સમગ્ર ભારતના હીપ અને ઘુંટણના સર્જનોની ૧૨મી કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે.

અમદાવાદ
ઈન્ડિયન સોસાયટી ઓફ હીપ એન્ડ ની સર્જન્સ ISHKS ૨૦૧૮)ની આર્થોપ્લાસ્ટિકની ૧૨મી નેશનલ કોંગ્રેસ ભારતીય આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનના ઝડપથી વધતા જતા વિસ્તારની વ્યાપક સમીક્ષા માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ક્ષેત્રના અગ્રણીઓને સાથે લાવીરહી છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સ અમદાવાદના એક જાણીતા અને વિશ્વવિખ્યાત જોઈન્ટરી પ્લેસમેન્ટસર્જન,ISHKSના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ આયોજક અધ્યક્ષ ડૉ.હરેશ ભાલોડીયાના દિશા સુચનો હેઠળ ૧૩-૧પ એપ્રીલ દરમીયાન હોટલ રીજન્સી હયાત અમદાવાદ ખાતે યોજાશે.મુંબઈના અગ્રણી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડા.રાજેશ મણિયારે પ્રમુખ તરીકે સંબોધતા જણાવ્યું કેISHKSએ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણ માટે એક પ્રીમીયર સોસાયટી છે. સંશોધન અને શિક્ષણ માટેનું એનું સમર્પણ વિવિધ શાખાના ભારતીય અપકમીંગ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન્સને જોઈન્ટરી પ્લેસમેન્ટના ઉત્તેજના સભર અને પડકારરૂપ ક્ષેત્રમાં જોડાવા માટે આકર્ષીત કરે છે. તેઓ આર્થોપ્લાસ્ટીના તમામ પાસાઓ શીખે છે અને ગ્લોબલ વસ્તીના હીત માટે ખાસ કરીને ગામ અને શહેરના સંધીવા (આર્થોઈટિસ) ને લીધે અશકિતથી પીડાતા લોકોના લાભ માટે તેમના જ્ઞાનનો અમલ કરે છે.

અમેરિકા (USA) ના અગ્રણી જોઈન્ટ રિપ્લેસ મેન્ટ સર્જન ડેનિયલ બેરીએ ચીફ ઈન્ટરનેશનલ ફેકલ્ટી તરીકે સંબોધતાં, ભારતના સર્જનો માટે આર્થોપ્લાસ્ટીમાં તેમની સર્જીકલ અને ક્લિનિકલ કુશળતામાં સુધારો કરી શકે તે માટે વિશાળ અને આવશ્યક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ISHKS સોસાયટીને અભિનંદન આપ્યા છે. અમેરિકા ના વિખ્યાત જોઈન્ટરિપ્લેસમેન્ટ ફેકલ્ટી એન્ડ્રુહોજેપણ ઉગતા યુવાન સર્જન્સને તેઓ પોતે ઈમ્પ્રોવાઈઝ થઈ શકેતે માટેની અને તેમના ક્લિનિકલ અનુભવો સાથે આર્થોપ્લાસ્ટીઝના વિવિધ તત્વોની ચર્ચા કરવાની આ સુવર્ણતક ઝડપી લેવા માટે વિનંતી કરી છે.

ISHKSદર વર્ષે ભારતના વિવિધ રાજ્યોના આશાસ્પદ સર્જન્સ માટે ફેલોશિપ કાર્યક્રમની જોગવાઈ કરે છે. એ શ્રેષ્ઠ વર્તમાન આર્થોપ્લાસ્ટી પ્રેક્ટિસ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું વચન આપે છે જેથી તેમનું ક્લિનિકલ અને સર્જિકલ કૌશલ્ય સુધરે.

આ ભારતના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન્સનો સૌથી મોટો મેળો છે અને ભારતભરમાંથી ૫૦૦ જેટલા સર્જન્સઆમાં ભાગ લઈ રહ્યા છે.