હિન્દી ભાષા બોલતા દર્શકોને સાંકળવા એનબીએ દ્વારા ‘સ્વેગ કા ખેલ’ કેમ્પેઇન લોન્ચ કરાયું

હિન્દી ભાષા બોલતા દર્શકોને સાંકળવા એનબીએ દ્વારા ‘સ્વેગ કા ખેલ’ કેમ્પેઇન લોન્ચ કરાયું

– અમદાવાદમાં ૨૧મી એપ્રિલના શનિવાર અને ૨૨મી એપ્રિલ રવિવારના રોજ આલ્ફા મોલ ખાતે એનબીએના ઓન-ગ્રાઉન્ડ એક્સપિરિયન્શલ ઝોનનો હિસ્સો બનો નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (એનબીએ) અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ (એસપીએન)એ દેશના હિન્દી ભાષા બોલતા દર્શકોને લક્ષ્યમાં રાખીને ‘સ્વેગ કા ખેલ’ કેમ્પેઇન લોન્ચ કર્યુ ંછે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય હિન્દી ભાષામાં વાતચીતને પ્રધાન્ય આપતા દર્શકોને સાંકળવાનો છે.

આ ૩૬૦ ડિગ્રી માર્કેટિંગ કેમ્પેઇન દેશના ૧૪ શહેરોમાં ટેલીવિઝન, રેડિયો, ઓનલાઇન અને આઉટડોર માધ્યમ ઉપર લોન્ચ કરાશે અને દર્શકો સુધી સંપર્ક વિકસાવવામાં આવશે. અમદાવાદમાં આલ્ફા મોલ ખાતે ૨૧મી એપ્રિલ શનિવાર અને ૨૨મી એપ્રિલના રવિવારના રોજ ઓન-ગ્રાઉન્ડ એક્વિટિવેશન કરાશે. અહીં ઇન્ટરેક્ટિવ ઝોનમાં બાસ્કેટબોલમાં સહભાગીતા અને નિપૂંણકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં સહભાગીઓ એનબીએ અરેનામાં પ્રવેશીને રમી શકશે તથા એનબીએ જર્સી સહિતની આકર્ષક પ્રાઇઝ પણ જીતવાની તક મેળવશે. પ્રેક્ષકોને આકર્ષિત કરવા માટે પ્રતિભાશાળી બાસ્કેટબોલ ટ્રિકસ્ટાર રાયન રોબિન્સન કેટલીક ફ્રીસ્ટાઇલ બાસ્કેટબોલ મૂવ્ઝ પણ પર્ફોર્મ કરશે.
આ કેમ્પેઇન ટીયર-૨ માર્કેટ્‌સમાં લીગની લોકપ્રિયતાને વિસ્તારવાની તકને વધુ બળ આપશે. ઉલ્લેખનીય છે કે ગેમ સાથે દર્શકોને સાંકળવાના ઉદ્દેશ્ય સાથે પ્લેઓફ એનબીએ ૨૦૧૬-૧૭ સિઝનમાં હિન્દી ગેમ કોમેન્ટ્રી કરાઇ હતી તેમજ સ્વેગ કા ખેલ કેમ્પેઇનમાં મહત્વપૂર્ણ સ્થળો ઉપર ઓન-ગ્રાઉન્ડ એક્સપિરિયન્શલ ઝોન સહિતની પ્રવૃત્તિઓને સામેલ કરાઇ છે. સોની ટેન ૩ અને સોની ટેન ૩ એચડી ચેનલ્સ ઉપર દરેક વિકેન્ડમાં હિન્દી કોમેન્ટ્રી સાથે એનબીએ ગેમ્સનું પ્રસારણ કરવામાં આવે છે. નેટવર્ક દૈનિક અને સાપ્તાહિક એનબીએ સ્ટુડિયો શોનું પ્રસારણ જાળવી રાખશે તથા એનબીએ ટીવીમાંથી હાઇલાઇટ્‌સ અને ડેઇલી કન્ટેન્ટને પણ તેમાં આવરી લેવાય છે. આમાં ટીમ પ્રિવ્યૂ અને રિકેપ શોનો પણ સમાવેશ થાય છે. દરરોજ ૩૦-મીનીટ હાઇલાઇટ પ્રોગ્રામને સિઝનના દરેક દિવસે પ્રાઇમટાઇમ દરમિયાન પ્રસારિત કરાશે. વિકલી સ્ટુડિયો શો – એનબીએ વિકલી લોકલ એન્કર દ્વારા હોસ્ટ કરાય છે અને તેમાં પાછલા સપ્તાહ દરમિયાન એનબીએ સંબંધિત તમામ અપડેટ દર્શાવાશે. એનબીએ અને એસપીએનના સ્પોટ્‌ર્સ ક્લસ્ટર પણ લોકલ લાઇવ એનબીએ રેપઅરાઉન્ડ શો એનબીએ અરાઉન્ડ ધ હૂપને દર વિકેન્ડમાં દર્શાવશે અને તેમાં દર્શકોને રમતની વધુ નજીક લાવવાનો પ્રયાસ કરાશે. બાસ્કેટબોલના નિષ્ણાંતોની એક પેન પ્રોગ્રામનું સંચાલન કરશે અને તેઓ નવા એનબીએ ન્યુઝ સંબંધિત વિશ્લેષણ અને અન્ય માહિતી પૂરી પાડશે.