the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહિન્દ્રા વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની નંબર 1 ટ્રેક્ટર કંપની બની, અત્યાર સુધીનાં સૌથી વધુ વાર્ષિક વેચાણનો રેકોર્ડ કર્યો

મહિન્દ્રા વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની નંબર 1 ટ્રેક્ટર કંપની બની, અત્યાર સુધીનાં સૌથી વધુ વાર્ષિક વેચાણનો રેકોર્ડ કર્યો

 

  • નાણાકીય વર્ષ 2017-18માં સ્થાનિક વાર્ષિક વેચાણ 3 લાખ યુનિટને પાર કરી ગઈ

  • નવીનતા અને ટેકનોલોજી, વિસ્તૃત ડિલરશિપ નેટવર્ક સાથે વિસ્તૃત પ્રોડક્ટ રેન્જ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

  • ભારતીય સમૃદ્ધિ માટે ફાર્મ ટેક સમૃદ્ધિ સંચાલિત કરવા માર્ગનું નેતૃત્વ કર્યું


મુંબઈ, 12 એપ્રિલ, 2018
: 19 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ નાણાકીય વર્ષ 2017-18માં 3 લાખથી વધારે ટ્રેક્ટરનું વેચાણ કરીને ટ્રેક્ટર ઉદ્યોગમાં લીડરશિપ જાળવી રાખી છે. આ સાથે કંપનીએ ટ્રેક્ટરનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વેચાણ હાંસલ કર્યું હતું અને નાણાકીય વર્ષ 2017-18માં સ્થાનિક બજારમાં 22 ટકાની વૃદ્ધિ કરી હતી.

વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી ટ્રેક્ટર કંપની મહિન્દ્રાએ નાણાકીય વર્ષ 2017-18માં 304,019 યુનિટ અને કુલ (સ્થાનિક + નિકાસ)માં 319,468 યુનિટનું વેચાણ કર્યું હતું, જે અનુક્રમે 22 ટકા અને 21 ટકાની વૃદ્ધિ છે. અત્યારે ભારતીય ટ્રેક્ટર ઉદ્યોગમાં મહિન્દ્રા 42.9 ટકા બજારહિસ્સો ધરાવે છે અને છેલ્લાં 35 વર્ષથી આ લીડરશિપ પોઝિશન જાળવી રાખી છે.

વ્યવસાયનાં મુખ્ય ક્ષેત્રો પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજેશ જેજુરિકરે કહ્યું હતું કે, “અમારી ટેકનોલોજી સંચાલિત પ્રોડક્ટ પોર્ટફોલિયો અમારી ખેડૂતની જરૂરિયાતોની ઊંડી સમજણ પર આધારિત છે અને અસરકારક વેલ્યુ પ્રોપોઝિશન ઊભું કરવાની જરૂર છે. અમે શરૂઆતથી ટેકનોલોજી સંચાલિત નવીનતા અને ગુણવત્તા સંચાલિત ઉત્કૃષ્ટતા મારફતે ફાર્મ ટેક સમૃદ્ધિ સક્ષમ બનાવીએ છીએ. અમારી ચેનલ મજબૂતી અને વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે અમે વર્ષમાં ટ્રેક્ટરનું સૌથી વધુ વેચાણ હાંસલ કર્યું છે. આગળ જતાં મહિન્દ્રામાં અમે ટ્રેક્ટરનાં વેચાણ ઉપરાંત ખેતીવાડીનાં સોલ્યુશન્સનાં વિસ્તૃત રેન્જ પૂરી પાડી છે.”

વૃદ્ધિ અને બજારમાં લીડરશિપનાં મુખ્ય પરિબળો 

ટેકનોલોજીની સુલભતા અને નવીનતા: 

વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરમાં વૈશ્વિક લીડર તરીકે મહિન્દ્રા તેનાં ઉત્પાદનોમાં અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે છે. હકીકતમાં પોતાનાં ટ્રેક્ટર્સની નવી રેન્જ લોંચ કરવાની સાથે કંપની ટેકનોલોજીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ફાર્મિંગ સોલ્યુશન્સ ધરાવે છે, જે ખાસ કરીને ખેડૂતોને સુલભ છે.

અત્યારે મહિન્દ્રાની સફળતા માટે મુખ્યત્વે ટેકનોલોજી અને નવીનતા પર કેન્દ્રિત ખાસિયતો જવાબદાર હોઈ શકે છે, જેનાં પરિણામે જિવો, યુવો અને નોવો જેવાં સ્માર્ટ ટ્રેક્ટર્સની ખાસિયતો ધરાવે છે.

એપ્રિલ, 2017માં કંપનીએ જિવો લોંચ કર્યું હતું – જે 25એચપીની કેટેગરીમાં અત્યાધુનિક, શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતું નાનું ટ્રેક્ટર પ્લેટફોર્મ છે, કાચા પાક માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ અને બાગાયતી ખેતીમાં શ્રેષ્ઠ છે તથા ફેબ્રુઆરી, 2018માં સ્વરાજ 963એફઇ – 60થી 75 એચપી કેટેગરીમાં ઊંચો પાવર ધરાવતું ટ્રેક્ટર છે. એપ્રિલ, 2016માં યુવોનું વહેલાસર લોંચિંગ અને ઓગસ્ટ, 2014માં નોવોનાં લોંચિંગે પણ કંપનીની વૃદ્ધિમાં મોટા પાયે પ્રદાન કર્યું છે. એપ્રિલ, 2016માં લોંચ થયેલ તથા વિશિષ્ટ અને ઉદ્યોગમાં પ્રથમ 12એફ+3આર કેટેગરીમાં ફૂલ કોન્સ્ટન્ટ-મેશ ગીઅરબોક્ષ સાથે સજ્જ મહિન્દ્રા યુવો અતિ વિવિધતાસભર વાહન છે અને તેનો ઉપયોગ ખેતીવાડી સંબંધિત જુદી જુદી ઉપયોગિતામાં થઈ શકશે. બીજી તરફ મહિન્દ્રા નોવો ચેન્નાઈમાં કંપનીની વૈશ્વિક સંશોધન સુવિધા મહિન્દ્રા રિસર્ચ વેલીમાં ઇન-હાઉસ ડિઝાઇન કરેલ અને વિકસાવેલ પ્રથમ નવું ટ્રેક્ટર છે. તે ઊંચી હોર્સ પાવર કેટેગરીમાં સ્પષ્ટપણે ટ્રેન્ડસેટર હતું. મહિન્દ્રાનાં ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક ઉત્પાદનોની રેન્જ મહત્તમ ઉત્પાદકતા અને સમૃદ્ધિ આપે છે, જે ખેડૂતોને પ્રગતિ કરવા સક્ષમ બનાવે છે.

કંપનીએ તેની સૌપ્રથમ ઇન્ટેલિજન્ટ ટ્રેક્ટર ટેકનોલોજી – અભૂતપૂર્વ અને ઉદ્યોગમાં પ્રથમ પહેલ પ્રદર્શિત કરીને પથપ્રદર્શક સંભવિતતાઓ પ્રદર્શિત કરવાનું જાળવી રાખ્યું છે. ભારતીય ખેડૂતોનાં વર્ષોનાં બહોળા અનુભવથી સમર્થિત મહિન્દ્રાએ હવે સ્વાયત્ત સોલ્યુશન્સનું નિર્માણ કરવાની આ સફર શરૂ કરી છે, જે ભારતીય ખેડૂતોની અત્યાર સુધી પૂર્ણ ન થયેલી જરૂરિયાતો પૂર્ણ કરશે. ચેન્નાઈમાં ગ્રૂપનાં નવીનતા અને ટેકનોલોજીનાં કેન્દ્ર મહિન્દ્રા રિસર્ચ વેલીમાં વિકસાવેલ ઇન્ટેલિજન્ટ સ્વાયત્ત ટ્રેક્ટર દુનિયાનાં ખેડૂત માટે યાંત્રિકીકરણની પ્રક્રિયાને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.

ઇન્ટેલિજન્ટ ટ્રેક્ટરનાં લોંચ સાથે મહિન્દ્રા ભારતીય ટ્રેક્ટર ઉદ્યોગમાં પથપ્રદર્શક તરીકે વિકસ્યું છે. આ નવીનતા ઉત્પાદનમાં વધારા દ્વારા ભવિષ્યની ખેતીવાડીની પદ્ધતિ બદલશે, જે દુનિયાની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ખાદ્ય ઉત્પાદન વધારવા તરફ દોરી જશે. આ વૈશ્વિક ખેતીવાડી સમુદાય માટે ખરાં અર્થમાં નવીન યાંત્રિકીકરણ છે, જે મહિન્દ્રાની ફાર્મિંગ 3.0ને અનુરૂપ છે. 

ડિજિટાઇઝેશન – 24×7 કનેક્ટેડ ટ્રેક્ટર ટેકનોલોજીનાં યુગમાં પ્રવેશઃ

આ પ્રકારનું પ્રકટીકરણ ઉત્પાદકતામાં વધારો કરવા અને કનેક્ટેડ વાહનોની ટેકનોલોજીમાં ડિજિટાઇઝેશન મુખ્ય વિભેદક પરિબળ છે. મહિન્દ્રા દ્વારા વિકસાવેલ ડિજિસેન્સ પ્રથમ પ્રકારનું ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે બહુઉપયોગિતા અને બહુ-ઉત્પાદન સક્ષમ છે તથા ક્રાંતિકારી કનેક્ટેડ ટેકનોલોજી સોલ્યુશન ધરાવે છે. આ વિશિષ્ટ ટેકનોલોજી પોતાનાં ટ્રેક્ટરને માલિક સાથે જોડે છે તથા તેમને તેનાં વપરાશ અને દુરુપયોગને નિયંત્રણ કરવા સક્ષમ બનાવે છે. તે સ્માર્ટ એપ્લિકેશન છે, જે ખેડૂતોને તેમનાં ટ્રેક્ટરની કામગીરી અને સ્થાન વિશે 24X7 ડિજિટલ જાણકારી મેળવવા સક્ષમ બનાવશે. હવે ખેડૂતો લાઇવ ટ્રેક્ટર ટ્રેકિંગનો લાભ લઈ શકે છે, ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં ડાઇગ્નોસ્ટિક અને રિપોર્ટ તેમને ટ્રેક્ટરની સ્થિતિ અને ઉત્પાદકતાનાં માપદંડો પર નજર રાખવા સક્ષમ બનાવશે. 

અત્યારે મહિન્દ્રા ભારતમાં પ્રથમ ઓઇએમ છે, જે ટ્રેક્ટર કેટેગરીમાં ક્લાઉડ-આધારિત ટેકનોલોજી પ્લેટફોર્મ પૂરું પાડે છે. 

ટ્રેક્ટરનો વિસ્તૃત પોર્ટફોલિયો:

અત્યારે મહિન્દ્રા <30 HPથી 75 HP સુધીની રેન્જમાં ટ્રેક્ટરનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે, જે મૂળભૂત, આધુનિક અને સ્માર્ટ ટ્રેક્ટર્સમાં ફેલાયેલ છે. 

ઉત્પાદનોની વિસ્તૃત રેન્જ ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરે છે – જે જમીનની તૈયારીથી લણણી સુધી તેમજ લણણી પછીની જરૂરિયાતો પૂર્ણ કરે છે. ગ્રાહક કેન્દ્રિતતા તથા ઉચ્ચ ગુણવત્તા, ખર્ચ વ્યવસ્થાપન મારફતે વાજબી ઉત્પાદનો મહિન્દ્રાની સફળતાનું હાર્દ છે. ડિઝાઇન તબક્કાથી શરૂ કરીને વેચાણ પછીનાં સપોર્ટ સુધી ટીમો ગ્રાહકો સાથે તમામ સ્તરે જોડાયેલી છે અને વિવિધ ઉપયોગિતામાં વિસ્તૃત પરીક્ષણ મારફતે નવા ઉત્પાદનો પૂરાં પાડે છે. 

મુખ્ય બ્રાન્ડ્સ અને તેમની પોઝિશનિંગ સ્ટેટમેન્ટ નીચે મુજબ છેઃ

મહિન્દ્રા  – ટેકનોલોજી સે તરક્કી

સ્વરાજ – મેરા સ્વરાજ

ગ્રોમેક્સ ટ્રેકસ્ટાર બદલ દે લાઇફ કા ટ્રેક 

ફાર્મ ટ્રેક સમૃદ્ધિ – ભારતમાં કૃષિ ક્રાંતિ લાવવી

મહિન્દ્રાએ તેનો વ્યવસાય ટ્રેક્ટરથી આગળ વ્યાવસાયિક વિઝન વધાર્યું છે, જે ભારતીય કૃષિમાં ઉત્પાદકતામાં વધારો કરવાની સુવિધાનાં ક્ષેત્રથી કૃષિ સમૃદ્ધિ સુધીનાં ક્ષેત્ર સુધી પ્રસરેલ છે. ભારત જેવા દેશમાં ખેતીવાડીમાં યંત્રો અને ઉપકરણોનો વપરાશ અતિ ઓછો છે, ત્યારે મહિન્દ્રાએ ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવા અને તેમને સમૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કરવા સક્ષમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનું વિઝન ખેડૂતોની આવક બમણી કરવાનાં અને ફાર્મિંગ 3.0નાં યુગમાં પ્રવેશ કરવાને અનુરૂપ છે. આ માટે કંપનીએ સમૃદ્ધિ, માયએગ્રિગુરુ અને ટ્રિન્ગો સહિત વિવિધ નવીનતા લાવી છે, જે ફાર્મ ટેક સમૃદ્ધિ પ્રદાન કરવાની તેની કટિબદ્ધતાનો ભાગ છે. 

ટ્રિન્ગો કૃષિ ઉપકરણ રેન્ટલ વ્યવસાયનું મોડલ આ પ્રકારનું એક ફાર્મિંગ સોલ્યુશન છે, જે ખેડૂતોને અસ્કયામતમાં રોકાણ કર્યા વિના ઉપયોગનાં આધારે ચુકવણી પર આધારિત મિકેનાઇઝેશન ટેકનોલોજી સ્થાપિત કરવા સક્ષમ બનાવશે. આ ખેડૂતોનું ઉત્પાદન અને સમૃદ્ધિ વધારશે તથા દેશને સર્વસમાવેશક વૃદ્ધિ તરફ દોરી જશે. 2016માં લોંચ થયેલ ટ્રિન્ગો પ્રથમ સંગઠિત કૃષિ ઉપકરણ રેન્ટલ સર્વિસ છે. દેશને ખેડૂતોને પ્રતિબદ્ધ સેવા તરીકે ટ્રિન્ગો ફ્રેન્ચાઇઝી આધારિત મોડલ પર કામ કરે છે તથા અત્યાધુનિક ટેકનોલોજી અને ટ્રેક્ટર રેન્ટલ બિઝનેસનાં ડિજિટાઇઝેશનમાં અસરકારક રીતે પ્રવેશ કરે છે.