સ્ટાઇલિશ યુગલ ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે તેમજ પ્લેટિનમ ઇવારા સાથે સ્ટાઇલ સ્પોટિંગ

 

અમદાવાદ, 5 એપ્રિલ, 2018 ઉનાળાની લગ્નસરાની મોસમ આવી ગઈ છે. જો તમને એમ લાગતું હોય કે તમારે વૈશ્વિક ફેશનનું સ્તર ધરાવતાં દાગીનાલેવાછેકેજેતમનેએકદમ નવો અને આધુનિક લૂક આપે તો અમદાવાદનાં એબી જ્વેલ્સ સ્ટોરમાં પધારો.

નવું પ્લેટિનમ ઇવારા કલેક્શન એકદમ આધુનિક છે. અહીં બનાવવામાં આવેલી ઘરેણાંની ડિઝાઇન કોઈ પણ પ્રકારનાં વસ્ત્રપરિધાન સાથે ભળી જાય તે પ્રકારની છે. પ્લેટિનમ ઇવારા એ તમારું પોતાનું એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે.

નવપરિણિત યુગલ ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ આજે પ્લેટિનમ ઇવારાનાં આ નવાં કલેક્શનનું ઉદઘાટન કર્યું હતું. આ કલેક્શનમાંથી તેમણે પોતાનાં મનપસંદ ત્રણ ઘરેણાં લીધાં હતાં. આસુંદર યુગલ સાથે એબી જ્વેલ્સનાં ડિરેક્ટર મનોજ સોની અને ઇન્ડિયા પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલનાં મેનેજિંગ ડિરેક્ટર વૈશાલી બેનરજી પણ ઉદઘાટનમાં જોડાયાં હતાં.

પોતાનાં મનપસંદ દાગીનાં લેતી વખતે સાગરિકાનાં મુખ ઉપર સતત સ્મિત ઝર્યાં કરતું હતું. તેણે જણાવ્યું હતું કે મારાં લગ્નની ખરીદી માટે પણ મેં પ્લેટિનમ ઇવારા ઉપર પસંદગી ઉતારી હતી. મારું એવું માનવું છે કે પ્લેટિનમનાં દાગીનાં ગમે તેવાં વસ્ત્રપરિધાન ઉપર દીપી ઉઠે છે અને અલગ તરી આવે છે. આ ડિઝાઇન્સ એકદમ સુંદર અને અનોખી છે. આટલાં બધાં દાગીનામાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. જેમ કે આ કલેક્શનમાં એક બ્રાન્ડેડ નેકલેસ છે તેને હું સાંજના ડ્રેસ સાથે અથવા તો એકદમ સાદી સાડી ઉપર પણ પહેરી શકું છું.

પ્લેટિનમનાં દાગીનાની એક ખાસિયત એ છે કે તમે તેને એકદમ સાદાં વસ્ત્રો ઉપર પણ પહેરોતોતમારુંવ્યક્તિત્વ દીપી ઉઠે છે. પ્લેટિનમ ઇવારાનાં નવાં કલેક્શનમાં નવવધૂઓ માટે વૈશ્વિક કક્ષાની મોડર્ન ફેમિનાઇન શૈલીનાં અને વરરાજા માટે બોલ્ડ મિનિમાલિઝમ પ્રકારનાં દાગીનાં છે. આ તમામ દાગીનાં લગ્ન પહેલાંનાં જીવન માટે અને લગ્ન બાદનાં જીવન માટે પણ એટલાંજ સાનુકૂળ છે. જ્યારે પુરુષો માટેનાં દાગીનાં પણ ખૂબ જ સુંદર ડિઝાઇન અને શૈલી ધરાવતાં બનાવવામાં આવ્યાં છે.

ઝહીર ખાને પોતાનાં પસંદ કરેલાં દાગીના અંગે જણાવ્યું હતું કે મને પ્લેટિનમની લૂક અને ફીલ બંને ગમ્યાં મને સાદી તેમજ સ્ટાઇલિશ ચેન ખૂબ જ ગમે છે. તેને હું સાદા અને સરળ એવાં લિનનાં શર્ટ ઉપર પહેરી શકું છું. જો તમે સુટ કે ભારતીય શૈલીનાં વસ્ત્રો પહેરો તો પણ પ્લેટિનમનાં દાગીનાં તેના ઉપર સારા લાગે છે.

એબી જ્વ્લેસનાં ડિરેક્ટર મનોજ સોનીએ જણાવ્યું હતું કે ઝહીર અને સંગીતા અમારા સ્ટોરમાં આવ્યાં તે વાતનો અમને આનંદ છે. અમારા ગ્રાહકોનો વૈશ્વિક કક્ષાની ડિઝાઇન ધરાવતી પ્લેટિનમ જ્વેલરી ખરીદવામાં રસ વધી રહ્યો છે. આજકાલનાં યુગલોને યુનિવર્સલ અપિલ ધરાવતી ડિઝાઇન અને તે પ્રકારે બનાવવામાં આવેલાં દાગીનાં વધારે પસંદ પડે છે. આજે ઝહીર અનેસાગરિકા દ્વારા જે ઘરેણાં પસંદ કરવામાં આવ્યાં છે તે એ બાબતને સાબિત કરે છે આજકાલ લોકોને ખાસ પ્રકારની ડિઝાઇન અને પ્લેટિનમનાં બનેલાં દાગીનાં પસંદ છે.

પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલનાં એમડી વૈશાલી બેનરજીએ જણાવ્યું હતું કે પ્લેટિનમ ઇવારાનાં દાગીનાં ભારતીય યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આજની પેઢીને વ્યક્તિગત ડિઝાઇન અને અનોખી ડિઝાઇન પસંદ છે. આ કલેક્શનને કારણે અમારાં ગ્રાહકોને વૈશ્વિક કક્ષાની ડિઝાઇન પસંદ કરવાની તક આપે છે.

પ્લેટિનમ ઇવારાની રેન્જમાં નવવધૂઓ માટે નેકલેસ, ઇયરિંગ્સ, બ્રેસલેટ્સ અને વરરાજા માટે ચેઇન અને બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે. આ કલેક્શનમાંથી નવપરિણિત યુગલને માતા-પિતા, સાસુ-સસરાકે વડીલો ભેટમાં પણ આપી શકે છે.

પ્યોરિટી એશ્યોરન્સ પ્રોગ્રામ

પ્લેટિનમ ઘરણાંની શુદ્ધતા અંગે ગ્રાહકોને ખાતરી આપવા માટે પ્લેટિનમ ગિલ્ડ ઇન્ડિયા પ્રા. લિ.એ ટ્રસ્ટ એવર એશ્યારન્સ સર્વિસિઝ એલએલપીની નિમણૂક ક્વોલિટી એશ્યોરન્સ સ્કિમનું ઓડિટ અને તેની દેખરેખ રાખવા માટે કરી છે. આ યોજના અંતર્ગત ભારતમાં રહેલી તમામ અધિકૃત પ્લેટિનમ જ્વેલરી ક્વોલિટી એશ્યોરન્સ કાર્ડ સાથે આવે છે. જેમાં ઘરેણાંની અંદરની બાજુએ પીટી 950નો માર્ક આપવામાં આવ્યો હોય છે. તેમાં બાયબેક પ્રોગ્રામની પણ ખાતરી આપવામાં આવે છે.