7 દિવસમાં એસઆઈપી શરૂ કરવા માટે સીએએમએસ દ્વારા digiSIPનો પ્રારંભ

ચેન્નઈ, 24 એપ્રિલ 2018:મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ભારતના અગ્રણી રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટકોમ્પ્યૂટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ (સીએએમએસ) દ્વારા digiSIP નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી સીએએમએસ વેબસાઈટ પર કરવા માટે આ ઉદ્યોગક્ષેત્રમાં લેવાયેલું ઘણું મોટુ પગલું છે. digiSIPની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી સમગ્ર કામગીરી પેપરરહિત હોય અને વિતરકો તેમજ રોકાણકારો માટે ઝડપી, સરળ અનેસુવિધાજનક રહે. digiSIP દ્વારા એસઆઈપી સેટઅપકામકાજના માત્ર 7 દિવસોમાં થઈ શકે છે, જેથી હાલમાં 30 દિવસના સમયની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં સમય ઘટી જાય છે.

digiSIPમાં નાવીન્યપૂર્ણ રીતે અગાઉથી ભરી દેવામાં આવેલા ફોર્મ્સ(પ્રિ ફિલ્ડ ફોર્મ્સ)નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડેબિટ મેન્ડેટ અથવા નેટ બેન્કિંગ સહિતના ઈલેક્ટ્રોનિક ચુકવણીના વિકલ્પો પણ સમાવિષ્ટ છે. એપ્લિકેશનમાં ઈ-સાઈન સાથેના ઈ-મેન્ડેટ વાળી ચુકવણીનું અવરોધરહિત સેટઅપ આપવામાં આવે છે.

સીએએમએસ digiSIPખાસ કરીને પરંપરાગત પ્રક્રિયામાં પરિવર્તન લાવવા અને હાલમાં જે રીતે એસઆઈપીની શરૂઆત કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે, તેની પુષ્ટિ કરવામાં આવે છે અનેતેનો પ્રારંભ થાય છે તે પદ્ધતિ બદલવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

digiSIP ના પ્રારંભ પ્રસંગે સીએએમએસના ડેપ્યૂટી સીઈઓ અનુજ કુમારે જણાવ્યું હતું કે, “digiSIPએ સીએએમએસની રોકાણકારો અને વિતરકોની મુશ્કેલીઓ સમજવાની ઊંડી સમજ અને ઉભરતી ટેકનોલોજી અપનાવવા તેમજ એસઆઈપી સેટ અપના અનુભવમાં પરિવર્તન માટે સુધારેલી પ્રક્રિયા અપનાવવાની ઈચ્છાનું પરિણામ છે.digiSIPથી કામકાજના માત્ર સાત દિવસમાં એસઆઈપી શરૂ કરવાનો લાભ મળશે.સેટ અપમાં સમય અને મહેનત ઘટાડી શકાય તે માટે આ ઉકેલમાં મોટાભાગની ડિજીટલ પ્રક્રિયા અપનાવાશેઅને અગાઉથી અસ્તિત્વમાં હોય તેવા ડેટાઉપયોગમાં લેવાશે.”

digiSIP ને વિતરકો અને રોકાણકારો માટે જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. વિતરકો રોકાણકાર પાસેથી માત્ર ઓટીપી આધારિત ખરાઈ મેળવીને તેમના ક્લાયન્ટ્સ માટે ચાર સ્ટેપમાં જ ખૂબ સુવિધાપૂર્ણ રીતે નવા એસઆઈપી સેટ અપ કરી શકે છે. સીએએમએસ દ્વારા આપવામાં આવતી સેવાના કોઈપણ ફંડ્સમાં વર્તમાન રોકાણકારો પણ અગાઉથી દાખલ કરેલી તારીખનો ઉપયોગ કરીને ગણતરીની ક્લિકમાં જ એસઆઈપી સેટઅપ પૂર્ણ કરી શકે છે જ્યારે નવા રોકાણકારો આધાર આધારિત ઈ-કેવાયસી પૂર્ણ કરીને કોઈપણ અવરોધ વગર નવા એસઆઈપી શરૂ કરી શકે છે. ઈ-સાઈન અને એનપીસીઆઈ માટે એનએસડીએલ સાથે સહયોગથી ઈ-મેન્ડેટ વિકલ્પ સક્રિય રાખવામાં આવ્યો છે જેથી રોકાણકારની બેંકમાં મેન્ડેટ રજિસ્ટ્રેશન કરી શકાય.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે એસઆઈપી પદ્ધતિથી રોકાણની પ્રાધાન્યતામાં છેલ્લા કેટલાક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. સીએએમએસ તેમાં મોખરાના સ્થાને રહીને વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સમાં દર મહિને નવા સાત લાખથી વધુ એસઆઈપીની પ્રોસેસિંગ કામગીરી કરે છે.