વિન્ની અરોડા કલર્સના લાડો 2માં પ્રવેશ કરવા સુસજ્જ

કલર્સનો સોશ્યલ ડ્રામા લાડો પોતાના અનોખા વિષયવસ્તુ અને જકડી રાખનાર પરફોર્મન્સિસના કારણે પુષ્કળ લોકપ્રિયતા મેળવી રહેલ છે. શોના પ્લોટને વધુ દમદાર બનાવવવા,લોકપ્રિય એકટર વિન્ની અરોડા ખોવાઇ ગયેલ જૂહી તરીકે પ્રવેશ કરવા સુસજજ છે. ઉલ્લાસિત વિન્ની અરોડા ટીવી અભિનેતા ધીરજ ધૂપાર સાથે લગ્ન કર્યા પછી બે વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યાં પછી અભિનય કરવા પાછી ફરે છે. સીરિઝમાં એક અગત્યની ભૂમિકા ભજવવા તેને ઉતારવામાં આવી રહેલ છે અને તેણીનો પ્રવેશ કહાણીમાં એક એવો નવો વળાંક લઇ આવશે જે દર્શકોને પોતાના ટેલિવિઝનના પડદાઓ પર ચોંટાડી રાખનાર હશે.

વિન્ની અરોડાને છેલ્લે કલર્સના ખૂબ ચહેતા શો ઉડાનમાં જોવામાં આવી હતી અને તેણીના પાછા ફરવા બાબતે પૂછતાંવિન્નીએ કહ્યું,આ બિંદુએહું માત્ર ફરીથી એકશનમાં આવવા અને ભૂમિકાને મારા 100 ટકા આપવા બાબતે આતૂર છું. હું બસ પોતાને ઘરમાં તફડી અને આરામ કરવાની જે ટેવ પડી ગઇ છે તેમાંથી બહાર નીકળવા સુસજજ કરી રહેલ છું કેમ કે તે મોલ્ડમાંથી બહાર આવવા થોડીક મહેનત કરવી પડશે. બેચેની અને ઉત્તેજનાની લાગણી છેકેમ કે અભિનય મારી ઘેલછા છેસ મારા માટે આ મેડિટેશન જેવું છે. હું બસ આના સકારાત્મક પાસાને જોઇ રહેલ છું. હું એક સારા શો સાથે પાછી ફરવા માંગતી હતીઅને હું આવી ગઇ.”

ભલેભલે – અમે શોનો નવો ટ્રેક કેવી રીતે સામે આવે છે તે જોવા આતૂર છીએ.

વધુ જાણવા માટેરાત્રે 9.30 કલાકે લાડો વીરપુર કી મર્દાની સાથે જોડાયેલા રહો ફકત કલર્સ પર.