શેરબજારમાં છેલ્લા નવ દિવસથી ચાલતી તેજી પર બ્રેક મુકાઈ

શેરબજારમાં છેલ્લા નવ દિવસથી ચાલતી તેજી પર બ્રેક મુકાઈ
તેજી પર અંતે બ્રેક : સેંસેક્સ ૬૩ પોઇન્ટ ઘટીને બંધ રહ્યા
બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં કડાકો બોલી જતાં અસર થઇ : ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને તમામ કારોબારીઓ અને રોકાણકારો સાવધાન

રમાં છેલ્લા નવ કારોબારી સેશનથી ચાલી રહેલી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. મૂડીરોકાણકારો ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને સાવધાન થયેલા છે. બીજી બાજુ બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં અફડાતફડી રહી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૩ પોઇન્ટ ઘટીને ૩૪૩૩૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૦૫૨૬ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો. બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, આંધ્ર બેંક, ઓબીસી બેંક, સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક, એસબીઆઈમાં ચાર ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. તમામ શેરમાં ઘટાડો જોવા મળતા નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઘટાડો રરહ્યો હતો. વૈશ્વિક બજારોમાં અંધાધૂંધી રહી હતી. શેરબજારમાં છેલ્લા નવ સેશનથી ચાલી રહેલી તેજી પર બ્રેક મુકાતા કારોબારીઓમાં આની ચર્ચા રહી હતી. જાપાનના શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી હતી. ઇન્ડસબેંક અને ટીસીએસ ગુરુવારના દિવસે પોતાના આંકડા જારી કરશે. જ્યારે ક્રિસિલ, એચડીએફસી લાઇફ, તાતા સ્પોન્જ, એચડીએફસી બેંક દ્વારા ૨૧મી એપ્રિલના દિવસે આંકડા જારી કરવામાં આવશે. તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. શાકભાજી અને કઠોળની કિંમતમાં ઘટાડો થતા આ સ્થિતી સર્જાઇ હતી. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. માર્ચ મહિનામાં ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો ૦.૨૯ ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૦.૮૮ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની અસર હવે નાણાંકીય ૨૦૧૯માં જોવા મળશે. શેરબજારમાં અવિરત તેજીના કારણે કારોબારીમાં નવી આશા દેખાઇ રહી છે. સાતમી એપ્રિલના દિવસે ડુમામાં કરવામાં આવેલા કેમિકલ અટેકના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા હતા. રસાયણ હુમલા ડુમામાં કરવામાં આવ્યા હતા જેમાં ૮૦થી વધુના મોત થયા હતા અને ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ રસાયણ હુમલા બાદ અમેરિકાએ ેહવાઈ હુમલાઓ બોધપાઠ ભણાવવાના હેતુસર કર્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર વધારો થઇ શકે છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ક્રૂડની કિંમતો વધી શકે છે.
મંગળવારે કારોબારના અંતે સેંસેક્સ ૯૦ પોઇન્ટ ઉછળીને ૩૪૩૯૫ની ઉંચી સપાટી રહ્યો હતો નિફ્ટી ૨૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૪૯ની સપાટીએ રહ્યો હતો.શેરજારમાં હાલમાં તેજી ચાલી રહી હતી જેના કારણે રોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા હતા. જો કે, આજે ફાઈનાન્સિયલ શેરમાં ઘટાડો થતાં શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સૌથી લાંબા સેશન સુધી તેજી રહેતા સેંસેક્સમાં ઘણીબધી રિકવરી થઇ ગઇ છે.