&TVના કલાકારોએ એપ્રિલ ફૂલ દિવસ વિશે પોતાની યાદો તાજી કરી…

એપ્રિલ ફૂલ દિવસ નજીકમાં છે અને મિત્રો અથવા પરિવારજન દ્વારા એપ્રિલ ફૂલ બનવાથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે. આ વિચાર પર અમે એપ્રિલ ફૂલના દિવસે કઈ રીતે બેવકૂફ બન્યા તેની રસપ્રદ વાતો જાણવા માટે &TVના કલાકારોનો વિચારો જાણ્યા ત્યારે મજેદાર વાતો સામે આવી:

 

Shubhangi

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી!
હું એપ્રિલ ફૂલના દિવસે ઘણી બધી બેવકૂફ બની છું, કારણ કે હું આસાનીથી એપ્રિલ બની જાઉં છું. જોકે મને સૌથી વધુ બેવકૂફ મારી બહેને બનાવી હતી. મને દહીં ભલ્લે બહુ ભાવે છે, જેને નામે બહેને કપાસના દડા મને ખવડાવી દીધા હતા. તેની પર સરસ રંગ હતો અને અસલી દેખાતા હતા. આથી મેં બટકું ભરતાં જ તે હસી પડી અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને એપ્રિલ ફૂલ બનાવી છે.

Farnaz Shetty

સિદ્ધિવિનાયકની ફરનાઝ શેટ્ટી ઉર્ફે રિદ્ધિ
મારા કોલેજના દિવસમાં મારા ફ્રેન્ડ્સ અને મેં ગોવામાં વીકએન્ડ મનાવવા જવાનું નક્કી કર્યું હતું. હું બેહદ રોમાંચિત હતું. ત્યાં જઈને શું કરવું અને કઈ રીતે મોજમજા કરવી તેનું સંપૂર્ણ નિયોજન મેં કરી રાખ્યું હતું. જોકે ટ્રિપ જવાના દિવસે મારા સિવાય કોઈ જ નહીં આવ્યું. હું તેમને કોલ કરતી રહી, પરંતુ કોઈએ ઉત્તર પણ નહીં આપ્યો. એક કલાક પછી મારા ફ્રેન્ડ્સનો ફોન આવ્યો. તેઓ સામે છેડે હસતા હતા. હું શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ અને એક સપ્તાહ સુધી તેમની જોડે વાત કરી નહોતી.

Ankit Gera aka Anurag from Agnifera

અગ્નિફેરાનો અંકિત ગેરા ઉર્ફે અનુરાગ
ઓહ! એપ્રિલ ફૂલ મને મારા મિત્રો દ્વારા મને બેવકૂફ બનાવવામાં આવ્યો તે ઘટના આજે પણ યાદ રહી ગઈ છે. બાળપણમાં મારો એક ફ્રેન્ડ આકર્ષક ગિફ્ટ પેક લઈને આવ્યો, જે એટલું સુંદર હતું કે તે ખોલવાની ઉત્સુકતા હતી. આખરે તે ખોલતાં તેમાંથી જીવતો ઉંદર મારી હથેળી પર દોડી આવ્યો ત્યારે મને જોરદાર આંચકો લાગ્યો. હું તેની જોડે એક મહિના સુધી બોલ્યો નહોતો અને આજે પણ ભેટ જોઉં છું ત્યારે મને પેલો ઉંદર યાદ આવે છે.

Rohitash as Tiwariji

ભાભીજી ઘર પર હૈનો રોહિતાશ ગૌડ ઉર્ફે તિવારીજી!
હું નાનો હતો ત્યારે ઘણા લોકોને એપ્રિલ ફૂલ બનાવ્યા. આમાંથી મને મારી મેથ્સ ટીચરને બેવકૂફ બનાવી તે આજે પણ યાદ છે. મેં તેને કહ્યું કે તેના પતિની તબિયત સારી નથી. તે તાત્કાલિક ઘેર જતી રહી અને ત્યાર બાદ આખો દિવસ અમે મોજમસ્તી કરી. ક્લાસમાં હું હીરો હતો અને મને મેથ્સ ગમતું નહીં હોવાથી જ મેં આ હરકત કરી હતી. પછીથી મને ખ્યાલ આવ્યો કે મેં ખોટું કર્યું છે. બીજા દિવસે મને પ્રિન્સિપાલ પાસે લઈ જવાયો અને એસેમ્બ્લીમાં મને શિક્ષા કરવામાં આવી