the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સરહદ પર શાંતિ માટે ભારત-ચીન કટિબદ્ધઃ વિદેશ સચિવ

સરહદ પર શાંતિ માટે ભારત-ચીન કટિબદ્ધઃ વિદેશ સચિવ
ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની સાથે તેની ગંગા સફાઇ સહિત અનેક અગત્યના મુદ્દા પર વાત થઇ

નવીદિલ્હી
વડાપ્રધાન મોદીની બે દિવસીય ચીન યાત્રા ભલે અનૌપચારિક કહેવાઇ રહી હોય, પરંતુ આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની સાથે તેની ગંગા સફાઇ સહિત અનેક અગત્યના મુદ્દા પર વાત થઇ છે. પીએમ મોદીની ચીન યાત્રાને લઇ વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદ કરી માહિતી આપતા કહ્યું કે આ દરમ્યાન ગંગા સફાઇને લઇ વેપાર સંતુલન સુધી અનેક અગત્યના મુદ્દા પર વાત થઇ છે. ગોખલે એ કહ્યું કે મીટિંગમાં બંને નેતાઓએ વચ્ચે સરહદ પાર તણાવને ઓછો કરવાને લઇ સહમતિ દેખાડી અને બંનેએ કહ્યું કે તેઓ પોતાની સેનાઓને સ્ટ્રેટેજિક ગાઇડન્સ આપશે.
પત્રકારોને પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દરમિયાન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અને ડોકલામને લઇ કોઇ સીધી વાત થઇ નથી. જણાવી દઇએ કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની અંતર્ગત બનાવમાં આવી રહેલ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પાકના કબ્જાવાળા ભાગમાંથી પસાર થાય છે. તેને લઇ ભારતને આપત્તિ રહી છે.શુક્રવારે વુહાનમાં બંને નેતાઓની વચ્ચે યોજાયેલ મીટિંગમાં શાંતિપૂર્ણ, સ્થિર, અને શ્રેષ્ઠ આર્થિક સંબંધોને બનાવી રાખવા પર પણ વાત થઇ હતી. આ દરમિયાન દ્વિપક્ષીય અને વૈશ્વિક સંબંધો સાથે જોડાયેલ કેટલાંય અગત્યના મુદ્દા પર પણ વાતચીત થઇ. બંને નેતાઓનું માનવું છે કે ભારત અને ચીનમાં દુનિયાની કુલ ૪૦ ટકા વસતી રહે છે. એવામાં બંને દેશોએ સાથે ચાલવું તે જરૂરી છે. જિનપિંગ અને મોદીએ સેનાઓની વચ્ચે શ્રેષ્ઠ સંવાદની પણ જરૂરિયાત ગણાવી.વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે બંને દેશોની વચ્ચે અનેક એવા ક્ષેત્રોની ઓળખ કરાઇ રહી છે, જ્યાં બંને વાતચીત થઇ. આ સિવાય બંને દેશોની વચ્ચે કલ્ચરલ અને પીપલ-ટુ-પીપલ રિલેશનને મજબૂત કરવા પર પણ વાત થઇ.વિજય ગોખલેએ કહ્યું કે આ મીટિંગમાં આધ્યાત્મ, ટેકનોલોજી, ટ્રેડ, મનોરંજન, અને બીજા કેટલાંય ક્ષેત્રોમાં સહયોગ વધારવાને લઇ વત થઇ હતી. આ વાતની સહમતિ બની કે વધુમાં વધુ ભારતીય ફિલ્મો ચીનમાં આવે છે અને ચીનની ફિલ્મોને ભારતમાં જગ્યા મળે. ખુદ શી ચિનફિંગ કહ્યું કે હું પણ કયારેક ભારતીય ફિલ્મો જોઉં છું અને ચીનમાં વધુમાં વધુ આવી ફિલ્મો રિલીઝ થવી જોઇએ.પીએમ મોદીએ આ મીટિંગમાં ગંગા નદીની સફાઇને લઇ પણ ચીન પાસેથી શીખવાની વાત કહી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે રમતના મામલામાં અમે ચીનની સફળતાથી પ્રભાવિત છીએ. આ સિવાય બુદ્ધ સર્કિટમાં ટુરિઝમને પ્રોત્સાહિત કરવાની પણ વાત થઇ છે. બંને નેતાઓએ માન્યું છે કે ભારત અને ચીનના વિકાસમાંથી દુનિયામાં ગરીબીને દૂર કરવા અને આર્થિક સમાનતા સ્થાપિત કરવામાં મદદ મળશે.સાથે મળીને કામ કરી શકે છે. બંને દેશ પોતાના મુદ્દાને પરસ્પર સંવાદથી ઉકેલવામાં સક્ષમ છે. ભારત-ચીન સરહદના પ્રશ્નને લઇ બંને નેતાઓ માને છે કે તેનો શાંતિથી ઉકેલ લાવવો જોઇએ. બંને નેતાઓની મીટિંગમાં વેપાર સંતુલનને લઇ