હવે મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં કંગના ફરી રાજકુમાર સાથે

હવે કંગના રાણાવતે ફિલ્મ મર્ણિકર્ણિકા માટે શુટિંગ પૂર્ણ કરી લીધુ છે : મિશેલ, ઓપરા સાથે કંગના નજરે પડશે

 

મુંબઇ,તા. ૨
એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં એક ફિલ્મ મેન્ટલ હે ક્યાં અને બીજી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનો સમાવેશ થાય છે. મણિકર્ણિકા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે તમામ નવા કલાકારોને રાખવામાં આવ્યા છે. કંગના રાણાવત ઝાંસીની રાણીની ભૂમિકામાં નજરે પડનાર છે. મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. ક્વીન બાદ બન્નેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. હવે તે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની પત્નિ મિશેલ ઓબામા અને લોકપ્રિય હોસ્ટ અને અભિનેત્રી ઓપરા વિનફ્રેની સાથે એક સાથે સ્ટેજ પર નજરે પડનાર છે. આને લઇને કંગના ખુબ ઉત્સાહિત પણ છે. કંગના ન્યુજર્સીમાં આયોજિત કરવામાં આવેલા ગાંધી ગોઝ ગ્લોબલના કાર્યક્રમમાં ભાગ લેનાર છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના પ્રભાવશાળી લોકોને બોલાવવામાં આવ્યા છે. કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તેનુ કહેવુ છે કે મિશેલ અને ઓપરા જેવી હસ્તીઓની સાથે સ્ટેજ શેયર