the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુથૂટ ફાઇનાન્સ એનસીડી ઓફર રીવ્યૂ – એપ્રિલ ૨૦૧૮

મુથૂટ ફાઇનાન્સ એનસીડી ઓફર રીવ્યૂ – એપ્રિલ ૨૦૧૮

મુથૂટ ફાઇનાન્સ લિ. (એમએફએલ) મુથૂટ ગ્રુપના મુખ્ય એનબીએફસી (નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની) મુખ્યત્વે સોનાની ઝવેરાત સામે નાણાં પૂરાં પાડવાના વ્યવસાયમાં છે અને તે સસ્તું હાઉસિંગ ફાઇનાન્સ તેમજ માઇક્રો ફાઇનાન્સ બિઝનેસમાં વૈવિધ્યીકરણ ધરાવે છે. નોન-ગોલ્ડ લોન પોર્ટફોલિયો કંપનીના કુલ પોર્ટફોલિયોના ૧૫ થી ૨૦% ની રેન્જમાં રહે છે. એમએફએલ હોસ્પિટાલિટી, હેલ્થકેર, મીડિયા, એજ્યુકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફોરેન એક્સચેન્જ, ઇન્શ્યોરન્સ વિતરણ, અને મની ટ્રાન્સફર વ્યવસાયોમાં પણ છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ કંપનીની ૪૨૮૭ શાખાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હતું. તેમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ રૂ. ૨૭૬૦૮ કરોડની એડવાન્સિસ બુક અને રૂપિયા ૭૩૨૪ કરોડની ચોખ્ખી સંપત્તિ હતી.
તેઓ બજારમાંથી ભંડોળ એકત્ર પ્રક્રિયા માટેના વારંવાર બજારમાં આવે છે. હવે તેઓ રુ. ૧૦૦૦ની મૂળ કીંમત ધરાવતા નોન કન્વર્ટીબલ ડીબેન્ચર દ્વારા, કે જેની સેલફ લીમીટ રૂ. ૩૦૦૦ કરોડ છે, તે દ્વારા રૂ. ૫૦૦ કરોડ ઉભા કરવા માગે છે. કુલ ફંડના ૭પ ટકા લોન આપવા અને બાકીના કોર્પસ ફંડ માટે ખર્ચવામાં આવશે. જાહેર ભરણા માટે આ ઇશ્યૂ ૦૯.૦૪.૧૮ ના રોજ ખુલશે અને તે ૦૮.૦૫.૧૮ ના રોજ અથવા તે પહેલાં બંધ થશે. ઓછામાંઓછી અરજી ૧૦ એન સી ડી (એટલે કે રૂ. ૧૦,૦૦૦) માટે અને તે પછી એક એન સી ડી (એટલે કે રૂ. ૧૦૦૦) ના ગુણાંકમાં કરી શકાશે. ડીમેટ સ્વરૂપે ફાળવણી ફરજીયાત રહેશે. આ ઓફર માટેનો સમય ગાળો ૪૦૦ દિવસ, ૨૪ મહિના, ૩૮ મહિના અને ૬૦ મહિના છે અને કૂપન રેટ્‌સ ૮.૨૫ થી ૯૮ ટકા સુધીનો છે અને રોકાણકારોની પસંદગીના આધારે માસિક, વાર્ષિક અને સંચિતી ચુકવણીની પદ્ધતિ છે. ઇશ્યૂ સંયુક્તપણે એડલવિસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ દ્વારા સંચાલિત થાય છે . લિંક ઈનટાઈમ ઇન્ડિયા પ્રા. લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે અને આઇડીબીઆઇ ટ્રસ્ટીશીપ સર્વિસીઝ લિમિટેડ ડિબેન્ચરના ટ્રસ્ટી છે. પોસ્ટ એલોટમેન્ટ, એનસીડીની બીએસઇમાં સૂચિબદ્ધ થશે. દરખાસ્તિત ઈસ્યુ ટ્રેન્ચ ૧ના ઈસ્યુને રેટિંગ એજન્સીઓ ઈકરા દ્વારા એ એ સ્ટેબલ અને ક્રિસિલ દ્વારા એએ સ્થિર તરીકે રેટીંગ આપવામાં આવેલ છે. આ રેટિંગ નાણાકીય જવાબદારીઓની સમયસરની સેવાને લગતા ઉચ્ચ ડિગ્રી સલામતી દર્શાવે છે.
દેખાવની વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૧૭ માટે, એમએફએલના કરવેરા પછીનો એકંદરે નફો અને કુલ આવક અનુક્રમે રૂ. ૧૧૮૦ કરોડ અને રૂ .૫૬૫૮ કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં અનુક્રમે રૂ .૮૧૦ કરોડ અને રૂ .૪૮૭૫ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૮ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. ૫૬૭ કરોડથી વધારી રૂ .૮૦૫ કરોડ થયો છે. કોન્સોલીડેટેડ આધારે પ્રોફીટ આફ્ટરટેક્ષ (માઈનોરીટી વ્યાજની ગોઠવણ પહેલાં ) રૂ. ૧ર૦૭ હતો જયારે કુલ આવકો ૫૯૩૮ કરોડ હતી, જયારે પ્રોફીટ આફ્ટર ટેક્ષ (માઈનોરીટી વ્યાજની ગોઠવણ પહેલાં ) રૂ. ૮૧૮ કરોડ અને કુલ આવકો રૂ. ૪૯૪૧ કરોડ હતી. તેનો રૂ. ૩૦૦૦ કરોડના આ ઈસ્યુ પછી, તેના વર્તમાન દેવા ઇક્વિટી રેશિયો ૩.૨૪ થી વધીને ૩.૭૦ થશે. માર્ચ ૩૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૬ અને ૨૦૧૭ સુધીના એમએફએલના કુલ લોન પોર્ટફોલિયોના ૧.૯૯%, ૧.૯ ૦% ૨.૧૯%, ૨.૮૮% અને ૨.૦૬% અનુક્રમે નોન-પર્ફોર્મિંગ એસેટ્‌સ (“એનપીએ”) હતા.
સમાપનઃ ઈકરા અને ક્રીસીલ દ્વારા આપવામાં આવેલ એએ રેટીંગને ધ્યાનમાં લેતાં આ સેગમેન્ટમાં જૂથ સ્થાઈ હોવાથી, રોકાણકારો લાંબા ગાળાના રોકાણ પર વિચાર કરી શકે છે. (સબ્સ્ક્રાઇબ કરો)