એમેઝોન ઈન્ડિયાએ૫ નવાં એફસી ઉમેરીને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું ચાલુ રાખ્યું છે

એમેઝોન ઈન્ડિયાએ૫ નવાં એફસી ઉમેરીને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું ચાલુ રાખ્યું છે
* તેના ફુલફિલમેન્ટ નેટવર્કની સંગ્રહની ક્ષમતાનું ૨૦૧૮માં ૧.૫ ગણું વિસ્તરણ કર્યું
* ૧૩ ભારતીય રાજ્યમાં ૬૭ ફુલફિલમેન્ટ સેન્ટર સાથે ૨૦ મિલિયન ક્યુબિક ફીટની સંગ્રહ ક્ષમતા આપીને એમેઝોન ઈન્ડિયા દેશમાં સૌથી વિશાળ ફુલફિલમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે

બેન્ગલુરુ, ૨૬મી એપ્રિલ, ૨૦૧૮ઃ એમેઝોન ઈન્ડિયાએ આજે ભારતમાં ઝડપથી વિસ્તરતા તેના વેપાર સાથે સુમેળ સાધવા માટે તેના ફુલફિલમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખીને ગત વર્ષની તુલનામાં ૨૦૧૮માં તેની સંગ્રહ ક્ષમતા ૧.૫ ગણી વધારી હોવાની જાહેરાત કરી હતી. પાંચ નવા ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી)ના ઉમેરા સાથે એમેઝોન.ઈન હવે ૨૦ મિલિયન ક્યુબિક ફીટની કુલ સંગ્રહ ક્ષમતા સાથે ૧૩ રાજયમાં ૬૭ એફસી ધરાવે છે. આમાં મોટાં એપ્લાયન્સીસ અને ફર્નિચર શ્રેણી માટે ૬ એફસીના વિશિષ્ટ નેટવર્ક અને એમેઝોનનાઉ બિઝનેસને ટેકો આપવા માટે ૧૫ એફસીના અન્ય વિશિષ્ટ નેટવર્કની હાલમાં કરાયેલી જાહેરાતનો સમાવેશ થાય છે. આ નવાં એફસી બેન્ગલોર, મુંબઈ, દિલ્હી, વિજયવાડા અને કોલકતામાં સ્થાપવામાં આવશે, જે આ પ્રદેશોમાંથી ગ્રાહકોની વધતી સંખ્યા અને વિક્રેતાઓની માગણીને પહોંચી વળશે. આ બધાં ફુલફિલમેન્ટ સેન્ટરો ૨૦૧૮ની તહેવારની મોસમ પૂર્વે સંપૂર્ણ કાર્યરત થશે, કારણ કે એમેઝોન.ઈન ભારતમાં ઉચ્ચ સ્તરે તેજ ગતિથી વૃદ્ધિ પામતી ઈકોમર્સ કંપની તરીકે ચાલુ રહી છે.

અમે ભારતીય ગ્રાહકો દેશમાં કશું પણ, ગમે ત્યાંથી ગમે તે સમયે ખરીદી શકે તેની ખાતરી રાખવા માગીએ છીએ. એમેઝોનમાં અમે ગ્રાહકો અને વિક્રેતાઓને પણ ઉત્કૃષ્ટ અનુભવ આપવા માટે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિલિવરી નેટવર્કમાં રોકાણ કરવાનું સતત ચાલુ રાખ્યું છે. આ વિસ્તારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉમેરા સાથે અમે અમારા ગ્રાહકોને ઉત્તમ પ્રાઈમ અનુભવો આપી શકીશું, એમ એમેઝોન ઈન્ડિયાના કસ્ટમર ફુલફિલમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ અખિલ સકસેનાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે અમારા ફુલફિલમેન્ટ નેટવર્કમાં હવે ૬૭ એફસી છે, જેનાથી હજારો લઘુ અને મધ્યમ વેપારોના ઓર્ડરોને ખર્ચ કાર્યક્ષમ રીતે અમે પહોંચી વળીશું. અમે હજારો નવી નોકરીઓ નિર્માણ કરવામાં મદદ થાય અને પેકેજિંગ પરિવહન અને લોજિસ્ટિક્સ જેવા સંલગ્નિત વેપારો સહિત આ ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિ થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે કટિબદ્ધ રહ્યા છીએ.

એમેઝોને દુનિયામાં અત્યાધુનિક ફુલફિલમેન્ટ નેટવર્કસમાંથી એક નિર્માણ કર્યું છે અને ભારતમાં વિક્રેતાઓને ફુલફિલમેન્ટ, વિશ્વસનીય રાષ્ટ્રવ્યાપી ડિલિવરી અને ગ્રાહક સેવામાં એમેઝોનનની નિપુણતામાંથી લાભ મળે છે. ફુલફિલમેન્ટ બાય અમેઝોન (એફબીએ)નો ઉપયોગ કરાય ત્યારે ભારતભરના વિક્રેતાઓ તેમની પ્રોડક્ટો અમેઝોન એફસી પર મોકલે છે અને ઓર્ડર આપી દેવાતાં અમેઝોન પિક કરે છે, પેક કરે છે અને ગ્રાહકોને શિપ કરે છે, જેને લીધે વિક્રેતાઓ વતી ગ્રાહક સેવા અને રિટર્ન્સનું ધ્યાન રાખવામાં આવે છે.

વિક્રેતાઓ દ્વારા ઉપયોગ કરાય તે જ સંગ્રહની જગ્યા અને એમેઝોન ફુલફિલ કરે તે ઓર્ડરો માટે જ ચૂકવે છે અને ઓછા વિવિધ ખર્ચ સાથે તેમના ઉપલા મૂડીખર્ચની જગ્યા લેતાં નાણાંની બચત કરે છે. વિક્રેતાઓ પાસે હંમેશાં તેમના વેપારની આવશ્યકતા અનુસાર સ્તર અને એમેઝોન દ્વારા તેઓ ચાહે તે ફુલફિલ કરવાની પ્રોડક્ટોની સંખ્યા પસંદગી કરવાની સાનુકૂળતા હંમેશાં રહે છે. હાલમાં લગભગ ૪૦ મિલિયન પ્રોડક્ટો ભારતતમાં એમેઝોન એફસીના નેટવર્ક થકી તાત્કાલિક શિપિંગ માટે ઉપલબ્ધ છે. આ પસંદગી વિસ્તરતી એફસી ફૂટપ્રિંટ સાથે વધશશે અને વિક્રેતાઓ અને ગ્રાહકોને પણ લાભ થશે.
ટ્ઠદ્બટ્ઠર્ડહ.ૈહ પર અને અમેઝોન મોબાઈલ શોપિંગ એપ પર ગ્રાહકોને સેંકડો શ્રેણીઓમાં ૧૭૦ મિલિયન પ્રોડક્ટોને આસાન અને સુવિધાજનક પહોંચ મળે છે. તેમને અમેઝોન એ-ટુ- ઝેડ ગેરન્ટી દ્વારા સુરક્ષિત અને સંરક્ષિત ઓર્ડર કરવાનો અનુભવ, સુવિધાજનક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્‌સ, કેશ ઓન ડિલિવરી, અમેઝોનનો ૨૪ટ૭ કસ્ટમર સર્વિસ સપોર્ટ અને વૈશ્વિક સ્તરે માન્યતા અને વિસ્તૃત ૧૦૦ ટકા ખરીદી રક્ષણ મળે છે. તેઓ એમેઝોન દ્વારા ફુલફિલ કરાતી પ્રોડક્ટો પર એમેઝોન.ઈનની ગેરન્ટીડ નેક્સ્ડ- ડે, ટુ ડે ડિલિવરી, રવિવાર અને સવારે ડિલિવરીનો લાભ પણ લઈ શકે છે.