8માં થિયેટર ઓલિમ્પિક્સમાં “પતલૂન”ની પ્રસ્તુતિ એ જીત્યું દર્શકોનું દિલ

અમદાવાદમાં ચાલી રહેલ 8માં થિયેટર ઓલિમ્પિક્સ અંતર્ગત રવિવારે ટાગોર હોલમાં દર્શકોને હિન્દી નાટક પતલૂન જોવાનો અવસર મળ્યો, મનીષ જોશી દ્વારા નિર્દેશિત આ નાટક માનવીય આકાંક્ષાઓ પાર આધારિત છે, જેમાં એક વ્યક્તિની સંબંધો ની જગ્યા એ નિર્જિવ વસ્તુઓની જરૂરિયાતો પર ભાર મુકવામાં આવ્યું છે. આ નાટકની પ્રસ્તુતિ જાદુઈ ભ્રમ, પપેટરી, કથક નૃત્ય અને શ્રેષ્ઠ ડાન્સર્સના એક ગ્રુપની સાથે તૈયાર કરવામાં આવી છે.

તારીખ- 1 એપ્રિલ, 2018- રવિવાર- રાત્રે 9 કલાકે
નાટક- પતલૂન
લેખક અને ડિરેક્ટર- મનીષ જોશી
ગ્રુપ- અભિનય, હિસ્સાર
ભાષા- હિન્દી
સમય મર્યાદા- 1 કલાક 25 મિનિટ