સ્કેફલર ઈન્ડિયા વિકલાંગ યુવતીઓને વડોદરામાં હોપ અંતર્ગત વોકેશનલ ટ્રેનીંગ આપી સશક્ત બનાવે છે

બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેનીંગ એકેડમી ‘નિટારા’ દ્વારા તેની ૨૩ પ્રોફેશનલ્સની પ્રથમ બેચ સંપન્ન કરવામાં આવી જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે

વડોદરા,૨૦૧૮ઃ સ્કેફલર ઈન્ડિયા લિમિટેડ (અગાઉ એફએજી બેરિંગ્સ ઈન્ડિયા લિ.)એ આજે તેની ૨૩ ગરીબ, વિકલાંગ અને મૂકબધિર મહિલાઓની પ્રથમ બેચનું સમાપન કર્યાની ઘોષણા કરી હતી, જેનું આયોજન તેના સશક્તિકરણ પ્રોજેક્ટ નિટારા દ્વારા હોપ અંતર્ગત કરવામાં આવ્યું હતું. સીએસઆર પ્રોગ્રામ ‘હોપ’ અંતર્ગત સ્કેફલર ઈન્ડિયાએ બ્યુટી અને વેલનેસ સર્વિસીઝમાં તાલીમ આપવા માટે વિકલાંગ (મૂકબધિર) યુવતીઓ માટે તકોના દ્વારા ખુલ્લા મૂક્યા છે. આ પ્રોગ્રામ સોશિયલ એન્ટરપ્રાઈઝ લેબરનેટની મદદ સાથે ચલાવવામાં આવે છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પુરૂષો, મહિલાઓ અને યુવાનોને ગુજરાન ચલાવવા માટે સક્ષમ રાખે છે.
હોપની એક મહત્ત્વપૂર્ણ ફિલોસોફીનો હેતુ રોજગારી માટે કૌશલ્ય પ્રદાન કરવા અને વધુ એમ્પ્લોયેબલ ઈન્ડિયન વર્કફોર્સ સર્જવા માટેનો છે. નિટારા મહિલાઓને સાંકેતિક ભાષામાં મેકઅપ અને હેર ડ્રેિંસંગ ટ્રેનીંગની કલા શીખવીને તેમને રોજગારી કમાવવાની સાતત્યપૂર્ણ તકો આપે છે. આ પ્રોગ્રામનું લક્ષ સ્કીલ બિલ્ડીંગ, સ્વરોજગારને સમર્થન આપીને તથા જોબ પ્લેસમેન્ટ દ્વારા મહિલાઓ માટે કમાણીની તકો આપવા પર રહે છે. નિટારાનો વિચાર જુલાઈ ૨૦૧૬ાં સ્કેફલર ઈન્ડિયાએ વિકલાંગ લોકોને સ્વાયત્ત બનાવવા માટે અને તેમની રોજગારીની તકો વધારવા માટે ડેમોન્સ્ટ્રેટિવ મોડેલ્સ સ્થાપવાના હેતુથી કરાયો હતો.
સ્કેફલર ઈન્ડિયાના સીઈઓ ધર્મેશ અરોરાએ કહ્યું હતું, ‘સ્કેફલર ઈન્ડિયા ખાતે અમે અનેક એવી તકો શોધીએ છીએ કે જેનાથી માનવ વિકાસમાં અમારી ઈનોવેટિવ ટેકનોલોજીસ દ્વારા યોગદાન આપી શકાય. આ સાથે જ અમે સમાનપણે જીવનધોરણમાં સુધારો, ટેકનોલોજી એનેબલર્સથી આગળ જઈને અને એક અલગ તફાવત સર્જીને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરીએ છીએ. ‘હોપ’ દ્વારા અમે જ્યાં કાર્યરત છીએ ત્યાંના સમુદાયોના કલ્યાણ માટે કામ કરવા આતુર રહીએ છીએ. આજીવિકા એ ગરીબી સામે લડવાનું સાધન છે અને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સમાં તે સામેલ છે અને આ પ્રોગ્રામ મૂળભૂત માનવ અધિકારો સાથે નજીકથી સંકળાયેલ છે.’
પોતાના ઈમ્પ્લીમેન્ટેશન પાર્ટનર લેબરનેટની મદદથી નિટારા ૬ મહિનાના ડિપ્લોમા કોર્સ દ્વારા કે જેમાં ૩ મહિનાનો એનએસડીસી સર્ટિફિકેશન કોર્સ બ્યુટી થેરાપિસ્ટ અને હેર સ્ટાઈલિસ્ટ માટેનો છે તેના દ્વારા ઓન જોબ થિયેટ્રીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે.