સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી નોંધાઈ, સેંસેક્સ ૯૨ પોઇન્ટ સુધરીને ૩૩૮૮૦ની સપાટીએ રહ્યો

સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી નોંધાઈ
સેંસેક્સ ૯૨ પોઇન્ટ સુધરીને ૩૩૮૮૦ની સપાટીએ રહ્યો
નિફ્ટી ૨૩ પોઇન્ટ રિકવર થઇ ૧૦૪૦૨ની સપાટીએ માર્ચ મહિનાના રિટેલ ફુગાવાના આંક પર તમામની નજર

મુંબઇ,તા. ૧૦
શેરબજારમાં આજે સતત ચોથા કારોબારી સેશનમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૯૨ પોઇન્ટ રિક્વર થઇને ૩૩૮૮૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૪૦૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. તેમાં ૨૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. એશિયન બજારમાં તેજીની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. વૈશ્વિક ફાયનાન્સિયલ બજારો હાલમાં જોરદાર રીતે હચમચી ઉઠ્યા છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો સુધારો રહ્યો હતો. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ એલ્યુમેનિયમ કંપનીના શેરમાં ઉછાળો રહ્યો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો એક્સીસ બેંકના શેરમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો. આ સપ્તાહમાં જ હવે જારી કરવામાં આવનાર માર્ચના રિટેલ ફુગાવાના આંકડા પર રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુરુવારના દિવસે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જાહેર કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ૭.૫ ટકા પહોંચ્યો હતો જે અગાઉના મહિનામાં ૭.૧ ટકા હતો. આવી જ રીતે માર્ચ ૨૦૧૮ માટે સીપીઆઈ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૨મી એપ્રિલના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવાનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૪ ટકા રહ્યો હતો જે તેના અગાઉના મહિનામાં ૫.૧ ટકા હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને વધતી દહેશતની અસર પણ દેખાઈ રહી છે. ચીન અને અમેરિકા દ્વારા એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. શેરબજારમાં ગઇકાલે રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ રિકવર થઇને ૩૩૭૮૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩૭૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૪૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આગામી ત્રિમાસિક ગાળાના પરિણામની સિઝન અને માઇક્રો ઇકોનોમિક ડેટાને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. શેરબજારની દિશા નક્કી કરવામાં આંકડા મહત્વની ભૂમિકા અદા કરનાર છે.
ગઇકાલે અમેરિકી શેરબજારમાં તેજી રહી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૪૬ પોઇન્ટનો સુધારો થયો હતો. જેથી તેની સપાટી ૨૩૯૭૯ રહી હતી. આવી જ રીતે એસએન્ડપી ૫૦૦માં નવ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. જેથી તેની સપાટી ૨૬૧૩ની રહી હતી. આવી જ રીતે નાસ્ડેક કમ્પોઝિટમાં ૩૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૬૯૫૦ રહી હતી.

અવિરત તેજીનો દોર

સતત ચોથા કારોબારી સેશનમાં તેજી રહી હતી
કારોબારના અંતે સેંસેક્સ ૯૨ પોઇન્ટ રિક્વર થઇને ૩૩૮૮૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૪૦૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો
એશિયન બજારમાં તેજીની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી
નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો સુધારો રહ્યો હતો
હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ એલ્યુમેનિયમ કંપનીના શેરમાં ઉછાળો રહ્યો હતા
વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો એક્સીસ બેંકના શેરમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો
આ સપ્તાહમાં જ હવે જારી કરવામાં આવનાર માર્ચના રિટેલ ફુગાવાના આંકડા પર રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ ગઇ
ગુરુવારના દિવસે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જાહેર કરવામાં આવનાર છે