૮માંં થિયેટર ઓલિમ્પિક્સમાં નાટક “ધ ક્લાઉન્સ ક્રાય ફોર ધ મૂન” પ્રસ્તુત થયું

અમદાવાદ, એપ્રિલ, ૨૦૧૮ઃ ચાલી રહેલાં ૮માં થિયેટર ઓલિમ્પિક્સના અંતર્ગત અમદાવાદના ટાગોર હોલમાં મંગળવારે હિન્દી નાટક “ધ ક્લાઉન્સ ક્રાય ફોર ધ મૂન” પ્રસ્તુત થયું, જેનું નિર્દેશન વી.કે.શર્માએ કર્યું છે. આ નાટકની વાર્તા એક નાની છોકરીની આસપાસ ફરે છે જે કલ્પના કરે છે કે એક ભૂખ્યો ક્લાઉન ચાંદને ખાઈ જશે. આ નાટકના ૫૦૦ શોઝ પૂરાં થઈ ચૂક્યાં છે.આ નાટક પ્રેરક પ્રસ્તુતિઓનો એક નમૂનો છે, જે દર્શકોને એવી રીતે જકડી રાખે છે જાણે તેઓ પોતે મંચ પર એક્ટિંગ કરી રહ્યાં હોય.

શહેરને પ્રસિદ્ધ કથક ડાન્સર અને કોરિયોગ્રાફર, જેમને શાસ્ત્રીય નૃત્ય વિદ્યા અને સમાનાંતર નૃત્ય વિદ્યાને શિખર પર પંહોચાડવા માટે પ્રખ્યાત છે.
બુધવારના રોજ દર્શકોને કન્નડ નાટક હુલિયા નેરાલૂની પ્રસ્તુતિ જોવા મળશે, જેનું નિર્દેશન કર્યું છે કે જી કૃષ્ણમૂર્તીએ અને પ્રસ્તુતિ કિન્નરા મેલા, હેગ્ગુડૂ દ્વારા કરવામાં આવશે.
થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના તત્વાવધાનમાં, અમદાવાદ નગર નિગમ તથા સંસ્કૃતિ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.