&TVપર બિટ્ટી બિઝનેસવાલીમાં અભિનેતા અભિષેક બજાજ દબંગવાળી કરે છે

&TVપર બિટ્ટી બિઝનેસવાલીમાં અભિનેતા અભિષેક બજાજ દબંગવાળી કરે છે

&TVનવો તાજગીપૂર્ણ શો બિટ્ટી બિઝનેસવાલી લાવવા માટે સુસજ્જ છે. યુપીમાં સ્થાપિત આ શો પાત્ર સાથે ગ્રાઉન્ડવર્ક કરે છે, જે સ્વાભિમાન કમાનેવાલી હાઈલાઈટ કરે છે અથવા બીજા શબ્દોમાં નાણાકીય આઝાદી સાથે સ્વમાન કમાણી કરે છે.

 

આ મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવવા માટે પુરુષનું મુખ્ય પાત્ર માહી માટે નિર્માણકારોએ લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા અભિષેક બજાજને રોક્યો છે, જે અગાઉ &TVપર હિટ ટીવી સિરીઝ સંતોષી મામાં દેખાયો હતો. માહીના પોતાના વિવિધ શેડ્સ છે. તે મનનો હળવો છે, પરંતુ બહારી દુનિયા સામે રફ એન્ડ ટફ ઈમેજ ધરાવે છે. રેતીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. વેપારી સૂઝબૂઝ તે પોતાના પિતા પાસેથી મેળવે છે અને કામ કઢાવવા માટે થોડો આક્રમક અને દબંગ પણ બને છે. આમ છતાં તે સંવેદનશીલ, વડીલોનો આદર કરનાર છે અને તેની પાસે સેન્સ ઓફ હ્યુમર પણ ઉત્તમ છે, જે તેની વન- લાઈનરમાંથી પ્રગટ થાય છે. તેનો પનારો બિટ્ટી સાથે કઈ રીતે પડે છે તે ખરેખર જોવા જેવું છે.

 

બિટ્ટી બિઝનેસવાલીનો હિસ્સો બનવા વિશે પોતાનો વિચાર પ્રગટ કરતાં અભિષેક કહે છે, &TVપર પાછા આવવા મળ્યું અને બિટ્ટી બિઝનેસવાલીનો હિસ્સો બનવાનો મોકો મળ્યો તે અદભુત છે. આ વારતા કહેવા જેવી છે અને આપણા દેશના દરેક સ્ત્રીઓ અને પુરુષોએ સાંભળવા જેવી છે. ભારત સ્ત્રી સશક્તિકરણ અને નાણાકીય આઝાદી વિશે જે રીતે વિચારે છે તેમાં બદલાવ લાવવાનો તેનો હેતુ છે. આ ઉત્તમ ટીમ છે, જેની સાથે કામ કરવાની મજા આવી રહી છે અને શોની સંકલ્પના પર દર્શકોની પ્રતિક્રિયા કેવી છે તે જોવાની ઉત્સુકતા છે.