સ્ટાર ઉત્સવ દ્વારા એપ્રિલમાં શોની પાવર પેક્ડ લાઈપ અપ જાહેર!

સ્ટાર ઉત્સવ દ્વારા એપ્રિલમાં શોની પાવર પેક્ડ લાઈપ અપ જાહેર!અથવાસ્ટાર ઉત્સવની ઉત્તમ શો લાઈન અપ સાથે એપ્રિલની ઉજવણી કરવા પધારો!

~ ચેનલે તેના દર્શકોને તાજગીપૂર્ણ અને યુવા કન્ટેન્ટ આપવા માટે 3 નવા શો રજૂ કર્યા ~

મુંબઈ, —-, 2018- લોકપ્રિયતામાં નં. 2 સ્થાન પર ઊભરી આવતાં ભારતની અવ્વલ એફટીએ ચેનલ સ્ટાર ઉત્સવ, સ્ટાર નેટવર્ક હેઠળ, હવે તેના દર્શકોને મનોરંજનનો રોજનો ડોઝ આપવા માટે 3 અત્યંત સરાહના કરાયેલા શો લાવી રહી છે. વીરા, રબ્બા વે અને કૈસા યે ઈશ્ક હૈ નામે આ શો સાથે ચેનલ સમુદાયોને સ્પર્શે તેવી રસપ્રદ વારતારેખા અને કન્ટેન્ટ લાવવા માટે વચનબદ્ધ છે અને દર્શકો સાથે તાત્કાલિક જોડાણ બનાવે છે.

ભાઈ અને બહેન વચ્ચે વિશેષ જોડાણ પ્રદર્શિત કરવા એક વીર કી અરદાસ… વીરા હૃદયસ્પર્શી શો છે, જે રણવિજય અને તેની સાવકી બહેન વીરાના પ્રવાસ ફરતે વીંટળાયેલો છે. શિવિન નારંગ અને દિગંગાના સૂર્યવંશી દ્વારા અનુક્રમે ભૂમિકા ભજવવામાં આવી છે, જેઓ સુંદર રીતે બે પાત્રો વચ્ચેના સંબંધો આગળ લાવે છે. સ્નેહા વાઘ રણવિજયની માતાની ભૂમિકા ભજવી રહી છે, જેણે પોતાના પતિના પ્રેમી બાળક વીરા સામે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે. શો હાલમાં પ્રસારણ થઈ રહ્યો છે અને બધી ઉંમરના દર્શકોએ વ્યાપક રીતે વધાવી લીધો છે.

ટેલિવિઝનના નામાંકિત કલાકાર બરુણ સોબતી અને સનાયા ઈરાણી દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવા સાથે આ શો રબ્બા વે ચેનલના દર્શકોને મોહિત કરવા માટે સુસજ્જ છે. વારતા ખુશી આસપાસ વીંટળાયેલી છે, જે લખનૌની અનાથ, મધ્યમ વર્ગની છોકરી છે અને સંપત્તિ વેપાર દિગ્ગજ અર્ણવ સિંગ રાયઝાદાની દીકરી છે. આરંભિક એપિસોડમાં દર્શકોને ભાવનાત્મક પળો જોવા મળી હતી જ્યારે હવે ખુશી અને અર્ણવ વચ્ચેના સંબંધો ફરતે વારતા વીંટળાયેલી છે. વારતા આગળ વધે છે તેમ સંબંધોમાં નવા પડાવ આવતા જોવા મળે છે અને ધિક્કાર હવે આકર્ષણમાં ફેરવાઈ રહ્યો છે. આ શોનું પ્રસારણ થઈ ચૂક્યું છે, જે રોજ સાંજે 7 વાગ્યાથી માણી શકાય છે.

કૈસા યે ઈશ્ક હૈ હરિયાણાના ગામની પાર્સ્વભૂમિમાં સ્થાપિત નવા યુગની પ્રેમકથા છે, જે શહેરી આત્મા અને દેશી હૃદયની વાત છે. આ વારતા યુવતી સિમરનની વારતા છે, જે અત્યંત લોકપ્રિય સુકૃતિ કંડપાલ દ્વારા ભજવવામાં આવી રહી છે અને હરિયાણ્વી છોકરો રાજવીરની ભૂમિકા ગૌરવ બજાજે ભજવી છે. વિરુદ્ધ આકર્ષણનો ઉત્તમ દાખલો તેઓ દર્શકોને પતિ રાજવીર અને તેના વારસાગત હરિયાણ્વી પરિવાર સાથે સંબંધોમાં પ્રવાસ કરાવે છે, જયાં તે માન્યતાઓ અને મૂલ્યોમાં વિસંગતી છતાં મન જીતે છે. આ શો હાલમાં પ્રસારિત થઈ રહ્યો છે રોજ સાંજે 7.30 વગ્યાથી.

આ શો બધી ઉંમરના દર્શકોમાં રસ જગાવી રહ્યો છે અને પરિવારોને એકત્ર લાવી રહ્યો છે. સ્ટાર ઉત્સવ દર્શકોને  એપ્રિલથી તેમના ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખી રહ્યો છે.

જોતા રહો સ્ટાર ઉત્સવ આ એપ્રિલમાં તમારા મનગમતા શો જોવા માટે!