હવે તમારી કાર હાનિગ્રસ્ત થાય તો પણ તમારો પ્રવાસનો નિત્યક્રમ યથાવત રાખો!

મુંબઈ, ૧૨મી એપ્રિલ, ૨૦૧૮- ખાનગી ક્ષેત્રમાં ભારતની તૃતીય સૌથી વિશાળ બિન- જીવન વીમા પ્રદાતા ચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપની દ્વારા ઓવરનાઈટ વેહિકલ રિપેર સર્વિસ રજૂ કર્યાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સેવા ગ્રાહકોને રાતોરાત તેમની કાર વ્યાવસાયિક રીતે રિપેર કરાવી દેશે, જેને લીધે તેમના નિત્યક્રમના પ્રવાસને અને વેહિકલ ડાઉનટાઈમને કોઈ અસર થશે નહીં.

નવી સેવા ગ્રાહકોને સુવિધા આપશે અને તેમનું વાહન બીજા જ દિવસે તૈયાર થઈ જાય તેની ખાતરી રાખશે. ઉપરાંત આ નવી સેવા ગ્રાહકોને અસુવિધાથી બચાવવા સાથે તેમના વાહનની ગેરહાજરીમાં પ્રવાસનો ખર્ચ અને ગેરેજ સુધી લાવવા- લઈ જવાની ઝંઝટ પણ ટાળશે. ઓવરનાઈટ વેહિકલ રિપેર સર્વિસ હાલમાં ખાનગી કાર અને ટેક્સીઓ માટે ઓફર કરવામાં આવે છે.

નવી સેવા રજૂ કરવા વિશે બોલતાં એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટના સભ્ય શ્રી અનુરાગ રસ્તોગીએ જણાવ્યું હતું કે ગ્રાહકોએ તેમના રોજના નિત્યક્રમનું ધ્યાન રાખવાનું રહેતું હોવાથી તેમની કાર સમારકામ કરાવવાની હોય તો સંઘર્ષ કરવો પડે છે. એચડીએફસી એર્ગોમાં અમે હંમેશાં એવા નવા વિચારો અને ખોજની તલાશ કરીએ છીએ, જે અમારા ગ્રાહકોને નિશ્ચિંતતા આપવાની ખાતરી રાખે. ઓવરનાઈટ વેહિકલ રિપેર સર્વિસ ગ્રાહકોને નિયમિત પ્રવાસના કલાકો પછી તેમની કાર સમારકામ કરાવવામાં મદદરૂપ થશે અને સમારકામ થઈ ગયા પછી ઘેરબેઠા મૂકી જવાશે, જેને લીધે બીજા જ દિવસથી તેઓ ફરી કારનો ઉપયોગ કરી શકશે અને આ રીતે તેમના નિત્યક્રમના પ્રવાસ સાથે તેમને બાંધછોડ નહીં કરવી પડે.

ઓવરનાઈટ વેહિકલ રિપર્સ સર્વિસ મેળવવા માટે ગ્રાહકોએ એચડીએફસી એર્ગો પાસે દાવો નોંધાવવાનો રહેશે અને હાનિગ્રસ્ત વાહના ફોટો મોકલવાના રહેશે. આ સેવા અમુક કલાકોમાં પૂર્ણ કરી શકાય તેવાં ફક્ત નાનાં સમારકામો માટે લાગુ છે. આથી ગ્રાહકો જો આ સેવાની વિનંતી કરે તો તેમને વહેલો તે પહેલો ધોરણે અગ્રતા અપાશે, કારણ કે નિયુક્ત વર્કશોપ રાત્રિ દીઠ મર્યાદિત સંખ્યામાં જ કાર સમારકામ કરવા માટે સુસજ્જ છે. આવશ્યક સમારકામને આધારે વાહનનું પિક-અપ ઓવરનાઈટ રિપેર્સ માટે નિર્ધારિત કરાશે અને બીજા જ દિવસે સવારે ગ્રાહકોને ઘેરબેઠાં પહોંચી અપાશે.

હાલમાં ઓવરનાઈટ રિપેર્સ સર્વિસ દિલ્હી, ગુરગાવ, મુંબઈ, નાગપુર, પુણે, સુરત, વડોદરા, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં શરૂ કરાઈ છે. તે આગળ જતાં વધુ શહેરોમાં વિસ્તારવામાં આવશે.