૂરો પાડવા માટે બ્રાન્ડ વોચ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ આપવામાં આવ્યો છે.