સરકારી બેંકોને સરકાર બેલઆઉટ પેકેજ નહીં આપે

સરકારી બેંકોને સરકાર બેલઆઉટ પેકેજ નહીં આપે
ખરાબ સ્થિતિમાં બેંકોએ નોન-કોર એસેટેસ વેચીને અને એક બીજા સાથે વિલય કરી પોતાના માટે ફંડ એક્ત્ર કરવુ પડશે

નવીદિલ્હી
દેશના બેંકિંગ ઇતિહાસના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક્ના ગોટાળા પછી જાગ્રુત થયેલ કેંદ્ર સરકારે હવે સરકારી બેંકો સામે કડક વલણ અપનાવાનો નિર્ણય કર્યો છે. કેંદ્ર સરકારે સરકારી બેંકોમાં ૨૦ લાખ કરોડ રૂપિયાનુ અંતિમ ફંડિંગ કરી રહી છે. સરકારે નિર્ણય કર્યો છે કે મુખ્ય સરકારી બેંકોને હવે બેલઆઉટ પેકેજ નહી આપવામાં આવે. આ અંગે એક સીનીયર અધિકારીએ કહ્યુ છે કે હવે ખરાબ સ્થિતિમાં બેંકોએ નોન-કોર એસેટેસ વેચીને અને એક બીજા સાથે વિલય કરી પોતાના માટે ફંડ એક્ત્ર કરવુ પડશે.ભારત એશિયાનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર છે. દેશના કુલ ૨૧ સરકારી બેન્કો પાસે પાસે દેશના બેન્કીંગ સેક્ટરની બે-તૃતયાંશ સંપત્તિ છે. પરંતુ બીજી હકીકતએ છે કે, દેશના કૌભાંડમાં ૯૦ ટકા હિસ્સો સરકારી બેન્કોનો છે. ઓક્ટોબર ૨૦૧૭ માં નાણામંત્રી અરુણ જેટલીએ સરકારી બેન્કોને રૂ. ૨૧ લાખ કરોડની બેલેઆઉટ પેકેજ આપવાની જાહેરાત કરી હતી .જેથી બૅન્કોને બૅડ લોનનો રાઇટ ઓફ કરવા માટે મદદ મળશે.સરકાર હવે બેન્કોનું વિલિય કરી સંખ્યા ૨૧ થી ઘટાડીને ૧૨-૧૩ કરવા માંગે છે. આ વિલયન નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પણ કેટલાક બેંક કર્મીઓ અને કન્ઝ્યુઝર્સમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. પરંતુ સરકારે તે સમયની રાહ જોઈ રહ્યું છે કે, જેના દ્વારા મજબૂત અને સ્પર્ધાત્મક બૅન્ક અસ્તિત્વમાં છે.સરકારી બેંકિંગ સેક્ટર પર નજર રાખતા એક અધિકારીએ કહ્યુ છે કે મને આશંકા છે કે હવે રીકેપીટલાઇઝેશન ના થવુ જોઇએ. અત્યાર સુધી જે થયુ તે થયુ હવે વધુ નહી. હવે ખરાબ સ્થિતિમાંથી બહાર નિકળવાની જવાબદારી બેંકોની જ છે. અમે સરકારી બેંકોને આઇસીયુ સ્થિતિમાંથી બહાર લાવ્યા છીએ.હવે તમે વારંવાર આઇસીયુમાં જતાં રહો અને અમે તમને નિકાળતા રહીએ એ તો શક્ય નથી ને. અધિકારીએ ભારપુર્વક કહ્યુ છે કે બેંકો પરસ્પર વિલય કરે અથવા તો પોતાની સ્થિતિ સુધારવા કમર કસે. જો તે ફરી દેવાના ડુંગરમાં ડુબશે તો નાણાંની જોગવાઇ કરવાની જવાબદારી તેમની રહેશે.દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકને ૧૨૬ અબજ રૂપિયાનો ચૂનો લાગ્યા બાદ સરકાર અને નાણાં મંત્રાલય સજાગ થયુ છે. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય તે માટે સરકારે બેંકોને ૨.૫ અબજ રૂપિયાથી વધારે અપાયેલ લોનનુ નિરિક્ષણ કરવા નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત હવે બેંકને દર ત્રણ મહિને બોર્ડ મિટિંગમાં રિપોર્ટ રજૂ કરવા સુચન કર્યુ છે.