૮માં થિયેટર ઓલિમ્પિકસના મંચ પર થઈ નાટક“મહામના- ધ કોન્સિયસ કીપર”ની પ્રસ્તુતિ

અમદાવાદ. એપ્રિલ ૨૦૧૮ઃ ૮માં થિયેટર ઓલિમ્પિકસમાં ગુરુવારેે શહેરમાં દર્શકોને હિન્દી નાટક “મહામના- ધ કોન્સિયસ કીપર”ની પ્રસ્તુતિ જોવા મળી, જેનું નિર્દેશન સુમિત શ્રીવાસ્તવએ કર્યું હતું. આ નાટક ભારત રત્ન પંડિત મદન મોહન માલવીયના જીવનના મહત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત છે. અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના કોઇ ઐતિહાસિક આંદોલનોને દર્શાવે છે.

જાણીતા થિયેટર અને ફિલ્મ એકટર શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાએ આજે અહીં આયોજિત ઈન્ટરફેસ સત્રની શોભા વધારી.
શુક્રવારે અમદાવાદના લોકોને હિન્દી નાટક જિંદગી ઔર જાંેક જોવા માટેનો અવસર મળશે. જેનંુ નિર્દેશન બંસી કૌલે કર્યું છે અને રંગ વિદુષક ગ્રુપ આ નાટકની પ્રસ્તુતિ કરશે.જાણીતા કથક કોરિયોગ્રાફર મિસ કુમુદિની લાખિયા જેની કન્વેંશન હોલમાં આયોજિત લિવિંગ લિજેંડ સીરીઝમાં ભાગ લેશે.
થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના તત્વાવધાનમાં, અમદાવાદ નગર નિગમ તથા સંસ્કૃતિ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.