સોનીએ નવી CFast રેન્જ દ્વારા પ્રો મેમરી કાર્ડ લાઈન-અપનું વિસ્તરણ કર્યું

 

અલ્ટ્રા- ફાસ્ટ G Series CFast  મેમરી કાર્ડની 510MB/s રાઈટ સ્પીડ તસવીરકારો અને વિડિયોગ્રાફર્સ માટે આદર્શ બની રહેશે

  • એક કદમ આગળ વધીને ઉદ્યોગમાં મોખરાની રાઈટ સ્પીડ

  • વધુ અસરકારક વર્ક-ફ્લો માટે સુપર-ફાસ્ટ રીડ સ્પીડ

  • VPG130 સપોર્ટ સાથે ભરોંસાપાત્ર થિયેટર ક્વોલિટી 4K વિડિયો

  • મજબૂતી અને ભરોંસાપાત્રતા ધરાવતી ડિઝાઈન

નવી દિલ્હી, તા.26 માર્ચ, 2018: પ્રોફેશનલ મેમરી સોલ્યુશન લાઈન-અપનું વિસ્તરણ કરીને સોની ઈન્ડિયાએ આજે CFast મેમરી કાર્ડઝની રેન્જ રજૂ કરી છે, જે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે પ્રોફેશનલ તસવીરકારો અને વિડિયોગ્રાફર્સની જરૂરિયાત પૂર્ણ થાય. G Series CFast 2.0 મેમરી કાર્ડ 32GB (CAT-G32), 64GB (CAT-G64) અને 128GB (CAT-G128) ક્ષમતામાં ઉપલબ્ધ કરાયા હોવાથી તે ઉચ્ચ પ્રકારની DSLR અને 4K સિનેમા ગ્રેડ બ્રોડકાસ્ટ કેમેરાની વધતી જતી ક્ષમતાને પ્રતિભાવ આપી શકે. આ કાર્ડઝ વિજળીની ઝડપે 510MB/s  સુધીની રાઈટ સ્પીડ પૂરી પાડે છે અને 530MB/s  સુધીની રીડ સ્પીડ પૂરી પાડીને પ્રોફેશનલ ઈન્ટર્નલ SSDs, XQD અને SxS  દ્વારા મિડિયાની સુસ્થાપિત રેન્જ સાથે જોડાય છે અને વિશ્વનું સૌથી ઝડપી SD કાર્ડ રજૂ કરીને સોનીનું પ્રોફેશન મેમરી સોલ્યુશન્સમાં નેતૃત્વ  જાળવી રાખે છે.

510MB/s સુધીની અત્યંત ઝડપી રાઈટ સ્પીડ

પ્રોફેશનલ તસવીરકારો RAW સહિતની હાયર રિઝોલ્યુશન તસવીરો માટે સતત વધુ ઝડપી સ્પીડની માંગણી કરતા રહે છે. 510MB/s સુધીની રાઈટ સ્પીડ હયાત CFast કાર્ડઝની ક્ષમતામાં વધારો કરે છે. હાઈ રિઝોલ્યુશન  Sony’s G Series હાઈ-સ્પીડ બર્સ્ટ શૂટીંગ RAW, બર્સ્ટ શૂટીંગને સપોર્ટ કરીને the Canon 1DX Mark 2 જેવા ઉચ્ચ સ્તરના DSLR કેમેરાની ક્ષમતાને મહત્તમ બનાવે છે.

અલ્ટ્રા-ઈફેક્ટીવ વર્ક ફ્લો માટે સુપર ફાસ્ટ રીડ સ્પીડ

પ્રોફેશનલ તસવીરકારો અને વિડિયોગ્રાફર્સ માટે કાર્યક્ષમ વર્ક ફ્લો આવશ્યક બની રહે છે. તે ખૂબ જ ચુસ્ત ડેડલાઈન સાથે પડકારયુક્ત વાતાવરણમાં કામ કરતા હોય છે. 530MB/s સુધીની અત્યંત ઝડપી રીડ સ્પીડ ધરાવતી, સોનીની  G Series CFast  નાટ્યાત્મક રીતે સમયમાં ઘટાડો કરે છે અને RAW ફાઈલ્સને ટ્રાન્સફર કરી પર્સનલ કોમ્પ્યુટરને લાંબુ 4K વિડિયો ફૂટેજ અને હાઈ-રિઝોલ્યુશન તસવીરો પૂરી પાડે છે.

VPG130 સપોર્ટ સાથે ભરોંસાપાત્ર 4K વિડિયો રેકોર્ડીંગ

અલ્ટ્રા ફાસ્ટ રીડ અને રાઈટ સ્પીડ સાથે નવું CFast કાર્ડઝ  VPG130 ને સપોર્ટ કરી સિનેમા ગ્રેડ અથવા હાઈ-બીટ્રેટ 4K વિડિયોનું ભરોંસાપાત્ર રેકોર્ડીંગ શક્ય બનાવે છે. ઓછામાં ઓછી 130MB/s સુધીની રાઈટ સ્પીડ ગેરંટીથી મળી રહે છે અને એ રીતે પ્રોફેશનલ ગ્રેડ 4K વિડિયોના સ્થિર રેકોર્ડીંગ મિડિયા માટે  તથા સિનેમા RAW લાઈટ મોડની સાથે Canon C200 વિડિયો કેમેરા માટે આદર્શ બની રહે છે.

તાકાત અને ભરોંસાપાત્રતા માટેન ડિઝાઈન

નવા CFast cards વિવિધ પ્રકારના આકરા ડ્રોપ, વાઈબ્રેશન, શૉક અને મજબૂતીની ચકાસણીમાં પાર ઉતરીને ઘણાં અલગ અલગ સ્થળોએ શૂટીંગ માટે પર્ફેક્ટ બની રહે છે. તે વ્યાપક રેન્જ ધરાવતા ઉષ્ણતામાનમાં ભરોંસાપાત્ર રીતે કામ આપે છે અને આવી સ્થિતિ સ્થિર હોય ત્યાં ટકી શકે છે. મજબૂત કેસ અને સોની ફાઈલ રેસ્ક્યુ સોફ્ટવેરને કારણે રિમૂવેબલ ડીસ્ક કોન્ફીગરેશન સાથે કાર્ડ રીડરને ઉપયોગમાં લેવાય ત્યારે આવા કાર્ડ આકસ્મિક રીતે ડીલીટ થયેલી તસવીરો અને વિડિયો રિકવર કરીને પ્રોફેશનલને કપરી સ્થિતિમાં આત્મવિશ્વાસ સાથે શૂટીંગ કરવાની સ્થિતિ ઉભી કરે છે.