the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સરકારનો તર્ક, કેન્દ્રની સલાહ, સરકારી કામકાજમાં દલિત શબ્દ ન વાપરો

કેન્દ્રની સલાહ, સરકારી કામકાજમાં દલિત શબ્દ ન વાપરો

સરકારનો તર્ક છે કે દલિત શબ્દ બંધારણમાં નથી અને તે ભ્રામક છે દલિત શબ્દ ખોટી નીતિઓ વિરુદ્ધ વિદ્રોહનુ પ્રતીક છે નવીદિલ્હી
કેન્દ્ર સરકારે સરકારી વાતચીતમાં રાજ્યોને દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દલિત શબ્દના સ્થાને અનુસૂચિત જાતિ અથવા અન્ય ભાષામાં તેના અનુવાદનો જ ઉપયોગ કરવો.
એનડીએ સરકારે કેન્દ્રીય વિભાગો અને રાજ્યોને તમામ સરકારી કામકાજોમાં અનુસૂચિત જાતિના સદસ્યો માટે દલિત શબ્દનો ઉપયોગથી દૂર રહેવાની સલાહ આપી છે.
સુપ્રીમ કોર્ટના ૨૦મી માર્ચના એસસી-એસટી એક્ટમાં થયેલા કેટલાક પરિવર્તનો પહેલા જ સરકારે આના સંદર્ભે નિર્દેશ જાહેર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દલિત સંગઠનોએ દેશભરમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. બીજી એપ્રિલના ભારત બંધના એલાને હિંસકરૂપ લેતા આમા ૧૪ લોકોના જીવ ગયા હતા.
૧૫મી માર્ચે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અનુસૂચિત જાતિ અને આ શબ્દના અન્ય ભાષામાં અનુવાદનો ઉપયોગ કરવાનો છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે તમામ રાજ્ય સરકાર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસનને અનુરોધ કરવામાં આવે છે કે તમામ સરકારી કામકાજ, મામલા, લેણદેણ, પ્રમાણપત્ર વગેરે માટે બંધારણીય શબ્દ અનુસૂચિત જાતિ અને અન્ય ભાષાઓમાં આ શબ્દના ભાષાંતરને જ અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવનારા લોકો માટે વાપરવો કે જે રાષ્ટ્રપતિના આદેશ હેઠળ ભારતના બંધારણના અનુચ્છેદ-૩૪૧માં છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર ખંડપીઠે આપેલા ચુકાદાને ટાંકીને પત્રને કેન્દ્રીય મંત્રાલયો, કેન્દ્રીય લોકસેવા પંચ અને ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ મનોહરલાલ માહોરની જાહેરહિતની અરજી પર ખંડપીઠે પોતાનો ચુકાદો ફરમાવ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવનારા લોકો માટે દલિત શબ્દના ઉપયોગથી બચવું જોઈએ કારણ કે આ ભારતના બંધારણમાં ઉલ્લેખિત નથી.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે એવો પણ તર્ક આપ્યો છે કે ૧૦મી ફેબ્રુઆરી, ૧૯૮૨ના ગૃહ મંત્રાલયે રાજ્યોને એક આદેશ આપતા એ જણાવાયું હતું કે જે વિભાગ પાસે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રને ઈસ્યૂ કરવાનું કામ છે.. તેઓ આમા હરિજન શબ્દનો ઉપયોગ નહીં કરે.. પરંતુ માત્ર એવી જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે કે જેને રાષ્ટ્રપતિના આદેશ હેઠળ અનુસૂચિત જાતિ તરીકે માન્યતા આપવામાં આવે છે. બાદમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૯૦ના તત્કાલિન કલ્યાણ મંત્રાલય અને હાલના સામાજિક ન્યાય તથા અધિકારીત મંત્રાલયે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને તેના અનુવાદનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.આ મામલે એક વેબપોર્ટલ સાથેની વાતચીતમાં પ્રસિદ્ધ દલિત ચિંતક ચંદ્રભાન પ્રસાદે કહ્યુ છે કે દલિત શબ્દ સરકારમાં એક ડર પેદા કરે છે. લોકો પોતાને અનુસૂચિત જાતિ દ્વારા નહીં. પણ ચમાર અને દલિત તરીકે સંબોધિત કરાવાનું ઈચ્છે છે. સરકારનો તર્ક છે કે દલિત શબ્દ બંધારણમાં નથી અને તે ભ્રામક છે. દલિત શબ્દ ખોટી નીતિઓ વિરુદ્ધ વિદ્રોહનુ પ્રતીક છે. સરકાર તેને મિટાવવા શોષિત વર્ગના ગુસ્સાને દબાવવાની કોશિશ કરી રહ્યું છે.કેન્દ્રની સલાહ, સરકારી કામકાજમાં દલિત શબ્દ ન વાપરો સરકારનો તર્ક છે કે દલિત શબ્દ બંધારણમાં નથી અને તે ભ્રામક છે દલિત શબ્દ ખોટી નીતિઓ વિરુદ્ધ વિદ્રોહનુ પ્રતીક છે