સીરિયામાં સંદિગ્ધ રાસાયણિક હુમલામાં 70 લોકોનાં મોત

સીરિયામાં સંદિગ્ધ રાસાયણિક હુમલામાં 70 લોકોનાં મોત

 

સીરિયાના પૂર્વી ગૂટામાં વિદ્રોહીઓના કબજાવાળા અંતિમ શહેર ડૌમામાં થયેલ સંદિગ્ધ રાસાયણિક હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે. ડોક્ટરો અને બચાવકર્મીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે સ્વયંસેવી બચાવ દળ વ્હાઇટ હેલમેટસે ગ્રાફિક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં શનિવારે થયેલા હુમલા પછી બેસમેન્ટમાં પડેલા કેટલાય મૃતદેહો દેખાતા હતાં. જેમાં કહેવામાં આવ્યું કે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

ગૂટા મીડિયા સેન્ટરે કહ્યું કે 75થી વધારે લોકોનો શ્વાસ રૂંધાઇ ગયો છે જ્યારે હજારો લોકોને શ્વાસ લેવાની તકલીફ થઇ ગઇ છે. તેણે આરોપ લગાવ્યો કે હેલિકોપ્ટરમાંથી વિષાયુક્ત નર્વ એજન્ટ સરીનથી યુક્ત બેરલ બોમ્બ નીચે ફેંકવામાં આવ્યો. સિરીયાઇ હોસ્પિટલોની સાથે કામ કરનારી એક અમેરિકી ચેરિટી સંસ્થા યુનિયન મેડિકલ રિલીફે મીડિયાને જણાવ્યું હતું કે હોસ્પિટલે 70 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

સિરીયાઇ સરકારે આ આરોપોને નકારી દીધા છે. સરકારી એજન્સી સના પ્રમાણે અધિકારીક સૂત્રો પ્રમાણે જણાવ્યું છે કે આતંકવાદીઓના ગઢમાં તેમનાથી નિપટવા માટે આગળ વધી રહી છે. સેનાના અભિયાનમાં મોટી બાધા નાંખવાની ખબરો મળી રહી છે. સનાએ કહ્યું કે સીરિયાઇ અરબ સેનાને કોઇ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નથી. જેમ કે આતંકવાદીઓના મીડિયા સહયોગી દ્વારા દાવો કરવામાં આવ્યો છે