સ્કેફલર ઈન્ડિયા લિ. દ્વારા ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કરાયા

સ્કેફલર ઈન્ડિયા લિ. દ્વારા ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કરાયા

મુંબઈઃ ૧૭ એપ્રિલ, ૨૦૧૮ઃ અગ્રણી ઈન્ડસ્ટ્રીયલ અને ઓટોમોટિવ સપ્લાયર સ્કેફલર ઈન્ડિયા લિમિટેડ દ્વારા આજે ઘોષણા કરાઈ હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટર માટેના પરિણામો માન્ય રાખવામાં આવ્યા છે.
જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮-૦૪-૧૮-
કુલ આવક (નેટ) ક્વાર્ટરમાં રૂ. ૫૪૫૮ મિલિયન નોંધાઈ છે જે અગાઉના ૨૦૧૭ના ક્વાર્ટર કરતાં ૧૪.૫ ટકા વધુ છે.
ઈબીટી આ ક્વાર્ટર માટે રૂ. ૯૮૧ મિલિયન વધુ નોંધાઈ છે, જે ૨૦૧૭ના ક્વાર્ટરમાં ટોટલ ઈનકમ (નેટ) કરતા ૧૮ ટકા વધુ છે.
આ ઉપરાંત આઈએનએ બેરિંગ્સ ઈન્ડિયા પ્રા. લિ., એલયુકે ઈન્ડિયા પ્રા. લિ. અને સ્કેફલર ઈન્ડિયા લિમિટેડ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ મર્જર સ્કીમ જાહેર કરાઈ હતી. સ્કેફલરઈન્ડિયા લિમિટેડ દ્વારા ત્રણ કંપનાઓના પ્રો-ફોર્મા આધારિત કોન્સોલિડેટેડ પરિણામો પણ પ્રકાશિત કરાયા હતા. પ્રો-ફોર્મા પ્રમાણે ક્વાર્ટર્લી (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮)ની કોન્સોલિડેટેડ ટોટલ ઈનકમ (નેટ) રૂ. ૧૧.૩૦ મિલિયન રહી છે જે ૨૦૧૭ના આ જ ગાળા કરતા ૧૬.૫ ટકા વધુ રહી છે.
સ્કેફલર ઈન્ડિયા લિમિટેડના પરિણામો અને પર્ફોર્મન્સ અંગે મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશ અરોરાએ કહ્યું હતું, ‘જેમ જેમ ઈકોનોમી વેગ પકડી રહી છે, અમે ૨૦૧૮ના પ્રથમ ક્વાર્ટરમાં સમગ્રપણે ગ્રોથના સાક્ષી બન્યા છીએ. અમારા બિઝનેસ ઓટોમેટિવ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ દ્વારા સારા પરિણામો અપાયેલા છે અને અમને આશા છે કે આ ગ્રોથ ચાલુ રહેશે. આથી એવું પણ લાગે છે કે જીએસટી અમલીકરણની અસરોને પણ અમે પાછળ રાખી દીધી છે.’