શાઓમીએ ભારતમાં૩ નવા સ્માર્ટફોન સાથે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી(પીસીબીએ)ના લોકલ મેન્યુફેક્ચરિંગની ઘોષણા કરી

એપ્રિલ, ૨૦૧૮ઃ ભારતની નંબર- ૧ સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમીએ ભારતમાં ૩ નવા સ્માર્ટફોન પ્લાન્ટ્‌સના ઉદ્‌ઘાટનની ઘોષણા કરી. શાઓમીએ નોઈડા, ઉત્તરપ્રદેશમાં હાઈપેડ સાથેની ભાગીદારીમાં તેના પાવરબેન્ક પ્લાન્ટ ખાતે સ્માર્ટફોનનું નિર્માણ કરવાનું શરૂ કર્યું છે, જેના પરિણામે અત્યાર સુધી ભારતમાં કુલ ૬ સ્માર્ટફોન ઉત્પાદક પ્લાન્ટ બન્યા છે.

શાઓમીની સ્થાનિકીકરણ વ્યૂહરચના(લોકલાઈઝેશન સ્ટ્રેટેજી)માં નોંધપાત્ર પગલાં લીધા પછી, કંપનીએ ફોક્સકોન સાથેની ભાગીદારીમાં શ્રી પેરમ્બુદુર, તામિલનાડુમાં પીસીબીએ(પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી)ના સ્થાનિક ઉત્પાદન માટે સમર્પિત પ્રથમ એસએમટી(સરફેસ માઉન્ટ ટેકનોલોજી) પ્લાન્ટની ઘોષણા કરી હતી.

શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને શાઓમી ગ્લોબલના વાઈસ પ્રેસિડેન્ટ મનુ જૈને જણાવ્યું હતું કે, શાઓમીના ઉચ્ચ ગુણવત્તાની અને સારી રીતે તૈયાર કરાયેલી પ્રોડક્ટ્‌સને ભારતીય સ્માર્ટફોન ઉદ્યોગમાં ક્રાન્તિ લાવવા માટે મદદરૂપ બન્યું છે. ૨૦૧૫માં અમે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામમાં જોડાઈને ભારતીય બજાર માટે અમારી લાંબાગાળાની પ્રતિબદ્ધતા વિસ્તૃત કરી છે. આજે અમે ત્રણ વધુ સ્માર્ટ ફોન ફેક્ટરીઓ અને પીસીબીએ એકમોના સ્થાનિક નિર્માણ માટે સમર્પિત અમારા પ્રથમ એસએમટી પ્લાન્ટ સાથે આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.પીસીબીએની સ્થાનિક એસેમ્બલી શરૂ કરવા માટે શાઓમી દેશના અગ્રણી સંશોધકો પૈકીની એક છે, અને મને વિશ્વાસ છે કે અમે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવીશું.

શાઓમીએ ભારતના પ્રથમ સપ્લાયર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં આ ઘોષણા કરી હતી, જેમાં ભારત ૫૦ જેટલાં વૈશ્વિક સ્માર્ટફોન કોમ્પોનન્ટ સપ્લાયર્સને હોસ્ટ કરી રહ્યું છે જેથી તેમને ભારતીય ઉત્પાદન ઈકોસિસ્ટમ વિશે શિક્ષિત કરી શકાય, જેનો હેતુ તેમને ભારતમાં સ્થાનિક ઉત્પાદન એકમોની સ્થાપના કરવામાં મદદ કરવામાં મદદ કરવાનો છે. શાઓમીએ ૨૦૧૫માં ઘોષણા કરી હતી કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયાની પહેલ માટે પ્રતિબદ્ધતાના પ્રદર્શનમાં ભારતમાં સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન કરવા જઈ રહ્યું છે.તેનો ફર્સ્ટ સ્માર્ટફોન પ્લાન્ટ ૨૦૧૫માં ફોક્સકોન સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ માર્ચ ૨૦૧૭માં બીજો પ્લાન્ટ અને નવેમ્બર ૨૦૧૭માં તેના પ્રથમ પાવરબેન્ક પ્લાન્ટ (હાઈપેડ ટેકનોલોજી સાથેની ભાગીદીરીમાં) દ્વારા અનુસરવામાં આવ્યું હતું. આજે ભારતમાં શાઓમીના ૯૫ ટકાથી વધુ સ્માર્ટફોન વેચાય છે, જે ભારતમાં બનાવવામાં આવે છે.

ફોક્સકોન સાથેની ભાગીદારીમાં બનેલા ૩ નવા સ્માર્ટફોન પ્લાન્ટ્‌સ, શ્રી સિટી, આંધ્રપ્રદેશના કેમ્પસમાં અને ૧૮૦ એકરના કુલ કેમ્પસ વિસ્તાર સાથે તામિલનાડુના શ્રીપેરુમ્બદૂરમાં નવા કેમ્પસમાં સ્થિત છે.ચેન્નાઈમાં પીસીબીએ એકમોના સ્થાનિક ઉત્પાદન માટે સમર્પિત પ્રથમ એસએમટી પ્લાન્ટ સાથે, તામિલનાડુ, ચેન્નાઈમાં શાઓમી પીસીબીએની સ્થાનિક એસેમ્બલી શરૂ કરવા માટે દેશના અગ્રણીઓમાંથી એક બની ગઈ છે. પીસીબીએ એ સ્માર્ટફોનનના સૌથી મહત્વના ઘટકો પૈકી એક છે અને ફોનના મૂલ્યના આશરે ૫૦ ટકા જેટલો ફાળો આપે છે. શાઓમીએ તેના પીસીબીએ ઉત્પાદનને વધારીને ઉત્પાદિત ફોનોમાંથી ક્યુ૩ સીવાય ૨૦૧૮ ને ૧૦૦ ટકા બંધ કરવાની અપેક્ષા રાખી છે. આ સપ્લાયર સમિટ ૯ એપ્રિલ, ૨૦૧૮ થી ૧૧ એપ્રિલ, ૨૦૧૮ સુધી ચાલુ રહેશે.

ઊ૪ ૈંડ્ઢઝ્ર ક્વાર્ટર્લી સ્માર્ટફોન ટ્રેકર, ૨૦૧૭ મુજબ, શાઓમીએ ભારતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૬.૮ ટકા માર્કેટ હિસ્સા સાથે નંબર- ૧ સ્માર્ટફોન પ્લેયર બન્યું છે. ઊ૪ ૈંડ્ઢઝ્ર ક્વાર્ટર્લી સ્માર્ટફોન ટ્રેકર, ૨૦૧૭ મુજબ શાઓમી ૫૭ ટકા માર્કેટ હિસ્સા સાથે ઓનલાઈન સ્માર્ટફોન સેગમેન્ટમાં નંબર- ૧ પ્લેયર છે અને ઓફલાઈન સ્થાનમાં ૧૧.૨ માર્કેટ હિસ્સા સાથે નંબ૨- ૨ સ્માર્ટફોન પ્લેયર છે.