વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા ગુજરાતના વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ પસંદગીના ટોચના બે કોર્સ – પીટીઇ એકેડેમીક

પીટીઇ એકેડેમિક (પીટીઇ-એ) માટે તાજેતરમાં પિયર્સન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મૂજબ ઇમિગ્રેશન અને વિદેશમાં અભ્યાસ માટે કોમ્પ્યુટર આધારિત ઇંગ્લિશ પ્રોફિશિયન્સીમાં એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીના ટોચના બે કોર્સ તરીકે ઉભરી આવ્યાં છે. પીટીઇ-એ ટેસ્ટ લેનારાના અભ્યાસમાં જણાયું છે કે ગુજરાતમાંથી ૯૦ ટકા અરજદારો છેલ્લાં એક વર્ષમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત ૭૧ ટકા વિદ્યાર્થીઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સ માટે અને માત્ર ૧૪ ટકા અન્ડરગ્રેજ્યુએટ કોર્સ અરજી કરે છે.

વિદ્યાર્થીઓમાં હેલ્થકેર અને લાઇફ સાયન્સિસ જેવા વિષયોનું આકર્ષણ વધ્યું છે, પરંતુ હજીપણ મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના માસ્ટર્સ માટે પરંપરાગત કોર્સને પસંદ કરે છે. સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ તો વિદેશમાં જતાં ૨૮.૫ ટકા વિદ્યાર્થીઓ માસ્ટર ઇન એન્જિનિયરિંગ, બિઝનેસ મેનેજમેન્ટ (૨૩.૬ ટકા) અને એકાઉન્ટિંગ અને ફાયનાન્સ (૧૧ ટકા)ને પસંદ કરે છે.

વૈશ્વિક સ્તરે યુએસએ, યુકે, કેનેડા, સિંગાપોર, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડમાં હજારો એકેડેમિક પ્રોગ્રામ્સ દ્વારા પીટીઇ એકેડેમિકને સ્વિકારવામાં આવ્યાં છે. આ ઉપરાંત પીટીઇ એકેડેમિક સ્કોર ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડમાં માઇગ્રેટ થવાની અરજી માટે પણ સ્વિકારાય છે. તાજેતરમાં માઇગ્રેશન સ્કિલ્સ અસેસમેન્ટ હેતુ માટે એન્જિનિયર્સ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ તેને સ્વિકૃતિ અપાઇ છે