the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રિય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા આજથી અનશન પર

શ્રી તોગડીયાએ તેમના પ્રવચનમાં માગણી કરી હતી કે ….
શ્રી મોદીજી, તમે આપેલાં વચન પૂરાં કરોઃ રામમંદિર-ગૌહત્યા-કોમન સિવિલ કોડ અંગે કાયદા ઘડોઃ કાશ્મીરમાં ૪ લાખ હિન્દુઓને વસાવોઃ બાંગ્લાદેશીઓને ભગાવોઃ ખેડૂતોની દેવા માફી કરી પાક માટે દોઢ ગણા ટેકાના ભાવ આપવામાં છેતરપીંડી દૂર કરોઃ સ્વામીનાથનની ભલામણ લાગુ કરોઃ

શ્રી તોગડીયાના ઉપવાસમાં તેમને દાવો હર્યો હતો કે દેશભરમાં ૯૦ ટકા બજરંગ દળ અને ૬૦ ટકા વિશ્વ હિન્દુ પરિષદ પોતાની સાથે છેઃ પહેલા નક્કરી કરાયેલ ઉપવાસની જગ્યા જીએમડીસી ગ્રાઉન્ડની મંજુરી રાત્રે ૯ વાગ્યે રદ કરીઃ આ કારણે તેઓશ્રીએ વિહિપના કાર્યાલય વણીકર ભવન સામેના ગ્રાઉન્ડ ઉપર હજારો સમર્થકો સાથે ૧૧ વાગ્યે ઉપવાસનો પ્રારંભ કરેલ. તેઓએ જણાવેલ કે સંઘ-વિહિપ-ભાજપની લાઈન એક જ રહી છેઃ કોંગ્રેસ શાસનમાં વિરોધ કર્યા ને ભાજપ શાસનમાં ’એ લાઈન દોરી’ છોડી નહિ તેનુ ફળઃ સમય આવ્યે ઓડિયો ટેપ રીલીઝ કરીશઃ પ્રવિણભાઈ તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રિય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા ૧૧ વાગ્યાથી અમદાવાદ ખાતે વિશ્વ હિન્દુ કાર્યાલયના હેડ કવાર્ટર વણીકર ભવન સામેના ગ્રાઉન્ડમાં હજારો સમર્થકો સાથે ઉપવાસ પર બેઠા છે. આજે સવારે તેમણે જણાવેલ કે દેશભરમાં પ૦૦ સ્થળોએ મારી સાથે ઉપવાસ આંદોલનમાં વિહિંપ-બજરંગદળના લોકો જોડાયા છે. દેશભરમાં ૯૦ ટકા બજરંગ દળ કાર્યકરો-આગેવાનો અને ૬૦ ટકા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો-નેતાઓ મારી સાથે આ લડતમાં સામેલ છે.

ડો. તોગડિયાએ કહેલ કે ગાંધી આશ્રમ સામે, જયાં સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ત્યાં મેં જગ્યા માગેલ પણ આપી નહિ, એ પછી જીએમડીસી ગ્રાઉન્ડ – યુનિવર્સિટી પાસે માગેલ જે મંજૂર કરાયેલ પણ ગઇ રાત્રે ૯ વાગે અચાનક રદ કરી નખાયેલ તેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય વણીકર ભવન સામેના ગ્રાઉન્ડમાં મંડપ બાંધી ત્યાં અનશન શરૃ કરીશ. પોલીસે જો કે મંજૂરી આપી નથી.

હિન્દુત્વ જેમની નસેનસમાં વહે છે તેવા વિહિપના આ તેજતર્રાર પૂર્વ નેતાએ જણાવેલ કે મારી સાથે દસેક હજાર લોકો જોડાઇ રહ્યા છે. આ ગ્રાઉન્ડમાં આટલા સમાય તેમ નથી એટલે બાકીના આસપાસ ઉભા રહેશે. કેરળથી આસામ અને જલંધરથી ચંદીગઢ સુધી પ૦૦ સ્થળે લોકો અનસન ઉપર ઉતરી રહ્યા છે. અનુ કૂળતા મુજબ ૧ દિવસથી લઇને ઉપવાસ ઉપર ઉતર્યા છે.

તેમણે કહ્યું કે ભાજપ-વિહિંપ-સંઘ દ્વારા અપાયેલ વચનો ૪ વર્ષથી બહુમતી સરકાર અને રાજય સરકારો હોવા છતાં રામ મંદિર ગૌહત્યા બંધી અને કોમન સિવીલ કોડના કાયદા બન્યા નથી તે બનાવવા મારી માંગ છે. ઉપરાંત કાશ્મીરમાં ૪ લાખ હિન્દુઓને તેમના ઘરોમાં

તેમણે કહ્યું કે ભાજપ-વિહિંપ-સંઘ દ્વારા અપાયેલ વચનો ૪ વર્ષથી બહુમતી સરકાર અને રાજય સરકારો હોવા છતાં રામ મંદિર ગૌહત્યા બંધી અને કોમન સિવીલ કોડના કાયદા બન્યા નથી તે બનાવવા મારી માંગ છે. ઉપરાંત કાશ્મીરમાં ૪ લાખ હિન્દુઓને તેમના ઘરોમાં વસાવો, લાખો બાંગ્લાદેશીઓને ભગાવો. ૩૦ વર્ષથી અમારા ત્રણે સંગઠનની આ માંગ છે દેશમાં તમામ સ્થળે ભાજપ સરકાર છે ત્યારે આ કરવું શકય છે. કોંગ્રેસના શાસનમાં આ માગણી કરવી સારી લાગતી હતી જયારે ભાજપ શાસન આવ્યું ત્યારે આ વાતો ભૂલાઇ ગઇ છે.

ખેડૂતોને દેવા માફ કરી બધા પાકો ઉપર દોઢ ગણા ટેકાના ભાવો આપવાની વાત છે. તેમાં ખર્ચથી દોઢ ગણા ભાવ આપવાની બાબતે મોટી છેતરપીંડી થઇ રહી છે. મગફળીનો ખર્ચ ૬૦૦ રૃા. આવે તેના ટેકાના ૯૦૦ અપાય છે. ખર્ચ ગઠવા ૩ પધ્ધતિમાં ર અત્યારની પધ્ધતિ મુજબ ગણવાથી ખેડૂતને માંડ ખર્ચ નીકળે. ઘર ન ચાલે. એટલે ત્રીજી પધ્ધતિ  સ્વામીનાથન ના કહેવા પ્રમાણે સીટુ  પધ્ધતિથી દોઢ ગણા ભાવ ખેડૂને મળવા જોઇએ.

દર વર્ષે ૧ કરોડ યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે તે પાળીને નોકરી આપો ઉપરાંત હાલ જે ખાનગીકરણને લીધે શિક્ષણ મોંઘુ દાટ બન્યું છે તેના સ્થાને સસ્તી શિક્ષા આપો.

મેં સંઘના વરિષ્ઠોને વીઝન ડોકયુમેન્ટ બતાવેલ છે. ર-૩ વર્ષથી વાત કરું છું પણ સાંભળવામાં આવેલ નથી.

ડો. તોગડીયાએ કહેલ કે ૩ર વર્ષથી એક જ લાઇન પર ચાલુ છું, જે લાઇન ઉપર સંઘ-વિહિંપની છે. ૪ વર્ષથી એમણે આ લાઇન છોડી દીધી છે, મેં ના છોડી એટલે મારા ઉપર ખૂબ દબાણ કરવામાં આવ્યું મારી પાસે ઓડીયો રેકોર્ડીંગ છે. સમય આવ્યે રીલીઝ કરીશ. મેં કહયું વિશ્વાસઘાત નહિ કરું એટલે હું આ સજા ભોગવી રહ્યો છું.

ડો. પ્રવિણભાઇએ અંતમાં કહેલ કે હું અનિશ્ચિત મુદતના ઉપવાસ ઉપર ઉતર્યો છું. દેશભરના ૯૦ ટકા બજરંગ દળ અને ૬૦ ટકા વિહિંપ મારી સાથે છે. પ૦૦ સ્થળોએ અનસન શરૃ થયા છે એ જ બતાવે છે કે અસંતોષ કેટલો છે.

તેમણે હાર્દિક પટેલના સમર્થન અંગે કહેલ કે મને નથી લાગતું કે જોડાય. મારી સાથે હિન્દુત્વ સાથે જોડાયેલ અને મોટાભાગે સંઘ, વિહિંપ, ભાજપ, કિસાન સંઘ, બજરંગ દળના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે.