ભારતીય પ્રોફેશનલો માટે જટિલ સમસ્યા સર્જાઈ,એચ-૧બી અરજીની પ્રક્રિયા આજથી શરૂ : ઉંડી ચકાસણી

ભારતીય પ્રોફેશનલો માટે જટિલ સમસ્યા સર્જાઈ
એચ-૧બી અરજીની પ્રક્રિયા આજથી શરૂ : ઉંડી ચકાસણી
ટ્રમ્પ વહીવટીતંત્રએ નિયમો કઠોર બનાવતા નવી મુશ્કેલી મોટી સંખ્યામાં અરજી રદ થાય તેવી પણ પ્રબળ સંભાવના

મુંબઈ,તા. ૧
ખુબ જ કુશળ ભારતીય પ્રોફેશનલોની અંદર ખુબ જ લોકપ્રિયતા ધરાવનાર એચવનબી વિઝા માટેની અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે. આ વખતે એચ-૧બી વિઝા પ્રક્રિયા ખુબ જ જટિલ બનાવી દેવામાં આવી છે. આના ભાગરુપે વિઝા માટે અરજી કરનારને અભૂતપૂર્વ ચકાસણીમાંથી પસાર થવું પડશે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ પ્રક્રિયાને ખુબ જ મુશ્કેલ અને જટિલ બનાવી દેવામાં આવ્યા બાદ આની ચારેબાજુ નિંદા થઇ રહી છે. અમેરિકી ઇમિગ્રેશન અધિકારી આવતીકાલથી એચ-૧બી વિઝા માટે અરજી લેવાની શરૂઆત કરશે. આ વિઝા અરજી પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલા નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે છે. ભારતના કુશળ પ્રોફેશનલોમાં એચ-૧બી વિઝા ખુબ જ લોકપ્રિય છે. આ વિઝા માટે આવા લોકોની જીવનસાથી પણ અરજી કરી શકે છે. એવા લોકો પણ અરજી કરી શકે છે જે લોકોની પાસે આ વિઝા પહેલાથી જ છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ ગયા વર્ષે એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીને કામ કરવાથી રોકવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં હવે એચ-૧બી વિઝા માટે નવી વ્યવસ્થા અમલી કરવામાં આવી રહી છે. એચ-૧બી વિઝા હાસલ કરવાની બાબત ખુબ જટિલ બનાવવામાં આવી છે. વર્તમાન સમયમાં એચ-૧બી વિઝા ધારકોના જીવન સાથીને એચ-૪ વિઝા આપવામાં આવે છે. એચ-૪ વિઝા ધારક ત્યાં સુધી કામ કરી શકે નહીં અને પોતાના બિઝનેસ કરી શકે નહીં. જ્યાં સુધી એમ્પ્લોઇઝમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ હાસલ કરવામાં આવતા નથી. ઓથોરાઇઝડ ડોક્યુમેન્ટ એક પ્રકારના વર્ગ પરમિટ તરીકે છે. અલબત્ત તમામ એચ-૧બી વિઝા ધારકના જીવનસાથી ઇએડી એટલે કે એમ્પ્લોઇમેન્ટ ઓથોરાઇઝેશન માટે અરજી કરી શકે નહીં. માત્ર એવા જ એચ-૧બી વિઝા ધારકના જીવનસાથી ઇએડી માટે અરજી કરી શકે છે જે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં સામેલ છે. ઇએડી જારી કરવાની આ વર્તમાન વ્યવસ્થાને ખતમ કરવા માટે જૂન મહિનામાં અમેરિકી તંત્રમાં એક પ્રસ્તાવ આવી શકે છે. ઇમિગ્રેશન અધિકારીઓના કહેવા મુજબ નવા નિયમો વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં અથવા તો વર્ષ ૨૦૧૯ સુધી આવી શકે છે. આ બાબતને ધ્યાનમાં લઇને એચ-૪ ઇએડી વિઝા ધારક નવા વિકલ્પો શોધી રહ્યા છે જેમાં એચ-૧બી વિઝાને પણ સામેલ કરવામાં આવે. ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ-૧બી વિઝા હાસલ કરવા માટે નિયમો ખુબ જ મુશ્કેલ બનાવી દીધા છે. જેના લીધે આઈટી કંપનીમાં ભારતીય કર્મચારીઓને વિઝા મેળવવા માટે ખુબ મુશ્કેલી નડી શકે છે. આની અસર ભારતીય આઈટી કંપનીઓ અને કર્મચારીઓ ઉપર ખુબ જ પ્રતિકુળ રહેશે. અમેરિકી સરકારની નવી નીતિ હેઠળ આ બાબત પુરવાર કરવી પડશે કે એક અથવા એકથી વધારે જગ્યા પર જોબવર્ક કરવા માટે આ વિઝા પર બોલાવવામાં આવેલા કર્મચારીનું કામ ખાસ પ્રકારનું છે અને તેને ખાસ જરૂરિયાતના હેતુસર બોલાવવામાં આવ્યા છે. એચ-૧બી વિઝા એવા વિદેશી કર્મચારીઓ માટે જારી કરવામાં આવે છે જે ખુબ જ કુશળ અથવા તો હાઈસ્કીલ્ડ વર્કરો છે. આવા કર્મચારીઓની કુશળતાની જરૂર અમેરિકાને પણ છે. એચ-૧બી વિઝા નિયમ જટિલ બનવાથી સૌથી વધારે નુકસાન ભારતીય આઈટી કંપનીઓને થશે. અમેરિકાના બેંકિંગ, ટ્રાવેલ અને કોમર્શિયલ સર્વિસ ભારતના આઈટી વર્કર્સ પર આધારિત છે.