the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હવે એલેક્સા મારફતે જનરલ ઇન્સ્યોરન્સ સંબંધિત સહાય મેળવો

એચડીએફસી અર્ગોએ એમેઝોનના એલેક્સા ઉપર ડીઆઇએ – એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ સર્વિસ લોન્ચ કરી

મુંબઇ, ૪ એપ્રિલ, ૨૦૧૮ઃ ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજા ક્રમની સૌથી મોટી નોન-લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ એમેઝોનની ક્લાઉડ આધારિત વોઇસ સર્વિસ એલેક્સા ઉપર પોતાના એઆઇ સજ્જ ચેટબોટ ડીઆઇએ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એલેક્સા ઉપર ડીઆઇએની ઉપસ્થિતિ દ્વારા ગ્રાહકોને ૨૪ કલાક અને ૭ દિવસ સહયોગ આપવાની સાથે-સાથે તેમના પ્રશ્નોનું સમાધાન કરાશે અને પરિણામે એચડીએફસી અર્ગો સાથે ગ્રાહક સેવાના અનુભવમાં પણ વધારો કરવામાં મદદ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારત ઝડપથી ડિજિટાઇઝેશન અને ઓટોમેશનની દિશામાં આગળ વધી રહ્યું છે. ડેલોઇટના તાજેતરના અહેવાલ મૂજબ ભારત કનેક્ટેડ ડિવાઇસનું હબ બની રહ્યું છે અને દેશનું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) માર્કેટ વર્ષ ૨૦૨૦ સુધીમાં વધીને ૯ બિલિયન ડોલરે સ્પર્શશે. અદ્યતન ટેકનોલોજી અને ડિજિટાઇઝેશનના યુગમાં ગ્રાહકો કંપનીઓ સાથે વિવિધ ચેનલ્સ મારફતે સંપર્ક કરે છે અને તેમની જરૂરિયાતોનો ઝડપી ઉકેલ ઇચ્છે છે. આથી વીમા કંપનીઓએ ગ્રાહક સાથે મજબૂત સંપર્ક વિકસાવવાનું સુનિશ્ચિત કરવું જ પડશે.

આ બાબતને લક્ષ્યમાં રાખતાં એચડીએફસી અર્ગો દ્વારા એમેઝોનના વોઇસ પ્લેટફોર્મ એલેક્સા ઉપર ડીઆઇએ, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોટ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. આ નવું પ્લેટફોર્મ એચડીએફસી અર્ગોના ગ્રાહકોને વોઇસ કમાન્ડના ઉપયોગ સાથે તેમની વીમા પોલીસી સંબંધિત માહિતી ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદરૂપ બબનશે. ડીઆઇએ ૨૪ કલાક અને સાત દિવસ ગ્રાહક સેવા પૂરી પાડીને તથા ગ્રાહકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવીને ગ્રાહકો માટે સામાન્ય વીમાની સુવિધા વધુ સરળ બનાવશે.

નવી સર્વિસના લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના એમડી અને સીઇઓ શ્રી રિતેશ કુમારે જણાવ્યું હતું કે, “એચડીએફસી અર્ગો ખાતે અમે યુઝર એક્સપિરિયન્સને પુનઃવ્યાખ્યાયિત કરવા અને ગ્રાહકોના લાભાર્થે સતત નવા ઇનોવેશન ઉપર કેન્દ્રિત છીએ. અમારું માનવું છે કે ટેકનોલોજી સાથે માનવીના સંપર્કમાં નોંધપાત્ર પરિવર્તાન આવી રહ્યું છે. અમારા એઆઇ ચેટબોટ ડીઆઇએનું એલેક્સા સાથે જોડાણ થતાં ગ્રાહકોને વોઇસ ઇન્ટરફેસના ઉપયોગથી વીમા સંબંધિત સેવાઓ માટે એચડીએફસી અર્ગો સાથે સંપર્ક વિકસાવવામાં અનુકૂળતા મળશે.”