૮માં થિયેટર ઓલિમ્પિક્સમાં અમદાવાદમાં “જિંદગી ઔર જોંક” નાટક પ્રસ્તુત થયું

અમદાવાદ, એપ્રિલ ૨૦૧૮ઃ ચાલી રહેલા ૮માં થિયેટર ઓલિમ્પિક્સ અંતર્ગત શહેરમાં દર્શકોને હિન્દી નાટક ‘જિંદગી ઔર જોંક’ નાટક જોવાનો અવસર મળ્યો, જેનું નિર્દેશન બંસી કૌલે કર્યું છે. જાણીતા નાટકકાર અમરકાંત દ્વારા લિખિત આ નાટક એક ભિખારીની કહાની અને આશાહીન સામાજિક મુદ્દાઓનું નિવરણ છે. આ કહાની ભારતની સ્વતંત્રતાના પછીના સમય પર લખવામાં આવી છે. પરંતુ આજના સમયમાં પણ સામયિક લાગે છે. આ કહાની એવા લોકોની દુર્દશા દર્શાવે છે, જે સમાજના નીચલા વર્ગમાં આવે છે.

શહેરમાં શુક્રવારે ‘લિવિંગ લેજેંડ’ સીરીઝનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું જેના મુખ્ય અતિથિ કુમુદિની લાખ્યા હતા કુમુદિની એક પ્રસિદ્ધ કથક ડાંસર અને કોરિયોગ્રાફર છે. એમને શાસ્ત્રીય નૃત્ય અને સમકાલીન સંસ્કરણના તાજેતરમાં અભિગનોની માર્ગદર્શિકા તરીકે તેમને ઓળખવામાં આવે છે.
શનિવારે હિન્દી નાટક “આત્મકથા”ની પ્રસ્તુતિ થશે, જેનુ નિર્દેશન વિનય શર્માએ કર્યું છે.અને તેની પ્રસ્તુતિ પદાતિક, કોલક્તા દ્ધારા કરવામાં આવશે.
થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના તત્વાવધાનમાં, અમદાવાદ નગર નિગમ તથા સંસ્કૃતિ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.