હીરો મોટોકોર્પે આફ્ટર સેલ્સ સર્વિસમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં

હીરો મોટોકોર્પે આફ્ટર સેલ્સ સર્વિસમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં

• હીરોએ જેન્યુઇન પાટ્‌ર્સના વેચાણ માટે ઇ-કોમર્સ પોર્ટલનો પ્રારંભ કર્યો

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે હીરોના જેન્યુઇન પાટ્‌ર્સ અને એસેસરિઝ વેચવા માટે ઇ-કોમર્સ પોર્ટલનો પ્રારંભ કરીને ટુ-વ્હીલર ઉદ્યોગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

ુુુ.રખ્તદ્બટ્ઠિં.ર્ષ્ઠદ્બ – એક વિશિષ્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને હીરોના ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ માત્ર એક ક્લિકની મદદથી ગ્રાહકોને હીરોના જેન્યુઇન પાટ્‌ર્સ અને હીરોની જેન્યુઇન એસેસરિઝ ઓનલાઇન ખરીદવા માટે સક્ષમ બનાવશે.

આ નવા પ્લેટફોર્મની મદદથી ગ્રાહક ઘરે બેઠા-બેઠા સીધા કંપની પાસેથી ખરીદી કરી શકે છે. આનાથી સુનિશ્ચિત થશે કે હીરોના ગ્રાહકો પોતાની મોટરસાઇકલ અને સ્કૂટર્સ માટે સાચા પાટ્‌ર્સની ખરીદી કરે અને તેમણે ખરીદેલો સામના સીધો તેમના ઘરે મોકલી શકાય.

બજારની અગ્રણી કંપની હોવાને કારણે હીરો મોટોકોર્પ પોતાની સેવા સંબંધી રજૂઆતોમાં હંમેશા કંઇક નવું રજૂ કરવાનો પ્રયાસ કરતું રહે છે. આ ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા કંપનીએ દેશભરમાં પોતાના ગ્રાહકો સુધી અસરકારક રીતે પહોંચ વિસ્તારવાની યોજના ઘડી છે.

હીરો મોટોકોર્પ એક ગબ-સ્પોક મોડલનો ઉપયોગ કરશે, જેથી ગ્રાહકોને સમયસર અને સરળ ડિલિવરી સુનિશ્ચિત કરી શકાય. કંપની દેશભરમાં પોતાના લગભગ ૧૦૦ પાટ્‌ર્સ ડિસ્ટ્રિબ્યુટર્સ મારફતે સમગ્ર દેશમાં સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આ પ્રકારે ફાસ્ટ-મૂવિંગ પાટ્‌ર્સની યોગ્ય આપૂર્તિ અને સરળ ઉપલબ્ધતા જાળવી શકાશે.

આ પ્લેટફોર્મ ગ્રાહકોને ત્રણ સરળ સ્ટેપ્સમાં પ્રોડક્ટ્‌સ ખરીદવામાં મદદરૂપ બનશેઃ
૧- ટુ-વ્હીલર મેક / મોડલ સિલેક્ટ કરો
૨- પાટ્‌ર્સ કેટેગરી સિલ્કેટ કરો
૩- પાટ્‌ર્સ સિલેક્ટ કરો અને ખરીદી કરવા માટે ક્લિક કરો

કંપનીએ દિલ્હીવરી (ડ્ઢીઙ્મરૈદૃીિઅ) સાથે જોડાણ કર્યું છે. આ એક દેશવ્યાપી ઇ-કોમર્સ લોજીસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર છે અને પોતાના ક્ષેત્રમાં નિપૂંણતા ધરાવે છે. તેના દ્વારા સમગ્ર ભારતમાં ગ્રાહકોને પાટ્‌ર્સ અને એસેસરિઝની ડિલિવરી કરવામાં આવે છે.

હીરો મોટોકોર્પે આ પહેલાં સ્નેપડીલ સાથે ભાગીદારી કરી હતી, જે દ્વારા કંપનીએ માત્ર એક કેલેન્ડર વર્ષમાં ૫૦૦,૦૦૦થી વધુ ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું હતું.