એમિરેટસ દ્વારા ઈસ્ટર પ્રસંગે ફલાઈટ અને લોંજમાં સ્પેશ્યલ ઓફર્સ

એમિરેટસ દ્વારા ઈસ્ટર પ્રસંગે ફલાઈટ અને  લોંજમાં સ્પેશ્યલ ઓફર્સ

Link to the video: https://www.youtube.com/watch?v=m3lZJ58GK4k

અમદાવાદ તા. 29 માર્ચ, 2018:  એમિરેટસ ઈસ્ટરના તહેવાર  પ્રસંગે  તા. 30 માર્ચથી 2 એપ્રિલ દરમ્યાન  વિમાનમાં તમામ ક્લાસના  અને એરપોર્ટ લોન્જના પેસેન્જરોની વિવિધ પ્રકારની વાનગીઓ દ્વારા સરભરા કરશે.

એમિરેટસના દુબઈથી યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, આર્જેન્ટીના, બ્રાઝીલ અને ફિલિપાઈન્સની મુસાફરી કરતા પ્રવાસીઓ ઈસ્ટરની આ ઓફરો માણી શકશે. આ પ્રસંગે  દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની લોંજ તથા દુનિયાભરની એમિરેટસની પસંદગીની લોંજમાં ખાસ મેનુ રજૂ કરવામાં આવશે.

તમામ ક્લાસના ગ્રાહકોને વિમાનમાં એમિરેટસની વિશિષ્ઠ રેસિપી દ્વારા તૈયાર કરેલા મસાલેદારકણકમાંથી બનાવેલા  ખાસ હેન્ડમેઈડ બન તથા નારંગી અને દ્રાક્ષનાં પીણાં ઓફર કરાશે. ઈકોનોમી ક્લાસમાં વ્હાઈટ ચોકલેટ એગ સહિત ઈસ્ટરના થીમને  આધારે તૈયાર કરાયેલ  વિવિધ પ્રકારનાં ડેઝર્ટ પણ પિરસવામાં આવશે. ફર્સ્ટ કલાસના ગ્રાહકોને  પર્સનલ ગુડી બાસ્કેટમાં  પ્રાદેશિક  લેકરીડ એગની  સ્પેશ્યલ એડીશન  Dulce de LecheLiquorice Balls પિરસવામાં આવશે. એમિરેટસમાં વિવિધ પ્રદેશોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલાં સીઝનલ મેનુ ઉપરાંત આ વિશેષ મેનુ ઓફર કરાઈ રહ્યાં છે.

રવિવારે ઈસ્ટરના દિવસે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની તથા દુનિયાભરની એમિરેટસલોંજમાં તહેવારનું વાતાવરણ ઊભું કરાશે.  દુબઈની તમામ લોંજના ગ્રાહકો  પરંપરાગત બન, ચોકલેટ હેઝલનટ ઈસ્ટર કેક, મેંગો મુસી  અને આલમંડ ફલોરેન્ટાઈનની સાથે બાસ્કેટમાં  ઈસ્ટર ડિલાઈટ, કેરટ કેક અને ઈસ્ટર કેક આપવામાં આવશે. અન્ય એરપોર્ટસ પર આવેલી લોંજમાં  પણ ખાસ મેનુ રજૂ કરવામાંઆવશે.એમિરેટસની ઝ્યુરિક લોંજમાં  લેમ્બ ગીગોટ તથા બોસ્ટન લોંજમાં મીંટ વિનેગાર સાથે રોસ્ટેડ લેગ ઓફ ધ લેમ્બ પિરસવામાં આવશે.

ઈસ્ટર દરમ્યાન પ્રવાસ કરતા મુસાફરો ઓન ડીમાન્ડ એન્ટરટેઈનમેન્ટ(ice)ની 3,500 ચેનલ ઉપર દુનિયાભરની 700થી વધુ ફિલ્મો માણી શકશે.  આ અજોડ સામગ્રી વિસ્તરતી જશેઅને વધુ પસંદગી પૂરી પાડવામાં આવશે. પરિવારને ગમે તેવી નવી ફિલ્મોમાં પેડીંગ્ટન  2, વન્ડર એન્ડ  જસ્ટીસ લીગ તેમજ એપ્રિલમાં સ્ટાર વોર્સ: ધ લાસ્ટ જેડી, ધ ગ્રેટેસ્ટ શોમેન એન્ડ  જુમાનજી, વેલકમ ટુ ધ જંગલ રજૂ કરાશે.

વિમાનમાં  અને ગ્રાઉન્ડ ઉપર ઈસ્ટરની ઉજવણી એ  અનોખી અને સીઝનલ ઓફરો દ્વારા ગ્રાહકોના અનુભવમાં વૃદ્ધિ કરવાના એમિરેટસના પ્રયાસનો એક હિસ્સો છે.