સલમાને કહ્યું – જીસે જીંદગી શીખાયે ઉસે કૌન હરાયે

સલમાન સાથે સૌથી વધારે જોવાયેલ દસ કા દમ એપ પ્રોમો પછી, નિતિશ તિવારી હવે શોના અભિયાનનું ડાયરેક્શન કરી રહ્યા છે

 દસ કા દમ, ગેમ શોથી ભારતીય ટેલિવઝન પર દમદાર સલમાન ખાને પર્દાર્પણ કર્યું હતુ. હવે આ શો 9 વર્ષના અંતરાલ પછી ફરી એક વખત સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન (સેટ) પર આવી રહ્યો છે. સરેરાશ ભારતીયોની ‘અવલોકન શક્તિ’ પારખવાના મૂળભુત સિદ્ધાંત સાથે, ચેનલ દ્વારા શો માટે ખાસ અભિયાન જીસે જિંદગી શીખાયે ઉકે કૌન હરાયે શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટી બ્લોક બ્લસ્ટર ફિલ્મ દંગલ અને એવોર્ડ વિજેતા કૌન બનેગા કરોડપતિ માટે સેટ પર અભિયાન ચલાવનારા ક્રિએટીવ જીનિયસ, નિતિશ તિવારીએ આ અભિયાનની પરિકલ્પના કરી છે અને તેઓ જ તેનું ડાયરેક્શન કરી રહ્યા છે, જ્યારે નિખિલ મલહોત્રા આ અભિયાનમાં સહ-લેખક છે.

લોકો પોતાના જ અનુભવોમાંથી કંઈક શીખે છે અને વિવિધ પરિસ્થિતિમાં અન્ય લોકોની વર્તણુકની રૂપરેખાનું અવલોકન કરે છે તેવા વિચારને ધ્યાનમાં રાખીને આ અભિયાનનો મૂળ હેતુ સિદ્ધ કરવામાં આવ્યો છે. આવા વાસ્તવિક/રોજિંદા જીવનના અનુભવો તેમના મંતવ્યોનો પાયો રચે છે. જાહેરાતની દરેક ફિલ્મમાં એવા સ્પર્ધકને દર્શાવવામાં આવશે છે જેણે વાસ્તવિક જીવનની સ્થિતિમાં ભારતીયો શું વિચારે છે તેનું એક સ્પર્ધકે અવલોકન કરવાનું હોય છે.

આ જાહેરાતની ફિલ્મ્માં ‘દમદાર’ સલમાન ખાન જોવા મળશે, જે આ શોનો હોસ્ટ પણ છે. પોતાના મિલનસાર કૌશલ્ય અને સહજ રીતે જ આકર્ષણ ધરાવતા સલમાનખાન આ ગેમમાં ખૂબ જ મસ્તીનો તડકો લગાવે છે.

સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, દાનિશખાન

“દસ કા દમમાં સામાન્ય લોકોના જીવનના અનુભવોની ઉજવણી કરવામાં આવે છે – તમારા જીવનમાં જેટલા મોટા અને વ્યાપક પ્રમાણમાં અનુભવો હશે એટલા જ તમે વધુ સાચા જવાબોનું અનુમાન લગાવી શકશો. શોનું આ મૂળ હાર્દ છે અને માસ્ટર વાર્તાકાર નિતિશ તિવારી દ્વારા તેમના પોતાના હાસ્ય અને આંતરસ્ફૂર્ણાના આગવા અંદાજમાં શોને વધુ જીવંત બનાવવામાં આવ્યો છે. તે ખૂબ મનોરંજર છે અને શોનો મૂળ ટોન સેટ કરે છે. હંમેશની જેમ, નિતિશનો સહયોગ મળ્યો તે ઘણી ખુશીની વાત છે.”

 નિતિશ તિવારી

“હું માનુ છુ કે કેટલીક સૌથી રસપ્રદ વાર્તાઓ વાસ્તવિક જીવનમાંથી જ આવે છે. જ્યારે અમને શો અંગે બ્રિફિંગ કરવામાં આવ્યું કે ‘યે ખેલ હે અનુમાન કા, સલમાન કા ઔર પુરે હિન્દુસ્તાન કા’, ત્યારે અમારી પાસે આવી તક આવી હતી જેના મૂળમાં કોઈ વાસ્તવિક વાત હોય તેની સાથે અમે રચના કરી શકીએ અને તે શો દર્શકો માટે પણ સાંદર્ભિક હોય. અમે એ પણ જાણતા હતા કે, અમે એવા આઈડિયાની જરૂર છે જેની રજૂઆત પોતાની રીતે રસપ્રદ હોય. અંતે, અમને ‘જીસે જિંદગી શીખાયે ઉસે કૌન હરાયે’માં આ બાબત મળી ગઈ. આ વિચાર સાથે અમે હાસ્યપ્રદ સ્ક્રિપ્ટ અને રસપ્રદ રજૂઆતો લાવી શકીએ છીએ. સોની એન્ટરટેઈન્મેન્ટની ટીમ સાથે કામ કરવાનું હંમેશા આનંદપ્રદ હોય છે અને આ વખતનો અનુભવ પણ તેનાથી અલગ નહીં હોય.”