SC/ST ઍક્ટ: ખુલ્લી કોર્ટમાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર, બે વાગ્યાથી શરૂ

SC/ST ઍક્ટમાં ધરપકડ પહેલા તપાસ અનિવાર્ય કરવાના મામલે કેન્દ્રની પુનર્વિચારણા અરજી પર આજે સુનાવણી ચાલુ છે. સુનાવણીમાં એટોર્ની જનરલ (એજી) તરફથી ખુલ્લી અદાલતમાં આ સંબંધે સુનાવણીની અપીલ પર કોર્ટે હા પાડી દીધી છે. કોર્ટમાં એજી કે.કે. વેણુગોપાલે કહ્યું કે આજે જ સુનાવણી થાય. તેના પર જસ્ટિસ આદર્શ ગોયલે કહ્યું કે તેઓ ખુલ્લી કોર્ટમાં સુનાવણી માટે તૈયાર છે, કોઇ વાંધો નથી. પરંતુ તે જ જજોની બેન્ચ હોવી જોઇએ જેમનો આ નિર્ણય હતો. જસ્ટિસ ગોયલે કહ્યું કે બેન્ચના ગઠન માટે ચીફ જસ્ટિસ સામે રજૂઆત કરો.

કેન્દ્ર તરફથી એજીએ આજે જ બે વાગે સુનાવણીની માંગ કરી. AG વેણુગોપાલે સીજેઆઇ કોર્ટમાં કહ્યું, દેશમાં કાયદો-વ્યવસ્થા ખરાબ થઇ રહ્યા છે. એવામાં મામલાની આજે જ સુનાવણી થવી જોઇએ. કોર્ટે માંગ માની લીધી છે. એમિકસ ક્યુરી અમરેન્દ્ર શરણે તેનો વિરોધ કર્યો છે.