સોમાણી સેરામિક્સ દ્વારા વડોદરામાં સોમાણી એક્સક્લુઝિવ શોરૂમ શરૂઃ ગુજરાતમાં મજબૂત વિસ્તરણ ચાલુ રાખ્યું છે રાજ્યમાં તેના નવા શોરૂમ સાથે હાજરી મજબૂત બનાવે છે

વડોદરા, ૨૩મી એપ્રિલ, ૨૦૧૮ઃ ભારતીય સેરામિક ઉદ્યોગમાં આગેવાનમાંથી એક સોમાણી સેરામિક્સ લિમિટેડ દ્વારા આજે જેતલપુર રોડ, અલકાપુરી ખાતે ગ્રાહક અનુકૂળ સ્થળે તેનો નવો સોમાણી એક્સક્લુઝિવ શોરૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ શોરૂમને ન્યૂ હોમ ડેકોર નામ અપાયું છે, જેનું ઉદઘાટન સોમાણી સેરામિક્સ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી સંજય કાલરા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ૧૭૦૦ ચો.ફૂ.નો સોમાણી એક્સક્લુઝિવ શોરૂમ ગ્રાહકોને સેરામિક વોલ અને ફ્‌લોર ટાઈલ્સ, પોલિશ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ, ગ્લેઝ્‌ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ, ડિજિટલ ટાઈલ્સ અને સેનિટરીવેર અને બાથ ફિટિંગ્સ સહિતની વિવિધ શ્રેણીઓમાં વ્યાપક પોર્ટફોલિયો પૂરો પાડશે.

આ લોન્ચ વિશે બોલતાં સોમાણી સેરામિક્સ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી સંજય કાલરાએ જણાવ્યું હતું કે અમને વડોદરામાં સોમાણી એક્સક્લુઝિવ શોરૂમ લાવવાની બેહદ ખુશી છે. મેકિંગમાં સ્માર્ટ સિટી તરીકે વડોદરા પ્રદેશમાં આર્થિક વિકાસ માટે કેન્દ્ર છે અને અમે બાથરૂમ્સની વાત આવે ત્યારે આર્કિટેક્ટ્‌સ, ડેવલપર્સ અને અંતિમ ઉપભોક્તાઓમાં પ્રથમ અગ્રતા બનવા માગીએ છીએ. આ લોન્ચ સાથે અમે ગુજરાતમાં અમારી પહોંચને વધુ મજબૂત બનાવીશું અને પ્રદેશમાં સેરામિક્સ અને સેનિટરીવેરની વધતી માગણીનો લાભ લઈ શકીશું.

તેમણે એમ પણ ઉમેર્યું કે સોમાણી સેરામિક્સ હાલમાં દુનિયામાં ટોચના ૧૦ સેરામિક્સ ખેલાડીમાંથી એક છે અને અમારું નેટવર્ક વિસ્તરણ કંપની માટે અમે ઘડી કાઢેલી એકંદર વૃદ્ધિની વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સોમાણી સેરામિક્સની ભારતભરમાં ૩૫૦થી વધુ શોરૂમ્સ સાથે સેરામિક્સ બ્રાન્ડ્‌સમાં દેશમાં વ્યાપક પહોંચ છે. કંપની ૨૦૧૮ના અંત સુધી દેશભરમાં ૧૦૦થી વધુ ફ્રેન્ચાઈઝી શોરૂમો શરૂ કરવા માટે સુસજ્જ છે.