અમદાવાદના ઈસરોમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ

અમદાવાદના ઈસરોમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ
આગ પર કાબૂ મેળવવા હજ્જારો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ઉપરાંત આધુનિક સાધનોને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા

અમદાવાદ
અમદાવાદના ઈસરોમાં ૩૨ અને ૩૭ નંબરની બે ઈમારતમાં આગ લાગતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. ફાયરના ૮૦થી વધું જવાનો કામે લાગ્યા હતા. ફાયર બ્રિગેડની ૨૮ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર પર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આગ પર કાબૂ મેળવવા હજ્જારો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઉપરાંત આધુનિક સાધનોને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ઈસરોની લેબોરેટરીને નુકસાન થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. આગ પર બે કલાકની જહેમત બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે.અમદાવાદમાં ૩જી મે બપોરે આશરે ૨.૦૦ વાગ્યા સુમારે ઈસરોના મશીનરી વિભાગમાં આગ લાગી હતી. આગ કેમિકલ પ્રોસેસ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. ત્યાં એક કર્મચારી હાજર હતો. તેને ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. આગને પરિણામે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના વડા એમ એફ દસ્તુરની આગેવાનીમાં ટૂકડીઓ આગને કાબૂમાં લેવા કામગીરી કરી હતી.આગને કાબૂમાં લેવા માટે તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગનેબે કલાકની જહેમત બાદ કાબૂમાં લઈ લેવામાં આવી છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આગને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ઈસરોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
દરમિયાન મળતી માહિતી પ્રમાણે એક સીઆઇએસએફનો જવાન આગમાં દાઝી ગયો. તેને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યો છે.જિલ્લા કલેકટરનું કહેવું છે કે રિસર્ચ લેબોરેટરીમાં એન્ટેના ટેસ્ટિંગની કામગીરી થાય છે ત્યાં ટેસ્ટીંગ દરમિયાન આગ લાગી હતી. લેબોરેટરીમાં ઓપરેશન દરમિયાન આગ લાગી હતી.હાલમાં ઈસરોમાં અવકાશી રિસર્ચનું કામ થાય છે. તેમાયે હાલમાં ઈસરોમાં તમામ નેવિગેશન અને પેયરોલનું ટેસ્ટિંગ થાય છે.ઉલ્લેખનિય છે કે ૧૯૬૬માં વિક્રમ સારાભાઈએ ઈસરોની સ્થાપના કરી હતી. ઈસરોમાં લાગેલી આગને કારણે તેના સંભવિત પ્રોજેક્ટ્‌સ પર અસર પડશે. હાલમાં જે ટેસ્ટિંગ વિશે જે મહેનત કરવામાં આવી હતી. તે આગને કારણે નિષ્ફળ નિવડી છે.