હિરો મોટોકોર્પે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૭,૫૮૭,૧૩૦ યુનિટ્‌સ ટુ-વ્હીલરના વેચાણ સાથે રેકોર્ડ સ્થાપ્યો

માર્ચ ૨૦૧૮માં ૭૩૦,૪૭૩ યુનિટ્‌સના વેચાણ સાથે સૌથી વધુ માસિક વેચાણ, ૨૦ ટકાની વૃદ્ધિ

 

 

“નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ ઉંચી વૃદ્ધિનો સમય રહ્યો છે, જેમાં હિરો મોટોકોર્પે ઘણી સિદ્ધિ હાંસલ કરીને ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં નવા કિર્તીમાન સ્થાપ્યાં છે.”

“કેલેન્ડર વર્ષ ૨૦૧૭ અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં વાર્ષિક ૭ મિલિયન યુનિટ્‌સના ઐતિહાસિક વેચાણ સાથે હિરો મોટોકોર્પ ગ્રાહકોની પસંદગીની બ્રાન્ડ રહી છે. વૈશ્વિક વેચાણમાં વધારાને પરિણામે વૈશ્વિક વિસ્તરણની યોજનાઓને પણ બળ મળ્યું છે.”

“અમે અમારા ગ્રાહકો માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પ્રોડક્ટ્‌સ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી ઉત્પાદન ક્ષમતાઓમાં અને વિસ્તરણમાં વધારો કરવા કટીબદ્ધ છીએ.”

પવન મુંજાલ
ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, હિરો મોટોકોર્પ

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા હિરો મોટોકોર્પ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૭.૫૯ મિલિયન (૭૫ લાખ) યુનિટ્‌સ મોટરસાઇકલ અને સ્કૂટર્સના વેચાણની જાહેરાત કરી છે, જે ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ છે.

હિરો મોટોકોપ્રે નાણાકીય વર્ષ ૨૦૧૮ (એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮) દરમિયાન સૌથી વધુ ૭,૫૮૭,૧૩૦ યુનિટ્‌સનું સૌથી વધુ વાર્ષિક વેચાણ કર્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭ના ૬૬,૬૪,૨૪૦ યુનિટ્‌સ ટુ-વ્હીલર્સના વેચાણની સામે ૧૪ ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.

આ ઉપરાંત હિરો મોટોકોર્પે માર્ચ, ૨૦૧૮માં માસિક ધોરણે સૌથી વધુ ૭૩૦,૪૭૩ યુનિટ્‌સનું વેચાણ કર્યું છે, જે માર્ચ, ૨૦૧૭ના ૬૦૯,૯૫૧ યુનિટ્‌સની તુલનામાં ૨૦ ટકાની વૃદ્ધિ સૂચવે છે.

માર્કેટની ભાવિ માગને લક્ષ્યમાં રાખીને હિરો મોટોકોર્પે નાણાકીય વર્ષમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે રોકાણ કર્યું છે. માર્ચ, ૨૦૧૮માં કંપનીએ આન્ધ્ર પ્રદેશના ચિત્તોરમાં આઠ ઉત્પાદન એકમ ખાતે નિર્માણ કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ વધારાની ક્ષમતાઓ સાથે કંપનીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૧ મિલિયન યુનિટ્‌સને સ્પર્શશે. દ્ગાલમાં કંપની પાસે વાર્ષિક ૯.૨ મિલિયન યુનિટ્‌સની સ્થાપિત ક્ષમતાઓ છે.

કમ્યુટર સેગમેન્ટમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવતા કંપનીએ નાણાકીય વર્ષના ત્રીજ ત્રિમાસિકગાળામાં ત્રણ નવી બાઇક્સ – પેશન પ્રો, પેશન એક્સપ્રો અને સુપર સ્પ્લેન્ડર લોન્ચ કર્યાં છે. આ ઉપરાંત કંપની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નવા લોન્ચની પણ યોજના ધરાવે છે, જે અંતર્ગત કંપની પ્રિમિયમ મોટરસાઇકલ અને સ્કૂટર સેગમેન્ટમાં ચાર નવી પ્રોડક્ટ્‌સ – એક્સટ્રીમ ૨૦૦આર અને એક્સપ્લસ મોટરસાઇકલ્સ તેમજ ડ્યુએટ ૧૨૫ અને મેસ્ટ્રો એજ ૧૨૫ સ્કૂટર્સ લોન્ચ કરશે,

હિરો મોટોકોર્પ ઘરેલુ મોટરસાઇકલ સેગમેન્ટમાં ૫૦ ટકાથી વધુ બજાર હિસ્સો જાળવી રાખશે.