સ્વિડનમાં મોદીનું અતિશાનદાર સ્વાગત કરાયું

સ્વિડનમાં મોદીનું અતિશાનદાર સ્વાગત કરાયું
ભારત-સ્વિડનની વચ્ચે થયેલી જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશીપ
મોદીની સ્વિડિસ વડાપ્રધાન સાથે સફળ મંત્રણા : ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે,આઈસલેન્ડના વડાપ્રધાન સાથે પણ ચર્ચા

સ્ટોકહોમ,તા. ૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વિડનમાં રોકાયા હતા અને સ્વિડનના વડાપ્રધાન સ્ટીફન લાવેન સાથે મોદીએ સફળ મંત્રણા પણ યોજી હતી. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પણ યોજી હતી. ભારત અને સ્વિડને જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશીપ અને જોઇન્ટ એક્શન પ્લાન ઉપર હસ્તાક્ષર કર્યા હતા. સ્ટોકહોમમાં બંને દેશોએ સાથે મળીને ઇન્ડિયા-નોર્ડિક સમિટનું આયોજન કર્યું હતું. આ સમિટમાં ફિનલેન્ડ, નોર્વે, ડેનમાર્ક અને આઈસલેન્ડના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની સાથે મોદીએ સફળ વાતચીત પણ કરી હતી. આજે દિવસ દરમિયાન તેમના ભરચક કાર્યક્રમો રહ્યા હતા. વેપારીઓ સાથે પણ મોદીએ વાતચીત કરી હતી. બંને દેશો ડિફેન્સ અને સુરક્ષા સહકાર સંબંધોને મજબૂત કરવા તૈયાર થયા છે. ભારત અને સ્વિડન સાયબર સિક્યુરિટીને વધારવા માટે તૈયાર થયા છે. સ્વિડિશ વડાપ્રધાને ગ્લોબલ પાવર તરીકે ભારતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, બંને દેશો પરફેક્ટ મેચ ધરાવે છે. મોદીએ સ્ટોકહોમમાં સ્વિડિશ સીઈઓ સાથે પણ વાતચીત કરી હતી જેમાં ભારતમાં રહેલી તકો અંગે વાત કરી હતી. અગાઉ ઇન્ડો-નાર્ડિક સંમેલનમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રા શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સ્વીડન પહોંચી ગયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે ૯.૩૦ વાગે સ્વીડન પહોંચ્યા બાદ તેમનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લાવેન પોતે વિમાનીમથકે પહોંચ્યા હતા. સોમવારે મોડી રાત્રે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ પહોંચ્યા હતા. અહીં તેમનુ ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમના સમકક્ષ સ્ટીવન તેમને લેવા માટે સ્ટોકહોમ આર્લાડા વિમાનીમથકે પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નિકળ્યા બાદ વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે પહોંચેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. ભવ્ય સ્વાગત વચ્ચે મોદીએ ભારતીય લોકોની સાથે પણ હાથ મિલાવ્યા હતા. મોદી ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા હતા. આજે સવારે મોદી સ્વીડનના રાજા કાર્લ ૧૬માં ગુસ્તાફને મળ્યા હતા. ત્યારબાદ અન્ય કાર્યક્રમમાં પણ મોદી સતત વ્યસ્ત રહ્યા હતા. બન્ને દેશોના વડાપ્રધાનની શિખર મંત્રણા ખુબ ઉપયોગી છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનના પ્રવાસે પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેનાર છે. કાર્યક્રમ મુજબ ૧૮મી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દિવસ દરમિયાન દ્ધિપક્ષીય મંત્રણામાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સ તેમના માટે એક ઇવેન્ટનુ આયોજન કરનાર છે. આ ઇવેન્ટમાં ભારત-બ્રિટનની વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર પર રજૂઆત કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી એપ્રિલના દિવસે લંડન પહોંચશે. ૧૮મી એપ્રિલના દિવસે તેઓ રાત્રી ગાળામાં ટરીઝાની સાથે ભોજન કાર્યક્રમમાં ભાગ લેશે. ૧૯મી એપ્રિલના દિવસે મોદી મહારાનીની સાથે રાત્રી ભોજન માટે બંકિગમ પેલેસ પહોંચનાર છે. ૫૨ દેશોના વડાઓ પૈકી મોદી એવા એકલા વડાપ્રધાન રહેશે જેમને ત્યાં લિમોજીન કારમાં મુસાફરી કરવાની તક મળશે. જ્યારે અન્ય દેશોના નેતા સમિટ દરમિયાન બસથી યાત્રા કરશે. આની સાથે જ મોદી એવા ત્રણ નેતામાં સામેલ છે જેમને બંકિગહામ પેલેસમાં મહારાની સાથે અંગત મુલાકાતની તક આપવામાં આવી રહી છે. મોદીની બ્રિટન યાત્રા પર હવે દેશના તમામ રાજકીય પક્ષોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તેમના બ્રિટનમાં ભરચક કાર્યક્રમ રહેલા છે.