વૈજ્ઞાનિક સમીક્ષાથી સામે આવ્યું તથ્ય – બદામ એચડીએલ કોલેસ્ટ્રોલ યોગ્ય રાખવા અને શ્રેષ્ઠ બનાવવાની સાથે હાનિકારક એલડીએલ ઓછું કરવામાં સહાયક

 પોષણની સામાન્ય સ્ટ્રેટેજીમાં બદામને આહારનું અભિન્ન અંગ બનાવવાથી ભારતીય વયસ્કોમાં હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થશે

એપ્રિલ ૨૦૧૮ : ન્યૂટ્રિએંટ્‌સ નામના જર્નલમાં પ્રકાશિત ભારતના પોષણ અને હૃદય-ધમની બિમારી (સીવીડી) એક્સપર્ટ્‌સની એક પેનલે પોતાની નવી સમીક્ષામાં સ્વસ્થ આહારમાં દરરોજ બદામ લેવાનું સૂચન કર્યુ છે. આહારમાં બદામ લેવાની જૂની ભારતીય પરંપરાનો લાભ ડિસલીપિડેમિયા ઓછું કરવામાં થઇ શકે છે જે ભારતીયોમાં હૃદય-ધમનીની બીમારીઓનું સૌથી ખતરનાક કારણ છે. ડિસલીપિડેમિયામાં એલડીએલ-કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્‌સ વધી જાય છે જ્યારે એચડીએલ – કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્‌સ વધી જાય છે જ્યારે એચડીએલ કોલેસ્ટ્રોલની માત્ર ઓછી થઇ જાય છે. આ વૈજ્ઞાનિક સમીક્ષા આમંડ બોર્ડ ઓફ કૈલીફોર્નિયાના આર્થિક સહયોગથી કરવામાં આવી.

સ્ટીના પ્રમુખ આથર ડા. સૌમિક કલીતાએ જણાવ્યું, “દરરોજ ૪૫ ગ્રામ બદામના સેવનથી ડિસલીપીડેમિયા ઓછું થાય છે જે ભારતીયોમાં હૃદય-ધમનીની બીમારીઓના સૌથી મોટા કારણોમાંથી એક છે. પણ આહારની સામાન્ય સ્ટ્રેટેજીમાં હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવાથી ફાયદારૂપ એચડીએલ કોલેસ્ટ્રોલ પણ ઓછું થઇ જાય છે જ્યારે બદામના સેવનથી એવું નથી થતું. બદામ અને લોહીના લિપિડ પ્રોફાઇલને ધ્યાનમાં રાખતા હાલના એક સુનિયોજિત અધ્યયનથી સ્પષ્ટ છે કે બદામના સેવનથી ટોટલ કોલેસ્ટ્રોલ અને હાનિકારક એલડીએલ – કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્‌સમાં ઉણપ આવે છે જ્યારે ફાયદારૂપ એચડીએલ -કોલેસ્ટ્રોલ પર આની ખરાબ અસર નથી હોતું.”

આ વૈજ્ઞાનિક સમીક્ષાના અન્ય સંશોધકોની સાથે વિશેષ રીતે ઉલ્લેખનીય છે સહ-લેખક ડા. બી. શશિકરણ અને ડા. કમલા કૃષ્ણાસ્વામી જે બંને રાષ્ટ્રીય પોષણ સંસ્થાન હૈદરાબાદના ભૂતપૂર્વ ડિરેક્ટર રહ્યા છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રશિક્ષિત સાર્વજનિક સ્વાસ્થ્ય પોષણ નિષ્ણાંત ડા. શ્વેતા અગ્રવાલ, સર વિઠલદાસ ઠાકરસે કોલેજ ઓફ હોમ સાઇન્સેઝ, એસએનડીટી યુનિવર્સિટીમાં આહાર, પોષણ અને ડાયટ્રિક્સના પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડા. જગમીત મદાન અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, ગુજરાતમાં મેડિસીન અને ચિકિત્સા શિક્ષાના પ્રોફેસર ડા. હિમાંશુ પંડ્યાનું પણ સમીક્ષાપત્રમાં ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે.

ભારતમાં કુલ મૃત્યુના ૨૮ ટકાનું કારણ હૃદય-ધમનીની બીમારીઓ છે. અન્ય કોઇ કારણે આટલા મૃત્યુ નથી થતા. ખરેખર તો જીન સંરચનાને કારણે દક્ષિણ એશિયાઇ લોકો, ખાસકરીને ભારતીયોને હૃદય-ધમનીની બીમારીઓનું વધુ જોખમ છે. અને આના લક્ષણ છે હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્‌સનું વધુ હોવું અને લાભદાયક એચડીએલ કોલેસ્ટ્રોલનું ઓછું હોવું. આ ઉપરાંત વ્યાયામની ઉણપ, ખાવા-પીવાની ચીજોમાં વધુ સુગર, મીઠું અને વધુ પડતા સૈચુરેટેડ ફૈટથી પેટની ચરબી અને ઇંસુલીન રેસિસ્ટેંસ થાય છે જે ભારતીયોમાં સામાન્સ સમસ્યા થઇ ગઇ છે. લાઇફસ્ટાઇલની આ સમસ્યાઓની સાથે ભારતીયોની જીન સંરચનાને કારણે હૃદયની બીમારીઓનું જોખમ વધી રહ્યું છે જ્યારે કાકેશિયન મૂળના લોકોમાં સમસ્યા આટલી ગંભીર નથી.

સમગ્ર દુનિયામાં થઇ રહેલી શોધ જણાવે છે કે બદામમાં બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાના ગુણ છે. સ્વાસ્થ્ય માટે બદામના ફાયદારૂપ હોવાને કારણે બદામનું ફૈટ પ્રોફાઇલ છે જેમાં મોનો- અને પાલી-અનસૈચુરેટેડ ફૈટ અથવા ગુડ ફૈટની પ્રધાનતા છે. સાથે જ એંટીઆવસીડેન્ટ વિટામિન ઇ, આહાર ફાઇબર અને અન્ય મહત્વપૂર્ણ પોષણ તત્વ પણ છે.

પોષણની વ્યાવહારિક સ્ટ્રેટેજીમાં આખી બદામ સામેલ કરવાથી ડિસલીપીડેમિયાની સમસ્યા નથી થતી જેનાથી ભારતીયો માટે હૃદય-ધમનીનું સ્વાસ્થ્ય સુધરશે. પોષણ સંબંધિત અન્ય અધ્યયનો ઉપરાંત આ સમીક્ષામાં સામેલ એક ભારતીય અધ્યયનથી આ તથ્ય સામે આવ્યું છે કે બદામને દૈનિક આહારનો હિસ્સો બનવાથી પેટની ચરબી પણ ઓછી થશે જે મેટાબાલિજ્મ સિન્ડ્રોમ અને ઇસ્કીમલ હૃદયની બીમારીઓનું મોટું કારણ છે.