સીમા હોલ ખાતે ૬ મેના રોજ સેલિબ્રિટી કુકિંગ શો અને લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન

• સેલિબ્રિટી શેફ કનિકા મહેતા અને શિવમ રાજ કુકિંગ વર્કશોપ યોજશે
• લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનમાં જ્વેલરી, બેંગલ્સ અને કુર્તિ સહિતની ચીજોનું વેચાણ કરાશે
• મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાનના ઉદ્દેશ્ય સાથે એક દિવસીય કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, ૩૦ એપ્રિલ, ૨૦૧૮ઃ સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ શીખવાનો શોખ ધરાવતા તેમજ આકર્ષક જ્વેલરી અને એસેસરિઝ ખરીદવા ઇચ્છતા લોકો માટે ૬ મે, ૨૦૧૮ના રોજ સેલેબ કુકિંગ શો અને આરઆઇએમએસ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સીમા હોલ ખાતે યોજાનારા આ એક દિવસીય કાર્યક્રમમાં સેલિબ્રિટી શેફ કનીનિકા મહેતા અને શિવમ રાજ લગભગ ૫૦૦થી વધુ લોકો માટે ચાર કલાકનો કુકિંગ વર્કશોપ યોજશે, જેમાં તેઓ વિવિધ પ્રકારની નવીન વાનગીઓ અને બેકરીની ચીજો બનાવતા શીખવશે. આ કુકિંગ વર્કશોપમાં તમામ વયજૂથના લોકો ભાગ લઇને કનીનિકા મહેતા અને શિવમ રાજને મળવાની તથા વિશિષ્ટ વાનગીઓ શીખવાની તક મેળવી શકશે.

આ ઉપરાંત આરઆઇએમએસ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રીમા પટેલના સહયોગથી યોજાઇ રહેલા આ એકિઝિબિશનમાં દરેક વયજૂથના વ્યક્તિઓની જરૂરિયાત મૂજબની ટ્રેડિશનલ પ્રોડક્ટ્‌સથી લઇને ઇન્ડોવેસ્ટર્ન પ્રોડક્ટ્‌સ એક જ સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ બનશે, જેમાં ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, એસેસરિઝ ડ્રેસ, ગિફ્ટ આર્ટિકલ્સ વગેરે જેવી આકર્ષક પ્રોડક્ટ્‌સનો સમાવેશ થાય છે. સંસ્થાના પ્રયાસોને પરિણામે મહિલા કારીગરોને તેમની કલાનું સાચું મૂલ્ય મળવું હવે ધીમે-ધીમે શક્ય બની રહ્યું છે તેવા સંજોગોમાં અંદાજે ૪થી૫ હજાર લોકો તેની મુલાકાત લઇને કલાનું સાચું મૂલ્ય સમજશે અને તેની કદર કરશે તેવી અપેક્ષા છે.

આ પ્રસંગે રીમા પટેલે જણાવ્યું હતું કે, “અમે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે હંમેશા પ્રયત્નશીલ છીએ તથા મહિલાઓના વિકાસ માટે વિવિધ પ્રકારની નવતર પહેલ કરવામાં આવે છે. આ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશેષ કરીને મહિલા કારીગરોને ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવીને પોતાની પ્રોડક્ટ્‌સનું વેચાણ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. બીજી તરફ ગ્રાહકો પણ આ મહિલાઓની સખત મહેનત અને તેમના કૌશલ્યોનો કદર કરે તથા તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે તે અત્યંત આવશ્યક છે. મોટી સંખ્યામાં શહેરીજનો આ એક્ઝિબિશનની મુલાકાત લઇને તેને સફળ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.”

આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સરકાર શ્રીની યોજનાઓનો, શિક્ષણ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અને સરકાર શ્રીના વિવિધ વિભાગોના સહકારથી મહિલાઓ , બાળકો અને સમાજને ઉપયોગી એવી યોજનાઓના પ્રચાર -પ્રસારનો સમાવેશ કરવામાં આવેલ છે.

ડ્રીમ્સ પ્રો ઇવેન્ટ્‌સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ્‌સ દ્વારા ઇવેન્ટનું સંચાલન કરાશે તથા બાલાજી ઇવેન્ટ્‌સ કાર્યક્રમના આયોજક છે.